અમદાવાદમાં વરસાદ પડતા જ નગરપાલિકાની પોલ ખુલી

અમદાવાદવાસીઓ છેલ્લા કેટલાક દિવસથી વરસાદની કાગ ડોળે રાહ જોઇ રહ્યા હતા. વરસાદ પડતો તો હતો પણ ખાલી ભીજવીને જતો રહેતો હતો. ત્યારે સોમવાર રાતથી શરૂ થયેલા આ વરસાદે આજે મનમૂકીને અમદાવાદવાસીઓને ભીંજવ્યા છે. અને લાંબા સમયથી ગરમીમાં તપતા અમદાવાદવાસીઓના મનમાં ઠંકડ પહોંચાડી દીધી છે. ભજિયા અને ચા પીવાનું મન થાય તેવી રીતે મન મૂકીને આજે અમદાવાદમાં વરસાદ ખાબક્યો છે.

જો કે વરસાદ પડતા જ નગરપાલિકાની પોલ પણ ખૂલી ગઇ છે. કારણ કે અમદાવાદના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવો થઇ ગયો છે. જેમણે સામાન્ય લોકોની મુશ્કેલી વધારી છે.

વરસાદની અમી વર્ષા

વરસાદની અમી વર્ષા

સોમવાર સાંજથી અમદાવાદના અમુક વિસ્તારોમાં શરૂ થયેલા વરસાદે મંગળવારે પણ મન મૂકીને માઝા મૂકી હતી. જેના કારણે અમદાવાદવાસીઓ આ અમીવર્ષોથી ખુશ થઇ ગયા છે.

લો પ્રેશર કારણે વરસાદ

લો પ્રેશર કારણે વરસાદ

હવામાન ખાતાએ પણ કહ્યું છે લો પ્રેશર કારણે અમદાવાદથી લઇને ઉત્તર ગુજરાતમાં માધ્યમ થી લઇને ભારે વરસાદ પડવાની આશંકા છે.

અનેક જગ્યા પાણી ભરાયા

અનેક જગ્યા પાણી ભરાયા

જો કે ભારે વરસાદના કારણે નગરપાલિકાની પોલ ખુલી ગઇ હતી. અને ખોખરા, જીવરાજ પાર્ક અને વેજલપુરમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાતા શહેરીજનોની મુશ્કેલીમાં વધારો થયો છે.

વરસાદની ખુશ

વરસાદની ખુશ

જો કે પાણી ભરાવા છતાં અમદાવાદવાસીઓ વરસાદની આ રમઝટથી ખુશ છે. અને ભજિયા અને ચાનો જાયકાો માણી રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X