આણંદની વિદ્યાર્થીની માંગ, ભણતર કે ઇચ્છા-મૃત્યુમાંથી કોઇ એક આપો

આણંદના જવાહર નવોદય વિદ્યાલયની વિદ્યાર્થીની ઈશિકા ગુપ્તાની રાષ્ટ્રપતિ પાસે ઈચ્છા મૃત્યુની માંગણી. શિક્ષણનો મૂળભૂત હક ન મળતા આણંદના ભાદરણના નવોદય વિદ્યાલયમાં ભણતી ઇશિકાએ રાષ્ટ્રપતિને પત્ર લખીને પોતાના શિક્ષણ હકની માંગણી કરી છે. અને જો તે હક ના મળે તો ઇચ્છામૃત્યુ માટેની પરવાનગી માંગી છે. ત્યારે આ વિદ્યાર્થીનીના પત્ર અને તેની વ્યથાને કારણે સમગ્ર ગુજરાતના શિક્ષણ જગત પર અનેક સવાલ ઊભા કર્યા છે.

gujarat

વાત જાણે કે એમ છે ઇશિકાએ આ પત્ર તેના આચાર્યા દ્વારા આપયેલા ત્રાસથી ત્રાસીને લખ્યો છે. વધુમાં તેણે આ બાબતે આણંદ કલેક્ટરને પણ રજુઆત કરી હતી. સમગ્ર ઘટનાની વિગતો એવી છે કે ઇશિકાના પિતા રાહુલકુમાર ગુપ્તા શાળાની પેરેન્ટસ-ટીચર કમિટિના સભ્ય છે. શાળાના આચાર્ય કિરણ મહસ્કે દ્વારા વાલીઓ પાસેથી શાળાના વિકાસના નામે નાણાં ઉઘરાવીને તેની રસીદ ન આપતા રાહુલે આ અંગે આચાર્ય પાસે માહિતી માંગી હતી. પણ ઇશિકાના પિતા રાહુલને યોગ્ય પ્રત્યુતર મળ્યો નહોતો. આથી તેમણે માહિતી અધિકાર હેઠળ માહિતી માગી હતી. જેની અદાવત રાખી આચાર્ય કિરણ મહસ્કે દ્વારા રાહુલકુમાર ગુપ્તાની પુત્રી ઈશીકા પર અલગ અલગ રીતે ત્રાસ ગુજારવાનો શરૂ કર્યો હતો. ઇશાકને એમ પણ કહેવાયું હતું કે તારા પિતાએ ઉપર સુધી મારી વિરોધમાં રજૂઆત કરી છે એટલે હું તને ઉપરથી નીચે ફેંકી દઈશ.

gujarat

આજ કારણે ઇશિકા હવે સ્કૂલે પણ નથી જતી. અને છેલ્લા કંટાળીને તેણે આ અંતિમ પગલા રૂપે રાષ્ટ્રપતિને પત્ર લખ્યા છે. અને કહ્યું છે અગામી ૧૦ દિવસમાં જો તેને શિક્ષણનો અધિકાર તેમજ ન્યાય નહીં મળે તો તે પ્રાણ ત્યજી દેશે. સાથે સાથે તેના પરિવારને કંઈ પણ થશે તો તેની તમામ જવાબદારી શાળાના આચાર્ય કિરણ મહસ્કે, રાજેશ ગુપ્તા (એ.સી.- અમદાવાદ), જગદીશ્વર ચરી (ઉપાયુક્ત સંભાગ કુણે), કલેક્ટર ધવલકુમાર પટેલ અને વિશ્વજીતસિંહ આયુક્ત નવોદય વિદ્યાલય બોર્ડ નોયડા દિલ્હીની રહેશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X