આસારામની મુશ્કેલીઓ વધી, સુરતમાં પિતા-પુત્ર વિરૂદ્ધ બળાત્કારનો કેસ દાખલ
સુરત, 6 ઓક્ટોબર: એક કિશોરી સાથે જાતીય શોષણના આરોપમાં જોધપુરમાં બંધ આદ્યાત્મિક ગુરૂ આસારામની મુશ્કિલો વધી ગઇ છે. હવે ગુજરાતના સુરતમાં 2 બહેનોએ આસારામ અને તેમના પુત્ર નારાયણ સાંઇ વિરૂદ્ધ બળાત્કારનો કેસ દાખલ કરાવ્યો છે.
સુરતના જહાંગીરપુરા પોલીસ મથકમાં દાખલ કરવામાં આવેલી એફઆરઆઇમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે મોટી બહેન સાથે આસારામ અને નાની બહેન સાથે આસારામના પુત્ર નારાયણ સાંઇએ બળાત્કાર ગુજાર્યો છે અને આ ધૃણાસ્પદ કૃત્યમાં આસારામની પત્ની અને તેમની પુત્રીએ મદદ કરી છે. આસારામની પત્ની વિરૂદ્ધ પણ ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે.
સુરતના પોલીસ કમિશ્નર રાકેશ અસ્થાનાએ આસારામ અને તેમના પુત્ર નારાયણ સાંઇ વિરૂદ્ધ બળાત્કારનો કેસ દાખલ થયો હોવાની પુષ્ટિ કરતાં જણાવ્યું હતું કે પોલીસ કેસની તપાસ કરી રહી છે. નારાયણ સાંઇની આ કેસમાં પુછપરછ કરવામાં આવશે. તપાસ રિપોર્ટ આવ્યા પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે.
આસારામ અને નારાયણ સાંઇ પર આરોપ છે કે સુરત આશ્રમમાં આ બંને બહેનો આયુર્વેદિક દવાઓ બનાવવાનું કામ કરતી હતી. તે દરમિયાન આશ્રમમાં બંને બહેનોનું યૌન શોષણ થયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે પહેલાંથી એક કિશોરી સાથે યૌન શોષણના આરોપમાં જેલમાં બંધ આસારામને મંગળવારે રાજસ્થાનની હાઇકોર્ટમાં પણ રાહત મળી નથી. કોર્ટે તેમની જામીન અરજીને નકારી કાઢી હતી.

સુરતમાં આસારામ અને નારાયણ સાંઇ વિરૂદ્ધ બળાત્કારનો કેસ
ગુજરાતના સુરતમાં 2 બહેનોએ આસારામ અને તેમના પુત્ર નારાયણ સાંઇ વિરૂદ્ધ બળાત્કારનો કેસ દાખલ કરાવ્યો છે.

આસારામ તેમની પત્ની, પુત્ર અને પુત્રી વિરૂદ્ધ કેસ દાખલ
સુરતના જહાંગીરપુરા પોલીસ મથકમાં દાખલ કરવામાં આવેલી એફઆરઆઇમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે મોટી બહેન સાથે આસારામ અને નાની બહેન સાથે આસારામના પુત્ર નારાયણ સાંઇએ બળાત્કાર ગુજાર્યો છે અને આ ધૃણાસ્પદ કૃત્યમાં આસારામની પત્ની અને તેમની પુત્રીએ મદદ કરી છે. આસારામની પત્ની વિરૂદ્ધ પણ ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે.

નારાયણ સાંઇની પુછપરછ કરવામાં આવશે
નારાયણ સાંઇની આ કેસમાં પુછપરછ કરવામાં આવશે. તપાસ રિપોર્ટ આવ્યા પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે.

પિતા-પુત્ર દ્વારા 2 બહેનોનું યૌન શોષણ
આસારામ અને નારાયણ સાંઇ પર આરોપ છે કે સુરત આશ્રમમાં આ બંને બહેનો આયુર્વેદિક દવાઓ બનાવવાનું કામ કરતી હતી. તે દરમિયાન આશ્રમમાં બંને બહેનોનું યૌન શોષણ થયું હતું.

હાઇકોર્ટે જામીન અરજી નકારી કાઢી
પહેલાંથી એક કિશોરી સાથે યૌન શોષણના આરોપમાં જેલમાં બંધ આસારામને મંગળવારે રાજસ્થાનની હાઇકોર્ટમાં પણ રાહત મળી નથી. કોર્ટે તેમની જામીન અરજીને નકારી કાઢી હતી.












Click it and Unblock the Notifications
