અમરેલીઃ સાવરકુંડલામાં મૃત સિંહના નખ ગુમ થવા મામલે વન વિભાગે કરી તપાસ
સાવરકુંડલા રેન્જમાં આવેલા મિતિયાળા રેન્જમાં આવેલ અભ્યારણ્યમાંથી ચાર દિવસ પહેલા એક સિંહનો મૃતદેહ મળી આવ્યો હતો જેમાં સિંહના સાત જેટલા નખ ગુમ થયા છે.
સાવરકુંડલા રેન્જમાં આવેલા મિતિયાળા રેન્જમાં આવેલ અભ્યારણ્યમાંથી ચાર દિવસ પહેલા એક સિંહનો મૃતદેહ મળી આવ્યો હતો જેમાં સિંહના સાત જેટલા નખ ગુમ થયા છે. આ ઘટનાની જાણ થતાં જ વન વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. સાવરકુંડલાના મિતિયાળા અભ્યારણ્યમાંથી ચાર દિવસ પહેલા જ એક વ્યક્તિને સિંહનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહ મળ્યો ત્યારે પોસ્ટમૉર્ટમની કાર્યવાહી દરમિયાન વન વિભાગને જાણ થતા સિંહના 18માંથી 7 જેટલા નખ ગુમ થયા છે. આ ઘટનાની જાણ થતા વન વિભાગ દ્વારા અભ્યારણ્ય અને આસપાસના વિસ્તારોમાં તપાસ કરવામાં આવી રહી છે.
Recommended Video


સાવરકુંડલા તાલુકાના મીતિયાળા અભ્યારણ્યમાં ચાર દિવસ પહેલા સિંહનો એક મૃતદેહ મળી આવ્યો હતો જેમાં સિંહના 18માંથી 7 નખ ગુમ થયા હતા. વન વિભાગ દ્વારા અલગ-અલગ ટીમો બનાવીને અલગ-અલગ દિશાઓમાં આની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. સિંહના મૃતદેહમાંથી કઈ રીતે નખ કાઢવામાં આવ્યા અથવા કોઈ બીજી રીતે નખ નીકળી ગયા છે તેની ઉંડાણપૂર્વક તપાસ વન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે.
આ ઘટનાની જાણ થતાં જ વન વિભાગ દ્વારા આ વિસ્તારમાં સ્કેનિંગ પણ કરવામાં આવ્યુ હતુ. પરંતુ સિંહના સાત જેટલા નખ ક્યારે સિંહના પંજામાંથી ગાયબ થયા એ તપાસનો વિષય બની ગયો છે. જૂનાગઢના સીસીએએફ વસાવડાએ માહિતી આપી હતી કે સિંહના કુલ 18 નખમાંથી સાત જેટલા નખ ગુમ થયા છે. આ ઘટનાની સંપૂર્ણ તપાસ હાલમાં વન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે.












Click it and Unblock the Notifications
