પાકિસ્તાનનો ધ્વજને દોર્યો રસ્તા પર, કર્યો અનોખો વિરોધ

Subscribe to Oneindia News

આણંદમાં પાકિસ્તાનની નાપાક હરકતોનું ગુજરાત રાજ્ય સહીત દેશભરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. આણંદ ખાતે પાકિસ્તાનનો અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો હતો. આણંદના ગ્રીડ ચોકડી રોડ પર પાકિસ્તાનના રાષ્ટ્રધ્વજને રોડ પર દોરી તેના ઉભા રહી વિરોધ કરવામાં આવ્યો હતો. પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ સચિન પટેલ સહીત અન્ય મિત્રો દ્વારા ચિત્ર દોરવામાં આવ્યો હતો. સચિન પટેલે જણાવ્યું હતું કે, પાકિસ્તાન દ્વારા સરહદ પર જે રીતે ભારતીય સેનાના જવાનોને શહીદ કરવામાં આવી રહ્યા છે. તેના વિરોધમાં પાકિસ્તાનનો ધ્વજ રસ્તા પર દોરવામાં આવ્યો છે. જેથી લોકો આ ધ્વજને કચડીને પસાર થાય તે માટે જ આ દોરવામાં આવ્યો છે.

flag

બીજી બાજુ પોલીસ જાણ થતા વહેલી સવારે ઘટના સ્થળે આવી પહોંચી હતી. રોડ પર દોરવામાં આવેલા પાકિસ્તાનના ધ્વજ પર કલર માર્યો હતો. તેના પર ડામર બીછાયો હતો. પોલીસે આ અંગે ફરિયાદ નોંધી તપાસ હાથધરી છે. જો કે બીજી તરફ લોકોએ આ અનોખા વિરોધ અંગે ખુશી વ્યક્ત કરી હતી. અને પાકિસ્તાન વિરોધી નારેબાજી પણ કરી હતી.

English summary
Anand : Unique way to protest the pakistani.Read here more.
Please Wait while comments are loading...