ગરમી વધતા જ અમદાવામાં રોગચાળો શરૂ, પ્રશાસન સાંભળે છે?

Subscribe to Oneindia News

અમદાવાદ શહેરમાં ગરમીના પારાની સાથે રોગચાળામાં વધારો થઇ રહ્યો છે. અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી જન્ય રોગોમાં મોટો વધારો નોંધાયો છે. ઝાડા-ઉલ્ટીની સાથે કોલેરાના કેસોમાં પણ વધારો જોવા મળ્યો છે. જે જોઇને લાગે છે કે તંત્ર હજી પણ ઊંઘી રહ્યું હોય. અમદાવાદ શહેરમાં છેલ્લા 26 દિવસમાં ઝાડા-ઉલ્ટીના 511 કેસ અને કોલેરાના 5 કેસ નોંધાયા છે.

mosquito

અમદાવાદના શહેરના કોર્ટ વિસ્તારમાં અગાઉ પણ પીવાના પાણી અને ગટર લાઈન એક થઇ જવાની ફરિયાદો ઉઠી છે. જેને લઇ પ્રદૂષિત પાણી આવે છે. વળી તંત્ર દ્વારા ફરિયાદ નિરાકરણ માટે આંખ - આડા કાન કરવામાં આવે છે.

વર્ષ દરમ્યાન રોગચાળાના આંકડા પર એક નજર...

મચ્છરજન્ય કેસો

સદા મેલેરિયા કેસો: 38
ઝેરી મેલેરિયા કેસો: 67
ચીકન ગુનિયા કેસો: 116
ડેન્ગ્યુંના કેસો: 71

પાણી જન્ય કેસો

ઝાડા-ઉલટી: 1225
કમળો: 357
ટાઈફોડ: 508
કોલેરા: 5

English summary
Ahmedabad: malaria, typhoid, cholera cases increased. Read more here.
Please Wait while comments are loading...