અંબાજી ગુંબજનું સીએમ રૂપાણીએ કર્યુ ઉદઘાટન, ભક્તે મંદિર પર ચડાવ્યુ 2.25 કિલો સોનુ

ગુજરાતમાં પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં એક ભક્તે સવા બે કિલો સોનુ દાન કરવાની ઘોષણા કરી દીધી. હવે આ મંદિરને વધુ ભક્તો પાસેથી સુવર્ણ દાન મળવા લાગ્યુ છે.

ગુજરાતમાં પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરનું ગુંબજ હાલમાં સોનાથી સુશોભિત કરવામાં આવી રહ્યુ છે. મંદિરની સુંદરતા જોઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યુ કે આ તીર્થ સ્થળને પૂર્ણરૂપે સ્વર્ણજડિત કરવામાં આવશે. તેમના આ એલાન બાદ એક ભક્તે તરત જ સવા બે કિલો સોનુ દાન કરવાની ઘોષણા કરી દીધી. હવે આ મંદિરને વધુ ભક્તો પાસેથી સુવર્ણ દાન મળવા લાગ્યુ છે.

મુખ્ય શિખર સ્વર્ણ મંદિર જેવુ

મુખ્ય શિખર સ્વર્ણ મંદિર જેવુ

તમને જણાવી દઈએ કે મુખ્યમંત્રી રૂપાણીએ આજે અંબાજી સુવર્ણ ગુંબજનું ઉદઘાટન કર્યુ છે. તેમણે કહ્યુ છે કે હવે આખુ મંદિર સુવર્ણજડિત કરવાનું છે. વળી, અત્યાર સુધી મુખ્ય ગુંબજને સુવર્ણમય બનાવવા માટે 140 કિલોગ્રામ સોનાનો ઉપયોગ થઈ ચૂક્યો છે. નાના ગુંબજ પર સોનુ લગાવવાનું કામ શરૂ કરવામાં આવી રહ્યુ છે.

ભક્તો કરી રહ્યા છે સુવર્ણ દાન

ભક્તો કરી રહ્યા છે સુવર્ણ દાન

મંદિરને સુવર્ણ જડિત કરવા માટે ભક્તોનું મોટુ યોગદાન રહ્યુ છે. તેમની પાસેથી સોનુ તો દાનમાં મળી રહ્યુ છે. સાથે રૂપિયા પણ દાનમાં મળી રહ્યા છે. છેલ્લા બે વર્ષોમાં અંબાજીને 88 કરોડ રૂપિયાનું દાન મળ્યુ હતુ. ગાંધીનગરમાં ખોરજના રહીશ અને બિલ્ડર મુકેશ પટેલે 2012માં 25 કિલોગ્રામ સોનાનું દાન કર્યુ હતુ. જે અત્યાર સુધી મળેલા દાનમાં સૌથી વધારે ગણાવાઈ રહ્યુ છે. ગઈ પૂનમે અંબાજી મંદિરમાં એક કિલો સોનુ દાન કરવામાં આવ્યુ હતુ.

1580 ભક્તો પાસેથી મળ્યુ સોનાનુ દાન

1580 ભક્તો પાસેથી મળ્યુ સોનાનુ દાન

એક માહિતી મુજબ મંદિર માટે 10 ગ્રામ સોનુ દાન કરનારા દાતાઓની સંખ્ય 23 થઈ ગઈ છે. મંદિરના ટ્રસ્ટમાં 10 ગ્રામથી લઈને 100 ગ્રામ સુધીની કેટેગરી નક્કી કરવામાં આવી છે. જેમાં વિવિધ ભક્ત દાન કરે છે. વિવિધ શ્રેણીઓમાં કુલ 1580 ભક્તોએ સોનુ દાન કર્યુ છે જેમાં પાંચ એનઆરઆઈ પરિવાર પણ શામેલ છે.

કમાલની વાત - પ્રતિમા નથી થઈ સ્થાપિત

કમાલની વાત - પ્રતિમા નથી થઈ સ્થાપિત

આરાસુરી અંબાજી મંદિરમાં કોઈ પ્રતિમા સ્થાપિત નથી માત્ર પવિત્ર શ્રીયંત્રની પૂજા મુખ્ય આરાધ્ય રુપમાં કરવામાં આવે છે. આ યંત્રને કોઈ પણ નરી આંખે નથી જોઈ શકતુ. તેની ફોટોગ્રાફી પણ પ્રતિબંધિત છે. મા અંબાજીનું મૂળ શક્તિપીઠ ગબ્બર ઉપર છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં તીર્થયાત્રા કરવા વર્ષ પર્યન્ત આવતા રહે છે. વિશેષ કરીને ભાદરવી પૂનમના દિવસે અહીં મોટો મેળો ભરાય છે.

1200 વર્ષ જૂનુ છે આ મંદિર

1200 વર્ષ જૂનુ છે આ મંદિર

માન્યતા છે કે આ મંદિર 1200 વર્ષ જૂનુ છે. આ મંદિરનું શિખર 103 ફૂટ ઉચુ છે અને આના પર 358 સ્વર્ણ કળશ સ્થાપિત છે. વળી, એમ પણ કહેવાય છે કે ભગવાન શ્રીકૃષ્ણના મુંડન સંસ્કાર આ સ્થાનક પર કરવામાં આવ્યા હતા. તેની પહેલા ભગવાન રામ પણ શક્તિની ઉપાસના માટે અહીં આવ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X