For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમદાવાદમાં એકતરફા પ્રેમમાં પાગલ યુવકે યુવતીનું ગળું કાપ્યું

ગુજરાતમાં અમદાવાદના ચાંદલોડીયા વિસ્તારમાં એકતરફા પ્રેમમાં પાગલ એક યુવકના કારણે અફરા-તફરીનું વાતાવરણ ઉભું થઇ ગયું હતું.

|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં અમદાવાદના ચાંદલોડીયા વિસ્તારમાં એકતરફા પ્રેમમાં પાગલ એક યુવકના કારણે અફરા-તફરીનું વાતાવરણ ઉભું થઇ ગયું હતું. યુવક જે યુવતીને પ્રેમ કરતો હતો, તેને જ તેના ઘરેથી ઉઠાવી લીધી. ત્યારબાદ તેના ગળા પર ચપ્પુ મારી દીધું. છોકરી બેહોશ થઈ ગઈ, તેના લોહીથી યુવકનું શરીર લથબથ થઇ ગયું હતું. તેના કપડા પણ લોહીથી રંગાઈ ગયા. જોત જોતામાં ત્યાં ભીડ એકઠી થઈ ગઈ. પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. તે દરમિયાન યુવક ટાવર ઉપર ચઢવા લાગ્યો. પોલીસે ઘણી જહેમત બાદ તેને પકડ્યો. આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે, જેને સોશિયલ મીડિયા પર કોઈએ પોસ્ટ પણ કર્યો છે.

એકતરફો પ્રેમ યુવકના માથે સવાર હતો

એકતરફો પ્રેમ યુવકના માથે સવાર હતો

રિપોર્ટરના જણાવ્યા પ્રમાણે, આ યુવકનું નામ મિહિર ચૌધરી છે. તે લાંબા સમયથી એક છોકરીની પાછળ પડ્યો હતો. ગઈ 4 જુલાઇથી 10 જુલાઈ સુધી તેણે યુવતીને હજારો "I Love You" ના મેસેજ કર્યા. જો કે, છોકરી તેને ઇગ્નોર કર્યા.પછી, મિહિરે તેને જુદા જુદા નંબરોથી કોલ કરવાનું શરૂ કર્યું. 7 જુલાઈએ યુવતીએ તેના પિતા સાથે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. જોકે, ત્યારે પોલીસે કોઈ કાર્યવાહી કરી ન હતી.

અચાનક જ ઘરમાં ઘૂસી, યુવતીને ઉપાડી અને તેને રિક્ષામાં બેસાડી દીધી

અચાનક જ ઘરમાં ઘૂસી, યુવતીને ઉપાડી અને તેને રિક્ષામાં બેસાડી દીધી

બુધવારે સાંજે મિહિર અચાનક યુવતીના ઘરે પહોંચ્યો હતો. અંદર ઘુસી તેણે યુવતીને પકડી અને તેને ઉપાડી રીક્ષામાં તેની સાથે લઇ ગયો. રસ્તામાં યુવતીએ ચીસો પાડી, તો મિહિરે ચપ્પુ કાઢી લીધું. યુવતી કંઈ પણ કરી શકે તે પહેલાં મિહિરે ચપ્પુ ગળા પર માર્યું. આ દ્રશ્ય જોઈને ત્યાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. તેમાંથી કેટલાકએ ઈજાગ્રસ્ત મહિલાને હોસ્પિટલમાં મોકલી આપી હતી.

છરીના ઘા મારીને ભાગવાની ફિરાકમાં હતો

છરીના ઘા મારીને ભાગવાની ફિરાકમાં હતો

મીહિર બચીને ભાગવા લાગ્યો હતો. જ્યારે લોકોએ તેને ઘેરી લીધો, ત્યારે તે એક ટાવર ઉપર ચડવા લાગ્યો. ત્યાં સુધીમાં એક સૈનિક પણ ત્યાં આવી પહોંચ્યો. ત્યારબાદ મિહિરને પકડી લેવામાં આવ્યો હતો. તેને પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યો હતો. પોલીસ પર મહિલા પર જીવલેણ હુમલો થયો હોવાના સીધા પુરાવા હતા, કેમ કે મિહિરના કપડાં લોહીથી લથપથ દેખાયા હતા. અને વીડિયોથી પણ ઘટનાની પુષ્ટિ થઇ હતી.

'પોલીસે કાર્યવાહી કરી નહોતી, તેથી તે પુત્રીને મારવામાં સફળ રહ્યો'

'પોલીસે કાર્યવાહી કરી નહોતી, તેથી તે પુત્રીને મારવામાં સફળ રહ્યો'

આ કિસ્સામાં, ઘાયલ યુવતીના પિતાએ કહ્યું કે તેને જે ડર હતો તે થયું હતું. અમે પોલીસમાં તે છોકરા સામે ફરિયાદ કરી હતી. પરંતુ પોલીસ દ્વારા મદદ કરવાને બદલે સીમકાર્ડ અને ઘર બદલવાની સલાહ આપવામાં આવી હતી. ફરિયાદ કરવા છતાં પણ કોઈ કાર્યવાહી ન થવાના કારણે મિહિરની હિંમત વધી ગઈ અને આજે આ દિવસ જોવો પડ્યો.

English summary
Ahmedabad: one sided lover attack on girl by knife
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X