ગુજરાત હાઇકોર્ટનો આદેશ: અમિત જેઠવા હત્યાકાંડની તપાસ કરશે સીબીઆઇ

amit jethwa
અમદાવાદ, 25 સપ્ટેમ્બર: આરટીઆઇ કાર્યકર્તા અમિત જેઠવા હત્યાકાંડની તપાસનો આદેશ સીબીઆઇને સોંપવામાં આવ્યા છે. મંગળવારે ગુજરાત હાઇકોર્ટે આ કેસની સુનાવણી કરતાં સીબીઆઇને તપાસનો આદેશ આપવામાં આવ્યો છે.

ગુજરાત હાઇકોર્ટે 6 મહિનામાં તપાસનો રિપોર્ટ સોંપવાનો આદેશ કર્યો છે. કોર્ટે કહ્યું છે કે ગુજરાત પોલીસે આ કેસમાં જે તપાસ કરી છે તેનાથી તેને સંતોષ નથી. અમિતના પિતા ભીખુભાઇ જેઠવાએ પોતાના પુત્રની હત્યા માટે ભારતીય જનતા પાર્ટીના સાંસદ દીનુ સોલંકીને જવાબદાર ગણાવ્યા છે. પોતાના પુત્રની હત્યા પછી તેમણે કહ્યું હતું કે દીનુ સોલંકી તેમને અને તેમના પુત્રને ઘણીવાર જાનથી મારી નાખવાની ધમકી આપી ચૂક્યા હતા.

અમિત જેઠવાની હત્યા 20 જૂલાઇ 2010ના રોજ થઇ હતી. 42 વર્ષીય અમિત જેઠવા એક સરકારી કર્મચારી હતા પરંતુ 1996માં તેમને બરતરફ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેઓ ગીરના જંગલોમાં ચાલી રહેલા ગેરકાનૂની ખનન અને કેટલાક અન્ય અનિયમિતતાઓની વિરૂદ્ધ લડાઇમાં જોડાઇ ગયા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X