ગુજરાતમાં ઓવૈસીનો ચૂંટણી હુંકાર, મુસ્લિમ અને આદિવાસી મતબેંક પર છે નજર
ઑલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન(AIMIM)ના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ ગુજરાતમાં પાર્ટીની આધારશિલા રાખી દીધા છે.
ગાંધીનગરઃ ઑલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન(AIMIM)ના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ ગુજરાતમાં પાર્ટીની આધારશિલા રાખી દીધા છે. બિહાર બાદ ઓવૈસીની પાર્ટી ગુજરાતમાં પણ ચૂંટણી લડવાનુ મન બનાવી ચૂકી છે. રવિવારે ગુજરાતમાં ભરૂચમાં ઓવૈસીએ પાર્ટીના પહેલા ચૂંટણી અભિયાનની શરૂઆત કરી. આ દરમિયાન તેમણે કહ્યુ કે અધિકારોથી વંચિત સમાજો માટે વિકલ્પ તરીકે રાજ્યમાં પારટીને સ્થાપિત કરી રહ્યા છે.

ભારતીય આદિવાસી પાર્ટી સાથે AIMIMનુ ગઠબંધન
ચૂંટણી પ્રચારના આગાઝ પર ભારતીય ટ્રાઈબલ પાર્ટીના સંસ્થાપક છોટુભાઈ વસાવાએ પણ મંચ શેર કર્યો. તમને જણાવી દઈએ કે વાસ્તવમાં બંને પક્ષોએ ગુજરાતમાં આગામી સ્થાનિક નગર નિગમની ચૂંટણી માટે ગઠબંધન કર્યુ છે. ઓવૈસીએ આ દરમિયાન મુસ્લિમો, આદિવાસીઓ અને અન્ય સમુદાયોને એક થવાનો સંદેશ આપ્યો છે.
વંચિત સમાજોના અધિકાકરીની રક્ષા કરવી અમારો ધ્યેયઃ ઓવૈસી
ઓવૈસીએ કહ્યુ કે અમે લોકો માટે વધુ એક વિકલ્પ તરીકે ગુજરાત આવ્યા છે. ખાસ કરીને આદિવાસી, મુસ્લિમ, દલિત અને ઓબીસી લોકો માટે. અમારો હેતુ માત્ર ચૂંટણીમાં સફળતા મેળવવાનો નથી પરંતુ ગરીબો અને મુસલમાનોના બંધારણીય અધિકારોની રક્ષા કરવાનો છે. સાથે જ આદિવાસીઓની ભૂમિ રક્ષા કરવાનો અમારો હેતુ છે.
ભાજપ અને કોંગ્રેસ પર જોરદાર સાધ્યુ નિશાન
આ પ્રંસગે ઓવૈસીએ ભાજપ અને કોંગ્રેસ બંને પર જોરદાર નિશાન સાધ્યુ. તેમણે ભાજપ અને કોંગ્રેસને મામા અને ભાણીયા ગણાવ્યા. ઓવૈસીએ કહ્યુ કે અમે ગુજરાતથી શરૂ કરીશુ અને રાજસ્થાન જઈશુ જ્યાં મામા અને ભાણિયા એક થયા અને તેમણે છોટુભાઈ વસાવાના ઉમેદવારને સભાપતિ ન બનવા દીધા. ઓવૈસીએ આરોપ લગાવ્યો કે તે(ભાજપ અને કોંગ્રેસ) આપણને ગુલામીમાં રાખવા માંગતા હતા. મુસ્લિમ, આદિવાસી અને જે સમાજ અધિકારીથી વંચિત છે, તેણે એક થવુ જોઈએ અને આપણા અધિકારોની લડાઈ અને રક્ષા માટે મજબૂત બનવુ જોઈએ.












Click it and Unblock the Notifications
