અમિત શાહ સૌરાષ્ટ્ર કચ્છની વિધાનસભા બેઠકો પર કરશે ચર્ચા
ભારતીય જનતા પાર્ટી દ્વારા આવતી કાલે નિરીક્ષકોની યાદી જાહેર કરવામાં આવશે જેમા 27 જિલ્લા અને 8 મહાનગરોના 3-3 નિરીક્ષકોની નિમણૂંક કરવામાં આવશે જે 182 વિધાનસભાના બેઠકોના સંભવિત ઉમેદવારોને સાંભળશે. ભાજપ પોતાના કાર્યકર્તાઓને ચ
ભારતીય જનતા પાર્ટી દ્વારા આવતી કાલે નિરીક્ષકોની યાદી જાહેર કરવામાં આવશે જેમા 33 જિલ્લા અને 8 મહાનગરોના 3-3 નિરીક્ષકોની નિમણૂંક કરવામાં આવશે જે 182 વિધાનસભાના બેઠકોના સંભવિત ઉમેદવારોને સાંભળશે. ભાજપ પોતાના કાર્યકર્તાઓને ચૂંટણી પહેલા સાંબળે છે. તેમની સાથે સંવાદ કરે છે. તેના ભાગ રૂપે નિરીક્ષકોની નિમણૂંક કરવામાં આવે છે. આ નિરીક્ષકો 27 થી 29 ઓક્ટોબર સુધી કાર્યકર્તાઓ સાથે સંવાદ કરશે અને ત્યાર બાદ સંભવિત ઉમેદવારોની યાદી તૈયાર કરીને પાર્લામેન્ટ્રી બોર્ડને સોપશે.

કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી અમિત શાહ આજે સોમનાથના પ્રવાસ કરશે જ્યાં સૌરાષ્ટ્ર કચ્છની વિધાનસભાની બેઠકોને લઇને પાર્ટીના પદ્દાધિકારીઓ અને ધારાસભ્યો સાથે બેઠક કરશે. દક્ષિણ ગુજરાતની સરખામણીએ સૌરાષ્ટ્રમાં કોંગ્રેસનું પ્રભૂત્વ વધારે જોવા મળે છે. આ બેઠકો પર કોંગ્રેસના વધારે બેઠકો મળે છે. સૌરાષ્ટ્રમાં 11 જિલ્લા આવેલા છે. જેમા કોંગ્રેસનું પ્રભૂત્વ જોવા મળે છે. સૌરાષ્ટ્રની 54 બેઠકોમાથી 30 બેઠકો પર કોંગ્રેસ અને 23 બેઠક પર ભાજપની જીત થઇ હતી.
કેન્દ્રીય મંત્રી અમિત શાહે ચાર દિવાસથી ગુજરાતના ચાર ઝોન પાડીને તેનો પ્રવાસ કરી રહ્યા છે ત્યારે આજે સૌરાષ્ટ્ર ઝોનના પ્રવાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છની વધુમાં વધુ બેઠકો જીતવા માટે ભાજપ દ્વારા કવાયત કરવામાં આવી છે. અમિત શાહ સૌરાષ્ટ્રના ભાજપ હોદ્દેદારોને ચૂટણી લક્ષી માર્ગદર્શન આપશે.
આ પહેલા અમિત શાહ દક્ષિણ અને ઉત્તર ગુજરાતના પ્રવાસ કરી ચૂક્યા છે. તેમજ આજે સૌરાષ્ટ્ર ઝોનની મુલાકાત કરશે. તેમજ ત્યાર બાદ મધ્ય ઝોનની મુલાકાત કરશે.
કેન્દ્રીય મંત્રી અમિત શાહ સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ સહિતના નેતા બેઠકમાં હાજર રહ્યા હતા.












Click it and Unblock the Notifications
