તાલીમી પોલીસ અધિકારીના રૂમમાંથી ઝડપાય દારૂની બોટલ
ગાંધીનગર ખાતે તાલીમ લઇ રહેલા પીઆઇ પાસેથી દારુની બોટલ મળી આવતા ચક્ચાર મચી ગઇ હતી. રક્ષક જ ભક્ષક જેવો ઘાટ સર્જાયો હતો. ગુજરાતમાં દારુ બંધી છે અને તેનો અણલ કરવાની જવાબદારી પોલીસના હાથમાં છે પરંતુ અંહિયા તાલિમ લઇ રહેલા પીઆઇ જ કાયદાનો છડેચોક ઉલ્લંઘન કરતા જોવા મળ્યા હતા.

ડભોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ મળી હતી કે, કરાઇ એકેડેમીમાં ચોરીછુપીથી નશાકારક પદાર્થ લાવામાં આવે છે. ફરિયાદને પગલે તપાસ હાથ ધરવામાં આવતા કરાઇના એકેડેમી ઓફિસર બિલ્ડીગના રૂમ નંબર 17 માથી દારુની બોટલો મળી આવી હતી. આ બોટલ બનાસકાઠાના નિરંજન ચૌધરીની હોવાનું સામે આવ્યુ હતુ.
આ સમગ્ર મામલાનને ખૂભ જ ગંભીરતાથી લઇને તાલીમી વિભાગના વડા ડીજીપી વડા વિકાસ સહાયને કરતા તેમના દ્વારા સમગ્ર મામલે તાલીમી પીઆઇ સામે ગોનો નોધીને ગુનો દાખલ કરવાની સૂચના આપી હતી. અને આ દારુની બોટલ ક્યાંથી આવી કેવી રીતે લાવ્યા સહિની તપાસ કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
