અમદાવાદ સિરિયલ બ્લાસ્ટના આરોપી નાગોરીને 9 દિવસની પોલીસ કસ્ટડી

26 જુલાઇ 2008માં અમદાવાદના મણિનગર, બાપુનગર, અમરાઇવાડી, શાહીબાગ, સરખેજ, નરોડા, રામોલ, કાલુપુર, દાણીલીમડા અને શાહીબાગ વિસ્તારમાં સિરિયલ બ્લાસ્ટ કરવાના સીમીના સ્લીપર સેલના સભ્યોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, અત્યાર સુધીમાં મોહમ્મદ શાહિદ અબદુલહમીદ નાગોરી સહિત 74 ઇન્ડિયન મુઝાહિદ્દીનના આતંકવાદીઓની ધરપકડ થઇ ચૂકી છે. નાગોરીને અમદાવાદની સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં બ્લાસ્ટ કરવાના કાવતરામાં ધરપકડ કરાઇ છે.
રાઇમ બ્રાન્ચના એસીપી કે.એન.પટેલે પત્રકારોને જણાવ્યું કે, શહેરના જુદા જુદા વિસ્તારો ઉપરાંત કલોલ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલ અને મણિનગરમાં એલ.જી. હોસ્પિટલમાં ફોરવ્હિલ ગાડીઓમાં બોમ્બ પ્લાન્ટ કરીને બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા, જ્યારે કલોલમાં એએમટીએસ પેસેન્જર બસમાં બોમ્બ મૂકવામાં આવ્યો હતો, જ્યારે બીજા સ્થળોએ સાઇકલોમાં બોમ્બ મૂકવામાં આવ્યા હતા.
બ્લાસ્ટમાં કુલ 240 લોકોને ઇજાઓ થઇ હતી અને 56 જેટલા લોકો મૃત્યુ પામ્યા હતા. સિરિયલ બ્લાસ્ટના પગલે જુદા જુદા 20 જેટલા ગુના દાખલ કરવામાં આવ્યા હતા, જેની તપાસ એસીપી કક્ષાના અધિકારીઓને સાંપવામાં આવી હતી. ઉજ્જૈનના (મધ્યપ્રદેશ)ના નાગોરી મહોલ્લામાંથી અબ્દુલહમીદ નાગોરી ઉ.વ.27ની ક્રાઇમ બ્રાન્ચની ટીમે ધરપકડ કરીને રવિવારે રોજ કોર્ટમા રિમાન્ડ માટે રજૂ કર્યા હતો. સિરિયલ બ્લાસ્ટના કેસોમાં હજુ 25 આતંકવાદીઓ વાન્ટેડ છે.
ધોરણ 10 સુધી અભ્યાસ કરેલો નાગોરી ફેબ્રિકેશનનો ધંધો કરે છે, તેને બે બાળકો પણ છે. કેરલાના વાઘમોન ખાતે 7 ડિસેમ્બર, 2007થી 9 ડિસેમ્બર, 2007 દરમ્યાન પ્રતિબંધિત સીમીનો કેમ્પ યોજાયો હતો, તેમાં જેહાદી પ્રવૃત્તિ માટે આંતકવાદી શફદર નાગોરી અને આમીલ પરવેઝની સાથે મોહમ્મદ નાગોરી પણ હાજર હતા. આંતકવાદી પ્રવૃત્તિઓ માટેની ટ્રેનિંગ પણ તેણે લીધી હતી. સપ્ટેમ્બર 2007માં મધ્યપ્રદેશના ચોરાલ ખાતે યોજાયેલા સીમીના કેમ્પમાં તેની હાજરી હતી.












Click it and Unblock the Notifications
