For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમરેલીમાં વાવાઝોડાના કારણે થયેલ નુકશાનની સહાય ન મળતા લોકોમાં રોષ

તોક્તે વાવાઝોડાએ દેશભરમાં કહેર મચાવ્યો હતો. ગુજરાતમાં પણ તોક્તેએ નુકશાન કર્યું હતુ. વાવાઝોડાના કારણે નુકશાન થયેલ લોકોને સરકારે સહાયની જાહેરાત કરી હતી. અમરેલીના ઝાફરાબાદના વઢેરા ગ્રામજનોએ તોક્તે વાવાઝોડાની સહાય ન મળતા રોષ

|
Google Oneindia Gujarati News

તોક્તે વાવાઝોડાએ દેશભરમાં કહેર મચાવ્યો હતો. ગુજરાતમાં પણ તોક્તેએ નુકશાન કર્યું હતુ. વાવાઝોડાના કારણે નુકશાન થયેલ લોકોને સરકારે સહાયની જાહેરાત કરી હતી. અમરેલીના ઝાફરાબાદના વઢેરા ગ્રામજનોએ તોક્તે વાવાઝોડાની સહાય ન મળતા રોષે ભરાયા હતા. ગ્રામજનો મામલતદાર કચેરી ખાતે જઇ આવેદન પત્ર આપી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

Recommended Video

અમરેલી : વાવાઝોડાની સહાય ન મળતાં રોષ જોવા મળ્યો

Tauktae

જાફરાબાદ તાલુકામાં વાવાઝોડાએ તબાહી સર્જી હતી. આ ઘટનાને 2 મહિના થવા આવ્યા હોવા છતા અહીના નાના લોકો સહાયથી વંચીત છે. ત્યારે આજે વઢેરા ગામના મોટી લોકોએ ઉપસરપંચ સાથે સંખ્યામાં મામલતદાર કચેરીએ પહોંચી આવેદન પત્ર પાઠવ્યું હતુ. લોકોએ આરોપ લગાવ્યો હતો કે ગામમાં તંત્ર દ્વારા લાગવગ શાહી કરી અમુક લોકોને સહાય આપવામાં આવી છે અને જેઓ સહાયપાત્ર લોકો છે તેઓ હજુ પણ સહાયથી વંચિત છે. આવેદન પત્રમાં જણાવ્યું હતુ કે તાત્કાલિક સરવે કરી ગરીબ પરિવારોને યોગ્ય વળતર આપવામાં આવે. સરપંચ લક્ષ્મણભાઇ બાંભણીયાએ જણાવ્યું હતુ કે તાત્કાલિક ધોરણે રિસર્વે કરી વળતર આપવામાં નહી આવે તો તેઓ વાઢેરા ગામના ઉપસરપંચ પદેથી રાજીનામું આપશે.

English summary
Anger among those who did not get help due to the damage caused by the hurricane in Amreli
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X