Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

'ગુજરાતીઓ ભાઇ અને બહેન કહીંને બધાને પોતાના બનાવી લે છે'

anand-mahindra
ગાંધીનગર,11 જાન્યુઆરીઃ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2013 દરમિયાન વ્યવસાય ડીલ કરતા વધારે મહત્વ અન્ય બાબતોનું જોવા મળ્યું છે. જે પણ મહાનુભાવ બાયસ પર આવીને પોતાની સ્પીચ રજુ કરતાં હતા, તેઓ વિકસીત ગુજરાતની અસ્મિતાને પોતાના શબ્દોમાં રજુ કર્યાં વગર રહ્યાં નહોતા. એ પછી ભારતીય બિઝનેસમેન હોય કે પછી વિદેશી ડેલિગેશન હોય તમામે ગુજરાતના વખાણ કર્યાં હતા. આ તકે, મહિન્દ્ર એન્ડ મહેન્દ્રાના વાઇસ ચેરમેન અને એમડી આનંદ મહેન્દ્રાએ કહ્યું કે, ગુજરાતની માટીમાં કે ગુજરાતના નમકમાં શું છે એ મને ખબર નથી પણ ગુજરાતીઓ જન્મથી જ ઉદ્યોગ સાહસિકો હોય છે. અને બિઝનેસમાં નિષ્ફળતાથી પણ ગભરાતા નથી.

તેમણે કહ્યું કે, ગુજરાતીઓ તત્કાળ સંબંધો બાંધવામાં કુશળ હોય છે. તેઓ આનંદભાઇ કહીને તરત જ સંબંધ સ્થાપિત કરે છે. તમને કોઇએ ભાઇ કે બહેન સંબોધન કર્યું એ પછી તમે તેમની સાથે કાયમી સંબંધ બાંધો છો. નરેન્દ્રભાઇ ગુજરાતી સમાજના પ્રતિનિધિ છે. તેઓ ઉદ્યોગસાહસિક છે. તેમણે અભૂતપૂર્વક વૃદ્ધિ કરી બતાવી છે. ગુજરાત અને ચીન વચ્ચે સતત સરખામણી થતી હોય છે. પણ હું કહેવા માંગુ છું પણ આવનારા થોડા સમયમાં ગુજરાત મોડેલની ચર્ચા ચીનમાં થતી હશે.

નોંધનીય છે કે, ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ઉત્સવ અને મેળાનો માહોલ હતો. ગુજરાત સરકાર દ્વારા આયોજિત દ્વિવાર્ષિક ઇવેન્ટ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2013ના ઉદઘાટનનો પ્રસંગ હતો. આ પ્રસંગે આજે દેશ, વિદેશના બિઝનેસ જૂથો , વિદેશી પ્રતિનિધિમંડળો, ઉદ્યોગ અગ્રણીઓ, સરકારી અધિકારીઓની હાજરીમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ઇવેન્ટનું ઉદઘાટન કર્યું હતું. આ વાઇબ્રન્ટ ઇવેન્ટમાં હાજરી આપવા માટે રતન ટાટા, અદિ ગોદરેજ, આનંદ મહિન્દ્ર, ચંદા કોચર, મુકેશ અંબાણી, અનિલ અંબાણી, ગૌતમ અદાણી વગેરે જેવા ભારતીય ઉદ્યોગના મધાંતાઓ ઉપસ્થિત રહ્યા છે. આ ઉપરાંત વિદેશી મહાનુભાવોએ પણ વિશેષ ઉપસ્થિતિ નોંધાવી છે. તાકાશી યાગી, એમ્બેસેડર જાપાન, પેટ્રિક બ્રાઉન એમપી કેનેડા આવ્યા હતા. આ પ્રસંગે સૌપ્રથમ ગણેશ વંદના કરીને ગુજરાતની ઓળખ આપતું કવિ નર્મદ લિખિત ગીત 'જય જય ગરવી ગુજરાત' રજૂ કરવામાં આવ્યું હતું.

ઉદઘાટન પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ અંગ્રેજી ભાષામાં સંબોધન કરતા જણાવ્યું હતું કે "આ પ્રસંગ સ્વામી વિવેકાનંદની 150મી જન્મજયંતિના અવસરે આવ્યો છે. એક સમયે ગુજરાત ભારતનું વિશ્વ સાથે વેપારનું વડુંમથક હતું. એક સમયે ગુજરાતના લોકોએ સમગ્ર વિશ્વને પોતાનું ઘર બનાવ્યું હતું. અમે હવે એવું ગુજરાત બનાવીશું કે સમગ્ર વિશ્વના લોકો ગુજરાતને પોતાનું ઘર બનાવશે. આ વાઇબ્રન્ટ સમિટમાં ભાગ લેનારા અને અમારા ભાગીદાર સૌનો હું આભાર માનું છું." તેમણે જણાવ્યું હતું કે યુવાઓને કેન્દ્રમાં રાખીને ગુજરાત નીતિ ઘડી રહ્યું છે જેથી આવનારા સામયમાં ગુજરાત વિશ્વ માટે દિશાદર્શક બની રહેશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X