રોજગારી નહી મળે તો વાઇબ્રન્ટ સમિટ ન થવા દેવાની અલ્પેશ ઠાકોરની ચીમકી
ઓબીસી એકતા મંચની દારૂબંધીના કાયદાની કડક માંગણી બાદ હવે અલ્પેશ ઠાકોરે સરકાર સામે રોજગારી માટે માંગણી કરી છે...
ઓબીસી એકતા મંચની દારૂબંધીના કાયદાની કડક માંગણી બાદ હવે અલ્પેશ ઠાકોરે સરકાર સામે રોજગારી માટે માંગણી કરી છે.

અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે રાજ્યમાં કરોડો રૂપિયાના એમઓયુ બાદ જે નવા પ્લાન્ટ નંખાય છે તેમાં રાજ્યના 85 ટકા યુવાનોને આમાં નોકરીએ રાખવામાં આવે અને જો સરકાર ચોક્કસ સમયમાં યુવાનોને નોકરી નહી આપે શકે તો હવે વાઇબ્રન્ટ સમિટ થવા દેવામાં આવશે નહીં, તેમજ અલ્પેશ ઠાકોરે 11 જાન્યુઆરી પહેલા ફિક્સ પે બંધ કરવાની માંગણી કરી હતી.
ઉલ્લેખનીય છે કે ઓબીસી એકતા મંચે દારુબંધીના કડક અમલ માટે ગાંધીનગરમાં શક્તિ પ્રદર્શન કર્યુ હતુ અને આ અંગે સરકાર તરફથી લેખિતમાં બાહેધરી લીધી હતી. જેના પગલે ગઇ કાલે જ રાજ્ય સરકાર તરફથી દારુબંધીના કાયદાને વધુ કડક બનાવવા તેમજ હુક્કાબાર પર પ્રતિબંધ લાવવાની જાહેરાત કરવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
