મોઢવાડિયાની જીભ લપસી, વાનર સાથે કરી મોદીની તુલના!

ગુજરાતમાં કોંગ્રેસનો ચહેરો બનેલા અર્જુન મોઢવાડિયાએ મોદીના નામનો ઉલ્લેખ કર્યા વગર કહ્યું કે, કેટલાક લોકોને કુતરું કરડી ગયું છે, જે મનમોહન સિંહનું નામ લેતા રહે છે. આ લોકો પ્રધાનમંત્રી બનવાના સ્વપ્ન જોવા લાગ્યા છે. ત્યાર બાદ મોઢવાડિયાએ મનમોહન સિંહની તુલના સિંહ સાથ કરી છે અને કહ્યું છે કે વાનર ઝાડ પર બેસીને સિંહને પડકાર ફેંકે છે. મોઢવાડિયા મંગળવારે જુનાગઢમાં એક ચૂંટણી સભાને સંબોધી રહ્યાં હતા.
તેટલું જ નહીં મોઢવાડિયાએ મોદી પર પ્રહારો કરતા કહ્યું કે વિશ્વમાં સૌથી મોટું ખોટું બોલવાનો નોબલ પુરસ્કાર મોદીને જ આપવામાં આવવો જોઇએ. તેમણે કરોડોના પેકેજની ઘોષણા તો કરી દીધી છે પરંતુ ગુજરાતના બજેટમાં ક્યાંય પણ તેનો ઉલ્લેખ નથી.












Click it and Unblock the Notifications
