સિવિલ હોસ્પિટલ, ગાંધીનગર ખાતે CBRN ઇમરજન્સી ઉપર મોકડ્રીલ યોજાઇ

સિવિલ હોસ્પિટલ ગાંધીનગર ખાતે યોજાયેલ મોકડ્રીલમાં મેડિકલ સ્ટોર રૂમમાં રાખવામાં આવેલ સલ્ફ્યુરિક એસિડ, નાઈટ્રિક એસિડ અને હાઇડ્રોક્લોરિક એસિડ જેવા રાસાયણિકના કન્ટેનર કામદારો દ્વારા યોગ્ય સ્થળે રાખતા હતા. તે દરમ્યાન એક કન્ટેનર નીચે પડી ગયું હતું અને લીકેજ થયું હતું. કન્ટેનર લીકેજ થવાના કારણે અચાનક ત્યાં ફરજ બજાવતા છ જેટલા વ્યક્તિઓ અર્ધબેભાન હાલતમાં રૂમની બહાર આવ્યા હતા.

mockdril

આ ઘટનાની જાણ થતા જ સિવિલ સ્ટાફ દ્વારા ઈમરજન્સીમાં ફાયર ટીમ, એન.ડી.આર.એફ.ની ટીમ, પોલીસ અને એન.જી.ઓ સંસ્થાને જાણ કરી હતી જાણ થતા જ એન.ડી.આર.એફ. ની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. બચાવ કાર્ય શરૂ કર્યું હતું. બેભાન હાલતમાં રહેલા કર્મચારીઓને તાત્કાલિક સારવાર આપવા માટે બહાર નીકાળવામાં આવ્યા હતા. મેડિકલ સ્ટોર રૂમમાંથી ચાર વ્યક્તિઓને બહાર કાઢવામાં આવ્યા હતા. અને બે વ્યક્તિઓ કે જે બેભાન અવસ્થામાં હતા, તેમને સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.

આ સમગ્ર મોકડ્રિલ દરમિયાન ફાયરના ૭ જવાનો, એનડીઆરએફના ૩૦ જવાનો, પોલીસના ૬ જવાનો, સિવિલ હોસ્પિટલના ૧૮ કર્મચારી 108 ના ૨ કર્મયોગી અને એન.જી.ઓ.ના ૬ મળી મોકડ્રીલમાં ૬૯ વ્યક્તિ સહભાગી બન્યા હતા. અને સમગ્ર મોકડ્રીલને સફળતાથી પાર પાડી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X