ભક્તિ, શક્તિને આસ્થાની ચરમસીમા, જુઓ આ તસવીરોમાં
(માનસી પટેલ) આજે ભાદરવી પૂનમ છે અને અંબાજી ખાતે માઇભક્તોની ભક્તિ પણ આજે ચરમસીમાએ જોવા મળી હતી. વિવિધ શણગારોથી સજજ પદયાત્રીઓ તથા વિવિધ સંઘોએ આજે મા અંબાના દર્શન કરીને ધન્યતા અનુભવ હતી. અને મા અંબાના સાનિધ્યમાં ચાચર ચોકમાં ગરબાની ધૂમ મચાવી હતી તે પણ પરંપરાગત વેશભૂષામાં.
તો ગુરૂવારે છઠ્ઠા દિવસ સુધીમાં જ અંબાજી ખાતે આશરે 27 લાખ કરતાં વધુ ભક્તોએ દર્શન કર્યા. જે આજે ભાદરવી પુનમાં દિવસે બપોર થતા ત્રીસ લાખને આંકડો વટાવી ગયો છે. એટલું જ નહીં દિવસ રાત અહીં માંના નામના ગરબાની ધૂણી ગુમે છે.
બોલ માડી અંબે જય જય અંબે
અંબાજી હોય દાંતા હોય કે પાલનપુર રસ્તામાં, મંદિરમાં હાલ ખાલી એક જ નાદ સંભળાય છે બોલ માડી અંબે જય જય અંબે. જય અંબેના નાદે અહીંના સમગ્ર વાતાવરણને ભક્તિમય કરી દીધુ છે. અને ભક્તોનો ઉત્સાહ થમવાનું નામ નથી લેતું. તમામ ભક્તો થાક, દુખાવો બધુ ભૂલાવી માંની એક ઝલક માટે તરશે છે.
વર્ષે ચાર નવરાત્રી
ઉલ્લેખનીય છે કે અંબાજીમાં વર્ષે ચાર વખત નવરાત્રીનો ઉત્સવ મનાવવામાં આવે છે. જેમાં શરદ એટલે કે આસો, વાસંત એટલે કે ચૈત્રી , મહા અને અષાઢમાં નવરાત્રિ ઉજવાય છે. જેમાં શક્તિ સંપ્રદાયની રીત-રસમો અનુસાર યજ્ઞ સહિતની ધાર્મિક વિધિઓ યોજાય છે.
60 વર્ષોથી અખંડ ધૂન
ઉપરાંત અંબાજી ખાતે છેલ્લાં 60 વર્ષથી ચૈત્રી નવરાત્રીના નવ દિવસ દરમિયાન દિન-રાત જય અંબેમાં જય અંબેની અખંડ ધૂન ચાલે છે. તેમા મોટા ભાગન ભક્તજનો જોડાય છે.
સૌથી મોટી ધજા ચઢી અંબાજીમાં
અંબાજીમાં પાલનપુરના સંઘે સૌથી મોટ ધજા ચઢાવી હતી જે 651 ફૂટ લાંબી હતી આ ઉપરાંત બનાસકાંઠા પોલીસે પણ મા અંબાના ચરણોમાં ધજા ચઢાવી મંગલ કામના કરી હતી. જ્યારે 651 ફૂટ લાંબી ધજા મંદિરના પ્રાંગણમાં આવી ત્યારે સમગ્ર મંદિર અને ચાચર ચોક માતાજીની ચૂંદડીના લાલ રંગથી શોભાયમાન થઈ ગયુ હતું.
પરંપરાગત વેશભૂષા
ત્યારે માઇ ભક્તોએ અંબાજી મંદિરના ચોકમાં પરંપરાગત વેશભૂષા અને તલવાર સાથે ગરબે ગૂમ્યા હતા. જેણે ભારે આકર્ષણ જમાવ્યું હતું. જેને જુઓ અહીં...