અમદાવાદમાં મોદી આવે તે પહેલા અલ્પેશ ઠાકોરના લાગ્યા આવા પોસ્ટર

Subscribe to Oneindia News

અમદાવાદમાં સોમવારથી બે દિવસ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવ્યા છે. તેમના સ્વાગત માટે ગુજરાત સરકારે કોઈ પણ કચ્ચાસ નથી મૂકી. આજે અમદાવાદ શહેરમાં ગુજરાત સરકારનાં હું છુ ગુજરાતના પોસ્ટર સામે અલ્પેશ ઠાકોરના હું છુ દુખી ગુજરાતના પોસ્ટર લગાવી ફરી એકવાર અલ્પેશ ઠાકોર દ્વારા સરકારનો વિરોધ કરવામાં આવ્યો છે. જેથી અલ્પેશ ઠાકોરે આ પોસ્ટર લગાવી સરકારને ચીમકી આપી છે. એવું લાગી રહ્યું છે પોસ્ટરમાં ઉલ્લેખ કરવમાં આવ્યો છે કે ગુજરાતમાં નહેરો તો છે પરંતુ નહેરોમાં પાણી જ નથી અને ગુજરાતમાં દારૂબંધી તો છે પરંતુ બેફામ દારૂ ગુજરાતમાં વહેંચાય છે.

aplesh thakor

અલ્પેશ ઠાકોરે સભા કરી 51 દિવસનું ગુજરાત સરકારને અલ્ટીમેટમ આપ્યુ હતું. અને સાથે આંદોલના શરુ કરવાની ચીમકી પણ આપી હતી. અને અલ્પેશ ઠાકોર દ્વારા જાહેરાત પણ કરવામાં આવી હતી કે 28મે ના રોજ અમદાવાદ થી સોમનાથ સુધી ગુજરાત વિજય સંકલ્પ યાત્રા કાઢવામાં આવશે. ત્યારે અમદાવાદમાં શહેરભરમાં આવા પોસ્ટર લગાવી અલ્પેશ ઠાકોરે પોતાના વિરોધનું બ્યૂગલ ફૂંક્યું છે.

English summary
Alpesh Thakor unique way to oppose Gujarat Government with Poster
Please Wait while comments are loading...