For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: આ તે કેવો સંજોગ! ભાજપ ઓફિસ પાસે થઇ 60 કાગડાઓની ભેદી મોત!

|
Google Oneindia Gujarati News

રવિવારે, અમદાવાદના ખાનપુરમાં આવેલી ભાજપની ઓફિસ પાસેના ઝાડ પરથી ટપોટપ 60થી વધુ કાગડાઓ પડી ગયા. નજરે જોનાર લોકોના કહેવા મુજબ અચાનક જ આટલી મોટી સંખ્યામાં રસ્તા પર મરેલા કાગડા જોવા મળ્યા. નવાઇની વાત તો તે છે કે કેટલાક લોકોએ કાગડાઓને બચાવાનો પણ પ્રયાસ કર્યો પણ તે તમામના રામ ત્યાંને ત્યાં જ રમી ગયા હતા.

જે બાદ લોકોએ ફાયર બ્રિગેડની ફોન કર્યો અને ફાયર બ્રિગેટ આ તમામ કાગડાઓને પોસ્ટમોર્ટમ માટે લઇ ગઇ. નોંધનીય છે કે આ તમામ કાગડાઓની મોત એક સાથે થઇ છે. અને કોઇ ભેદી કારણોના લીધે આ કાગડાની મોત થઇ છે. ત્યારે આસપાસના લોકો માટે આ ખરેખર એક અચરજની વાત હતી.

વળી સંજોગની વાત તો એ છે કે કાલે બિહારમાં ભાજપની કારમી હાર પછી ખાનપુરમાં ભાજપની ઓફિસ ખાતે હાર બાદ ચિંતનબેઠક બોલાવામાં આવી હતી. અને તે જ સમય આ દુર્ધટના પણ બની. વળી આપણા શાસ્ત્રોમાં પણ અચાનક પ્રાણી કે પક્ષીઓની મોટી સંખ્યામાં મોત થવાને કંઇક અશુભ થવાના સંકેત તરીકે જોવામાં આવે છે.

ત્યારે આ વિચિત્ર ધટનાના ફોટો અને વીડિયો જુઓ નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

વિચિત્ર ધટના પક્ષીઓની મોત

વિચિત્ર ધટના પક્ષીઓની મોત

ખાનપુરમાં અચાનક જ એક મોટા ઝાડ પરથી ટપોટપ પક્ષીઓ પડવા લાગતા આસપાસના લોકો ભેગા થઇ ગયા. નોંધનીય છે કે આમાં 60થી વધુ કાગડા અને બાજ જેવા અન્ય પક્ષીઓ પણ હતા.

ફાયર બ્રિગ્રેડ

ફાયર બ્રિગ્રેડ

જો કે આ વિચિત્ર ધટના બનતા લોકોએ ફાયર બ્રિગ્રેડને ફોન કર્યો હતો. નજરે જોનાર લોકોના કહેવા મુજબ આ તમામ પક્ષીઓ નીચે પડ્યા તેની થોડીક વારમાં તેમના રામ રમી ગયા હતા.

પોસ્ટમોર્ટમ

પોસ્ટમોર્ટમ

જો કે ફાયરબ્રિગ્રેડ આ તમામ કાગડાઓને પોસ્ટમોર્ટમ માટે તે બાદ લઇ ગઇ હતી. ત્યારે હાલ તો તેની આ ભેદી મોતનું કારણ જાણવા નથી મળ્યું. પણ પોલિસ તેની વધુ તપાસ આદરી રહી છે.

કાગનું બેસવું અને ડાળનું ખસવું!!

આ ખરેખરમાં એક વિચિત્ર સંજોગ છે કે રવિવારે જ્યારે આ ધટના થઇ ત્યારે અહીંની બીજેપી ઓફિસમાં બિહારમાં ભાજપની કારમી હાર બાદ ચિંતન બેઠક થઇ રહી હતી. તો શું આ વિષે લોકોમાં ગમ્મત પણ થઇ હતી કે આને અને ભાજપની હારને કોઇ સંબંધ છે. કે પછી આ કોઇ મોટી આપત્તિનું સૂચન છે!

English summary
Ahmedabad: In Khanpur near BJP office 60 crows died. They all fall from the tree. The reason of their death is not clear yet. Its strange that this accident happens after BJP lost in Bihar
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X