Amul milk price : અમૂલ દૂધના ભાવ ઘટશે કે કેમ? ડેરીએ સ્પષ્ટતા કરી

Amul milk price : ભારતમાં દૂધ અને ડેરી ઉત્પાદનો પરના GST દરોમાં તાજેતરમાં થયેલા ફેરફારોને કારણે ઘણા લોકોના મનમાં પ્રશ્ન હતો કે શું તેનાથી અમૂલ દૂધના ભાવમાં ઘટાડો થશે?

22 સપ્ટેમ્બરથી લાગુ થઈ રહેલા નવા GST દરો બાદ દૂધના પાઉચ સસ્તા થશે એવી અટકળો ચાલી રહી હતી. જો કે, ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF) ને આ અંગે સ્પષ્ટતા કરી છે.

Amul milk price

GCMMFના મેનેજિંગ ડિરેક્ટર જયેન મહેતાએ મીડિયાને જણાવ્યુ કે, હાલમાં અમૂલના દૂધના પાઉચના ભાવમાં કોઈ ઘટાડો કરવામાં આવશે નહીં. 22 સપ્ટેમ્બરથી નવા GST દર લાગુ થયા બાદ પણ દૂધના ભાવ પહેલા જેવા જ રહેશે. આ સ્પષ્ટતાથી ગ્રાહકોમાં ચાલી રહેલી મૂંઝવણનો અંત આવ્યો છે.

ગ્રાહકો માટે હાલની પરિસ્થિતિ યથાવત છે અને તેમને દૂધ ખરીદવા માટે જૂના ભાવ જ ચૂકવવા પડશે. આ અપડેટ સાથે બજારમાં ચાલી રહેલી અફવાઓ પર પણ પૂર્ણવિરામ મુકાયો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X