ગુજરાતમાં આંગણવાડી બહેનો ફૂલ જોરમાં, ઠેર ઠેર વિરોધ

Subscribe to Oneindia News

આંગણવાડી બહેનો દ્વારા પગાર વધારા અને કાયમી નોકરીની માંગ સાથે હાલ કેટલાય દિવસોથી હડતાળ પર ઉતરી છે. જો કે આંગણવાડી બહેનોનું આ આંદોલન દિવસેને દિવસે વધુ ઉગ્ર બનતું જાય છે. રાજકોટની ૬ જેટલી આંગણવાડી બહેનો સસ્પેન્ડ કરી દેતા આંગણવાડી બહેનો દ્વારા કલેકટર કચેરીની બહાર વિરોધ નોંધાવ્યો હતો અને ૩૦થી વધુ આંગણવાડી બહેનો આમરણાંત ઉપવાસ ઉતરી બેઠી છે. વધુમાં આંદોલન દરમિયાન પગાર કાપવામાં આવ્યો છે તેને પરત આપે અને જે બહેનોને સસ્પેન્ડ કર્યા તેમને પરત નોકરી પર મુકવા માટે રજૂઆત કરવામાં આવી હતી સાથે આક્ષેપ કરવામાં આવ્યો હતો નોકરી માંથી છુટા કરવાની નોટીસ આપી અધિકારીઓ દ્વારા ડરાવામાં આવે છે.

anganwadi

બીજી તરફ ગોંડલમાં આંગણવાડી બહેનોએ ઉગ્ર આંદોલન કર્યું હતું. બુધવારે તેમણે રાજકોટ જેતપુર - હાઈવે પર આંગણવાડી બહેનો માર્કેટ યાર્ડ પાસે ચક્કાજામ કર્યો હતો. જેને લઇને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ૧૫થી બહેનોની પોલીસે અટકાયત કરી હતી જોકે ચક્કાજામને લઇ ૫ કિમી સુધી ટ્રાફિક જામ થઇ જતા લોકોને હાલાકી પડી હતી

English summary
anganwadi worker protest in gujarat. Read here more.
Please Wait while comments are loading...