પતિ -પત્ની ઓર વો? અમદાવાદમાં પતિએ છરી બતાવી કર્યો ઝગડો

અમદાવાદમાં પતિ પત્નીના ઘરે છરી લઇને પહોંચી જતા અને બબાલ કરતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે.

અમદાવાદમાં આજે વહેલી સવારે પતિ દ્વારા પત્નીના ઘરે જઈ હંગામો કરવામાં હતો. પતિએ ખુલ્લામાં છરી દેખાડી પત્નીના ઘરે હંગામો કરતા મામલો પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો હતો. પતિ-પત્નીના ઝગડામાં પતિએ આજે હંગામો કર્યો હતો તેમાં મળતી માહિતી મુજબ છેલ્લા 3 મહિનાથી ગુમ થયેલા પતિએ પત્નીના ઘરે જઈ હંગામો કર્યો હતો. અન્ય યુવતિ સાથે અનૈતિક સંબંધો હોવાથી કેટલાક સમયથી તે ગુમ હતો. નોંધનીય છે કે પતિ -પત્નીએ 2014માં પ્રેમલગ્ન કર્યા હતા. રાકેશ અમદાવાદમાં અરેબિયન નાઈટ્સ નામનો હુક્કાબાર ચલાવતો હતો.

ahmedabad

પતિએ આજે પત્ની ઘરે પહોંચી હંગામો કરતા સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ છે. અન્ય યુવતીને પત્નીએ ઠપકો આપતા આજે વહેલી સવારે પતિએ ફ્લેટમાં હંગામો કર્યો હતો. પત્નીએ પતિ વિરૂદ્ધ પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે. પતિના અનૈતિક સંબંધોનો ભાંડો ફૂટ્યા બાદ યુવતીને ઠપકો આપનાર પત્નીના ઘરે પહોંચીને યુવકે ધમાલ મચાવી છે. સત્તાધાર વિસ્તારમાં બનેલી આ ઘટનામાં ત્રણ મહિનાથી ગુમ પતિના અન્ય યુવતી સાથેના સંબંધોની જાણ પત્નીને સોશિયલ મીડિયા દ્વારા થઇ હતી.

નોંધનીય છે કે રાકેશની પત્ની પ્રિયંકાએ તેના પતિના ગુમ થવાની અરજી પોલીસ સ્ટેશનમાં આપી હતી. આ બધાની વચ્ચે પ્રિયંકા બે દિવસ પહેલાં પતિનુ ફેસબુક એકાઉન્ટ ચેક કરી રહી હતી ત્યારે તેણે અન્ય યુવતી સાથે ફોટો અપલોડ કર્યા હોવાનું જોવા મળ્યું હતું. જે પતિને શોધવા માટે પ્રિયંકા દિવસ-રાત એક કરી રહી હતી તેને અન્ય યુવતી સાથે જોઈને પ્રિયંકાના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી. પ્રિયંકાએ રાકેશના મોબાઇલ પર ફોન કર્યો પરંતુ ફોન લાગ્યો નહીં, જેથી તેણે ફેસબુકમાં દેખાતી યુવતીને સંપર્ક કરીને તેને ઠપકો આપતા રાકેશ જાતે જ છરી લઇને પ્રિયંકાના ઘરે પહોંચી ગયો અને આખી સોસાયટીમાં હંગામો મચાવ્યો હતો. આ વાતથી ગભરાયેલી પ્રિયંકા હાલ સમગ્ર મુદ્દે ઘાટલોડીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X