અમદાવાદમાં ગેરકાયદેસર ચાલતા ગોડાઉનમાં આગ, 16 છાત્રોને બચાવાયા
ગુજરાતમાં અમદાવાદના જીવરાજ પાર્ક સ્થિત કોમ્પ્લેક્સનું ગોદામ આગ લાગવાના કારણે દૂર્ઘટનાનો શિકાર બની ગયુ.
ગુજરાતમાં અમદાવાદના જીવરાજ પાર્ક સ્થિત કોમ્પ્લેક્સનું ગોદામ આગ લાગવાના કારણે દૂર્ઘટનાનો શિકાર બની ગયુ. ગોદામવાળા પરિસરમાં હાજર ટ્યુશનના સ્ટુડન્ટ્સ આગની લપેટમાં આવી ગયા પરંતુ ઘટના સ્થળે પહોંચેલી ફાયર બ્રિગેડ અને ફાયર ફાઈટર્સે તેમને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. સ્થળ પર સ્થાનિક લોકોની ભીડે જમા થઈ ગઈ હતી અને આ દૂર્ઘટનાના કારણે વિસ્તારમાં અફડા-તફડી મચી ગઈ હતી.

જાણકારી અનુસાર આગ સવારે થર્મોકોલના ગોડાઉનમાં લાગી હતી. હવાના કારણે પરિસરમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ. આ ગોડાઉન ગેરકાયદેસર રીતે ઉપયોગમાં લેવામાં આવી રહ્યુ હતુ. જણાવવામાં આવી રહ્યુ છે કે આ ગોડાઉનને બંધ કરવાની નોટિસ પહેલેથી જ આપવામાં આવી ચૂકી હતી. પરંતુ તેમછતાં માલિક પોતાનું કામ કરી રહ્યા હતા.

આગ ગોદામના બીજા માળે લાગી હતી જેની બાજુમાં જ ટ્યુશન ક્લાસ ચાલી રહ્યા હતા. અવાજ સાંભળીને સ્થાનિક લોકોની ભીડ ત્યાં પહોંચી ગઈ અને અમુક બાળકોને બહાર કાઢ્યા. ત્યારબાદ ફાયર બ્રિગેડની છ ટીમો પણ પહોંચી ગઈ. આ રીતે આગ પર કાબુ મેળવાયો. ત્રણ એમ્બ્યુલન્સ પણ આવી ગઈ. જો કે આગના કારણે અમુક મિલકતને નુકશાન પહોંચ્યુ છે. હાલમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.












Click it and Unblock the Notifications
