પતંગ મુદ્દે બબાલ કરનારા પાસ નેતા અલ્પેશ કથીરિયા અને તેના ભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

સુરતના સરથાણા વિસ્તારમાં પતંગની ખરીદી દરમિયાન થયેલી માથાકૂટમાં પાસ નેતા અલ્પેશ કથીરિયા વિવાદમાં આવ્યા છે. ગ્રાહકો સાથે મારામારી કરવા બદલ અલ્પેશ કથીરિયા અને તેના ભાઈ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.

સરથાણાના કિરણ ચોક પાસે આવેલી પાટીદાર પાઘડીવાળા પતંગ સ્ટોર્સ પર આ સમગ્ર ઘટના બની હતી. પતંગના ભાવને લઈને ગ્રાહક અને અલ્પેશ કથીરિયાના ભાઈ વચ્ચે ઉગ્ર બોલાચાલી થયા બાદ મામલો બિચક્યો હતો.

alpesh kathiriya

આ ઝઘડા દરમિયાન અલ્પેશ કથીરિયાએ પોતાના ભાઈનો પક્ષ લઈને ગ્રાહકો સાથે ઢીકાપાટુનો માર માર્યો હોવાનો આક્ષેપ છે. પીડિત ગ્રાહક ચંદ્રેશ અને તેના મિત્રોએ તાત્કાલિક સરથાણા પોલીસ મથકે પહોંચીને ન્યાયની માંગ કરી હતી.

પોલીસે આ મામલે અલ્પેશ કથીરિયા સહિત ત્રણ વ્યક્તિઓ સામે બીએનએસની વિવિધ કલમો હેઠળ એનસી ગુનો દાખલ કર્યો છે. હાલ પોલીસ આ સમગ્ર મામલાની વધુ તપાસ કરી રહી છે અને સીસીટીવી ફૂટેજ પણ ચકાસી શકે છે.

ઉત્તરાયણના તહેવાર ટાણે જ પતંગના વેચાણને લઈને થયેલી આ મારામારીએ શહેરમાં ભારે ચર્ચા જગાવી છે. અલ્પેશ કથીરિયા જેવા જાણીતા ચહેરા સામે ગુનો નોંધાતા રાજકીય અને સામાજિક વર્તુળોમાં અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X