For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતમાં, પોતાના પૈતૃક શહેર માણસામાં કરશે મંદિર દર્શન

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતમાં છે. અહીં તે અમદાવાદ અને રાજધાની ગાંધીનગરના ઘણા કાર્યક્રમોમાં ભાગ લેવા આવ્યા છે.

|
Google Oneindia Gujarati News

ગાંધીનગરઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતમાં છે. અહીં તે અમદાવાદ અને રાજધાની ગાંધીનગરના ઘણા કાર્યક્રમોમાં ભાગ લેવા આવ્યા છે. તે પોતાના પૈતૃક શહેર માણસામાં મંદિર દર્શન કરશે. નવરાત્રિના તહેવાર પર ધાર્મિક કાર્યક્રમનો પણ હિસ્સો બનશે. સત્તારુઢ ભાજપ તરફથી શાહના ગુજરાત પ્રવાસ વિશે બ્રીફિંગ આપવામાં આવી છે. જણાવવામાં આવ્યુ છે કે આજે સાંજે ભાજપ નેતા ગાંધીનગર જિલ્લામાં પોતાના પૈતૃક શહેર માણસા પહોંચશે અને સરકારી હૉસ્પિટલની મુલાકાત લેશે. બાદમાં તે શહેરના બહુચર માતા મંદિરમાં પૂજા-અર્ચના કરવા જશે કે જે ગુરુવારથી શરૂ થયેલ નવ દિવસીય નવરાત્રિના અવસર પર ઘણા વર્ષોથી ચાલી આવતી પરંપરા છે.

amit shah

અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યુ કે અમદાવાદ પહોંચ્યા બાદ બપોરે ગાંધીનગરમાં રેલવે સ્ટેશનની મુલાકાત કરશે અને સ્ટેશનના પરિસરમાં સ્થિત ચાની દુકાનો પર મહિલા સ્વ સહાય જૂથો દ્વારા બનાવવામાં આવેલી માટીની પ્યાલીને વહેંચવાના કાર્યક્રમમાં ભાગ લેશે. અસ્થાયી કાર્યક્રમ અનુસાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુરુવારે રાતે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા. પોતાના એક દિવસીય પ્રવાસ દરમિયાન હવે તે ગાંધીનગર જિલ્લાના એક ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સમર્પણ સહિત ઘણા કાર્યક્રમોમાં ભાગ લેશે અને નવરાત્રિના અવસરે એક મંદિર પણ જશે. ત્યારબાદ તે ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના પનસર ગામમાં એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર(પીએચસી)ને સમર્પિત કરશે.

અમિત શાહ ગાંધીનગરથી લોકસભાના સાંસદ છે. તેઓ ત્યાં એક જનસભાને પણ સંબોધિત કરશે. ભાજપના જણાવ્યા અનુસાર મંચ પરથી તે પોતાના મત વિસ્તારમાં અમુક પરિયોજનાઓ માટે ઉદ્ઘાટન કરશે જેમાં પંસારમાં એક ઝીલના સૌંદર્યકરણ પણ શામેલ છે. પાર્ટી નેતાઓ મુજબ સાંજે ભાજપ નેતા ગાંધીનગર જિલ્લામાં પોતાના પૈતૃક શહેર માણસા પહોંચશે અને સરકારી હૉસ્પિટલની મુલાકાત લેશે. આ પહેલા ગુરુવારે તેમણે નવી દિલ્લીમાં એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી અને જમ્મુ કાશ્મીર સહિત દેશભરમાં સમગ્ર સુરક્ષા સ્થિતિ અને ડ્રોન વિરોધી રણનીતિ પર ચર્ચા કરી હતી.

English summary
Amit Shah to visit Gujarat today, attend several programs in Ahmedabad and Gandhinagar
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X