For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રમુખ સ્વામીના અંતિમ દર્શન માટે જિલ્લા વાર વ્યવસ્થા

|
Google Oneindia Gujarati News

બીએપીએસ સંસ્થા તેના મેનેજમેન્ટ માટે વખણાય છે આવી કપરી ઘડીમાં પણ પ્રમુખ સ્વામી દ્વારા તૈયાર કરવામાં આવેલા અનુશાસિત સંતોએ એક ઉત્તમ વ્યવસ્થા દેશવિદેશના હરિભક્તો માટે તથા મહાનુભાવો માટે ઉભી કરી છે જેમાં 17 તારીખ સુધી ગુજરાતના સમગ્ર જિલ્લાને તારીખ પ્રમાણે દિવસો ફાળવી દેવાયા છે

સારંગપુર ખાતે પરમ પૂજ્ય સ્વામીશ્રીનાં દર્શન તા.14-8 થી 16-8 દરમ્યાન 24 કલાક માટે ખુલ્લા રહેશે. રવિવારે તા.14-8-2016, સવારે 7 વાગ્યા થી દર્શન શરૂ થશે.

swaminarayan

જીલ્લા પ્રમાણે દર્શનની તારીખ આ પ્રમાણે છે.

તા. 14-8-2016 - રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ, અમદાવાદ, ખેડા, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા
તા. 15-8-2016 - તાપી, નર્મદા, ડાંગ, સેલવાસ, મુંબઈ, નવસારી, સુરત, બનાસકાંઠા, દાહોદ, છોટા ઉદેપુર
તા. 16-8-2016 - જામનગર, કચ્છ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, અરવલ્લી, પાટણ, મહીસાગર, વડોદરા, પંચમહાલ, આણંદ
તા. 17-8-2016 - સવારે 11 વાગ્યા સુધી - ભરૂચ, વલસાડ અને પરપ્રાન્ત

વિદેશના હરિભક્તો તેમની અનુકૂળતા મુજબ ઉપરોક્ત દિવસો દરમ્યાન દર્શને આવી શકશે. હરિભક્તો ઉપર જણાવેલ તારીખ મુજબ દર્શન કરવા આવશે તો જ સારી રીતે વ્યવસ્થા થઈ શકશે.

તમામ પ્રકારની વ્યવસ્થા સારી રીતે સચવાય તે માટે ઉતારાની કોઈ વ્યવસ્થા નથી. દર્શન કરીને તુરત વિદાય લેવાની રહેશે. જે જીલ્લાઓના હરિભક્તોએ જે તારીખે જવાનું છે તેમાં મહિલાઓ પણ આવી શકશે.

અંતિમવિધિ તા.17-8-2016 બપોરે 3 વાગ્યે રાખેલ છે. અંતિમ વિધિના દર્શન સંસ્થાની વેબસાઈટ live.baps.org પરથી લાઈવ થઈ શકશે.

English summary
Arrangement for pramukh swami antim darshan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X