વિજળી સપ્લાય મામલે અમદાવાદ દેશનું શ્રેષ્ઠ શહેર

નવી દિલ્હી, 12 માર્ચઃ એબીપી ન્યૂઝના બીજા શ્રેષ્ઠ સિટી એવોર્ડનો ખિતાબ ભલે દિલ્હીને મળ્યો હોય, પરંતુ વિજળી સપ્લાય મામલે ગુજરાતના અમદાવાદ શહેરે બાજી મારી લીધી છે, ચેનલ દ્વારા જાહેર કરવામાં આવેલા આ એવોર્ડમાં અમદાવાદને વિજળી સપ્લાય માટે બેસ્ટ સિટી જાહેર કરવામાં આવ્યું છે. દિલ્હીની વાત કરવામાં આવે તો દિલ્હીએ આ એવોર્ડ દેશના અનેક મોટા શહેરોને પાછળ રાખીનો જીત્યો છે. આ શહેર પ્રાથમિક શિક્ષા, સાર્વજનિક પરિવહન અને સ્વસ્થ્ય સેવાઓની બાબતમાં અગ્રેસર રહ્યું છે.

દિલ્હીને સૌથી નજીકની ટક્કર નોએડા, ચંદીગઢ, અમદાવાદ, શિમલા અને વિશાખાપટનમ તરફથી મળી, પરંતુ દિલ્હી આ શહેરો કરતા અનેક બાબતે ચઢિયાતું નિકળ્યુ અને આખરે તેણે આ એવોર્ડ જીત્યો હતો. ગયા વર્ષે એટલે કે 2013માં આ એવોર્ડ નાગપુર શહેરે જીત્યો હતો. તમને જણાવી દઇએ કે હાઉસિંગ, સાફ સફાઇ અને સ્વચ્છતા, પ્રાથમિક શિક્ષા, પર્યાવરણ, નાગરિક સેવાઓ, પબ્લિક ટ્રાન્સપોર્ટ, વિજળીની સપ્લાઇ અને સ્વાસ્થ્ય સેવાઓ સહિતની બાબતો અંગે સર્વે હાથ ધરાયા બાદ બેસ્ટ સિટીની પસંદગી કરવામાં આવી હતી.

એબીપી ન્યૂઝના ગયા વર્ષના બેસ્ટ સિટી એવોર્ડમાં પણ રાજધાની દિલ્હને બે શ્રેણીઓ પ્રાથમિક શિક્ષા અને સારા રસ્તાઓના મામલે બીજા શહેરોને પછાડ્યા હતા. દિલ્હી બાદ વિવિધ કેટેગરીમાં નોએડા, ચંદીગઢ, અમદાવાદ, શિમલા અને વિશાખાપટનમે એવોર્ડ જીત્યા છે. વિજળી સપ્લાયમાં ગુજરાતના હાર્દ સમા અમદાવાદે એવોર્ડ જીત્યો છે, તો હાઉસિંગ મામલે નોએડાએ એવોર્ડ જીત્યો છે. ચાલો તસવીરો થકી જાણીએ કયા શહેરે કયો એવોર્ડ જીત્યો.

હાઉસિંગ

હાઉસિંગ

નોએડા

સાફ-સફાઇ અને સ્વચ્છતા

સાફ-સફાઇ અને સ્વચ્છતા

ચંદીગઢ

પ્રાથમિક શિક્ષા

પ્રાથમિક શિક્ષા

દિલ્હી

પર્યાવરણ

પર્યાવરણ

વિશાખાપટનમ

સાર્વજનિક સેવા

સાર્વજનિક સેવા

શિમલા

પબ્લિક ટ્રાન્સપોર્ટ

પબ્લિક ટ્રાન્સપોર્ટ

દિલ્હી

સ્વાસ્થ્ય સેવાઓ

સ્વાસ્થ્ય સેવાઓ

દિલ્હી

વિજળી સપ્લાય

વિજળી સપ્લાય

અમદાવાદ

રાજ્ય સ્તરની બેસ્ટ સિટી

રાજ્ય સ્તરની બેસ્ટ સિટી

પટણા(બિહાર)

રાજ્ય સ્તરની બેસ્ટ સિટી

રાજ્ય સ્તરની બેસ્ટ સિટી

ઇન્દોર(મધ્ય પ્રદેશ)

રાજ્ય સ્તરની બેસ્ટ સિટી

રાજ્ય સ્તરની બેસ્ટ સિટી

જયપુર(રાજસ્થાન)

રાજ્ય સ્તરની બેસ્ટ સિટી

રાજ્ય સ્તરની બેસ્ટ સિટી

નોએડા (ઉત્તર પ્રદેશ)

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X