અ'વાદ જિલ્લા પંચાયતને કુપોષણ સામે લડાઇ બદલ રાષ્ટ્રીય એવોર્ડ
ગાંધીનગર, 14 માર્ચ: ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદ જિલ્લા પંચાયતને કુપોષણની સામે જનભાગીદારીથી પ્રભાવક લડાઇનું અભિયાન ઉપાડીને QCI-DLSHAH ટ્રસ્ટનો રાષ્ટ્રીય એવોર્ડ પ્રાપ્ત કરવા માટે અભિનંદન આપ્યા હતા.
અમદાવાદ જિલ્લા પંચાયતના જિલ્લા વિકાસ અધિકારી બંચ્છાનિધિ પાનીએ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં ગુજરાત ન્યુટ્રીશન મિશન અંતર્ગત કુપોષણ નિવારણ ક્ષેત્રે મેળવેલી ઊત્તમ કાર્યસિધ્ધિઓ બદલ આ રાષ્ટ્રીય એવોર્ડ ૮મી માર્ચે પ્રાપ્ત થયો છે તે મુખ્યમંત્રી સમક્ષ પ્રસ્તુત કર્યો હતો.













Click it and Unblock the Notifications
