અડાસમાં 7 નારાધામોએ સગીરા સાથે આચર્યું દુષ્કર્મ

Subscribe to Oneindia News

આણંદના અડાસ ગામમાં રહેતી યુવતી સાથે એક સાથે 7 યુવકોએ દુષ્કર્મ ગુજાર્યું હોવાની વાત બહાર આવી છે. સગીર યુવતીને 5 મહિનાનો ગર્ભ રહી જતા આ સમગ્ર પ્રકરણની પોલ ખુલી છે. ઉલ્લેખનીય છે કે આ 7 લોકોએ સગીર યુવતીને અલગ અલગ જગ્યાએ લઇ જઇ તેની સાથે દુષ્કર્મ કર્યું છે. શ્રમજીવી પરિવારમાંથી આવતી યુવતીને ગર્ભ રહી જતા આ મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. ફરિયાદ બાદ યુવતીની મેડિકલ તપાસમાં પીએચસી સેન્ટરના તબીબોની કિશોરીને પાંચ માસનો ગર્ભ હોવાનું જણાવ્યું છે. હવે તેનું તબીબી પરીક્ષણ શનિવારે કરમસદની ખાનગી હોસ્પિટલમાં કરાશે.

rape case anand

આ સમગ્ર ઘટના પ્રકાશમાં આવતા ગામમાં ભારે ખળભળાટ મચી ગયો હતો. વાસદ પોલીસે આ મામલે પોક્સો અને દુષ્કર્મની કલમ હેઠળ ગુનો નોંધીને તમામની ધરપકડ કરી તમામના મેડિકલ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં તમામ આરોપીને કોર્ટે જેલમાં મોકલવાનો આદેશ કર્યો હતો.

પોલીસ દ્વારા જે જાણકારી મળી છે તે મુજબ અડાસ ગામમાં રહેતી 16 વર્ષીય સગીરા સાથે ગામમાં રહેતા મુકેશ રાવજી સોલંકીએ ગત વર્ષે દુષ્કર્મ ગુજાર્યું હતું. જે બાદ હિતેશ ઉર્ફે લાલા સોમા ભોઈ, ભરત મગન પઢીયાર, શાંતિ ગોરધન પરમાર, રમેશ ઉર્ફે ભોલા બુધા ગોહેલ, યોગેશ સંજય સોલંકી, કિરીટ નટુ પરમારે કિશોરીએ પણ યુવતીની સાથે અવાર-નવાર અલગ-અલગ જગ્યાઓ પર લઈ જઈને તેના પર દુષ્કર્મ ગુજાર્યું હતું. દરમિયાન કિશોરીને ગર્ભ રહી ગયો હતો.

English summary
Anand : 7 people arrested in the case of minor girl being raped.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.