For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમિત ચાવડાએ ભાજપની કાળી નીતિ પર પ્રહાર કર્યો, કહ્યું- ‘અમે ખેડૂતો સાથે’

અમિત ચાવડાએ ભાજપની કાળી નીતિ પર પ્રહાર કર્યો, કહ્યું- ‘અમે ખેડૂતો સાથે’

|
Google Oneindia Gujarati News

ગાંધીનગરઃ નવા કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂત સંગઠને ગુજરાતમાં પણ આંદોલન છેડી દીધું છે. અહીં રાજધાની ગાંધીનગરમાં સેક્ટર 6 સ્થિત સત્યાગ્રહ છાવણીમાં કોંગ્રેસ નેતાઓની આગેવાનીમાં ધરણા આપવામાં આવ્યા. આ દરમ્યાન દૂર દૂરના ખેડૂતો પહોંચ્યા. ગુજરાત કોંગ્રેસના પણ મોટા-મોટા નેતાઓએ ભાગ લીધો. ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ અને કોંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડા અને વિધાનસભામાં નેતા પ્રતિપક્ષ પરેશ ધાનાણી પણ આવ્યા. આ દરમ્યાન ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવે પાક વીમાનો મુદ્દો ઉઠાવ્યો.

ખેડૂતોના નુકસાનનું વળતર ચૂકવો

ખેડૂતોના નુકસાનનું વળતર ચૂકવો

રાજીવ સાતવે કહ્યું કે, "ગુજરાતમાં પાક વીમો નથી. અહીં કેટલાય જિલ્લા અને તાલુકામાં વરસાદના કારણે પાક બરબાદ થયો છે, પરંતુ સરકારે વળતર નથી આપ્યું. અને હવે આ નવા કૃષિ કાનૂન અંતર્ગત માત્ર કંપની દેશના ખેડૂતોની કૃષિ પેદાશ ખરીદી શકશે. આ એકવાર ફરીથી ઈસ્ટ ઈન્ડિયા કંપનીની કવાયત કરવામાં આવી રહી છે. અમારું કહેવું છે કે આ કાનૂન હટાવી દેવા જોઈએ. કોંગ્રેસ પાર્ટી હંમેશા ખેડૂતોના હિતમાં લડતી રહેશે." જ્યારે ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડાએ પણ સરકાર પર હુમલો બોલ્યો છે.

ખેડૂત વિરોધી નીતિને કારણે જબરું નુકસાન થયું

ખેડૂત વિરોધી નીતિને કારણે જબરું નુકસાન થયું

અમિત ચાવડાએ કહ્યું- "ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિને કારણે રાજ્યને જબરું આર્થિક નુકસાન થઈ રહ્યું છે. ગુજરાતની ભાજપ સરકાર ખેડૂત વિરોધી છે. અહીં ખેડૂતોને પાક વમો પણ સમયસર નથી મી રહ્યો. આનાથી ખેડૂતોમાં આક્રોશ છે. આ આક્રોશ આંદોલનનું રૂપ લેશે. ખેડૂત સંગઠન તરફથી એટલે કે 8 ડિસેમ્બરે બંધનું આહ્વાન કર્યું છે. ખેડૂતોને અમારી કોંગ્રેસ પાર્ટીનું સંપૂર્ણ સમર્થન છે. ખેડૂતોની ન્યાયિક લડાઈમાં અમે તમારી સાથે છીએ."

અમિત ચાવડાએ ભાજપની કાળી નીતિ પર પ્રહાર કર્યો

અમિત ચાવડાએ ભાજપની કાળી નીતિ પર પ્રહાર કર્યો

જણાવી દઈએ કે અમિત ચાવડાએ આંદોલન પર બેઠેલા ખેડૂતોને સમર્થન આપવા કાલે તેમની વચ્ચે ગયા હતા અને ભાજપ સરકારની નીતિઓ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, 'દેશમાં ખેતી અને ખેડૂતોને ખતમ કરી કંપની રાજ લાવવા મથતી ભાજપ સરકારના કાળા કાનૂન વિરુદ્ધની લડાઈમાં અમે ખેડૂતો સાથે છીએ. 8 ડિસેમ્બરના ભારત બંધનું અમે સમર્થન કરીએ છીએ.'

આ ઉપરાંત ઉપરાંત આજે અમિત ચાવડાએ ખેડૂત આંદોલનને લઈ ધારાસભ્યો અને જિલ્લા પદાધિકારીઓ સાથે વર્ચ્યુઅલ સંવાદ કર્યો હતો.

ખેડૂતોના ભારત બંધના સમર્થનમાં આવી રાજનૈતિક પાર્ટીઓ, NDAના સહયોગી પણ સામેલખેડૂતોના ભારત બંધના સમર્થનમાં આવી રાજનૈતિક પાર્ટીઓ, NDAના સહયોગી પણ સામેલ

English summary
Amit Chavda attacks BJP's black policy, says 'we are with farmers'
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X