આણંદઃ બે સમુદાય વચ્ચે ઘર્ષણ થતાં એકનું મોત, 2 પોલીસકર્મી ઘાયલ
આણંદઃ બે સમુદાય વચ્ચે ઘર્ષણ થતાં એકનું મોત, 2 પોલીસકર્મી ઘાયલ
આણંદ જિલ્લાના ખંભાત ખાતે શુક્રવારના રોજ બે સમુદાયો વચ્ચે જૂથ અથમણ થઇ હતી. પરિસ્થિતિને કોબુમાં લેવા માટે પોલીસે ગોળીબાર કર્યો હતો અને ટિયરગેસના સેલ પણ ચલાવ્યા હતા જે દરમ્યાન એક વ્યક્તિનું મોત થયું છે અને બે પોલીસકર્મીયો ઘાયલ થયા છે.

ખંભાત શહેરના સાંપ્રદાયિક સંવેદનશીલ અકબરપુર વિસ્તારમાં બંને સમુદાયો વચ્ચે અથડામણ થઈ હતી જે દરમ્યાન પરિસ્થિતિને કાબૂમાં લેવા પોલીસે ગોળીબાર કર્યો હતો. જ્યારે કે આ બે સમુદાયો વચ્ચે થયેલી અથડામણમાં વિનુ ચાવડા નામના એક વ્યક્તિનુ મોત નીપજ્યું હતું. જે મામલે વરિષ્ઠ પોલીસ અધિકારી મકરંદ ચૌહાણે જણાવ્યું કે પરિસ્થિતિને કાબૂમાં રાખવા પોલીસે ગોળીબાર કર્યો હતો. પરંતુ પોલીસ ગોળીબારને કારણે આ વ્યક્તિનું મોત નીપજ્યું છે કે કેમ તે હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે ગોળી વાગવાથી જે વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે તે તપાસનો વિષય છે કારણ કે પોલીસે તેને ગોળી મારી હતી કે કોઈ અન્ય વ્યક્તિએ તેને ગોળી મારી છે તે હજુ જાણી શકાયું નથી. તો બીજી તરફ આ ઘટનાના વીડિયોમાં કેટલાક લોકો મકાનોની છત પરથી પથ્થરમારો કરતા જોવા મળી રહ્યા છે. એક પોલીસ અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતુ કે બંને સમુદાયના પાંચ લોકોનાં મકાનોને આગના હવાલે કરી દીધા હતા. જોકે હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં છે.












Click it and Unblock the Notifications
