મોરબીમાં કોંગ્રેસના ઉમેદવાર જયંતી પટેલના કારખાના પર હુમલો
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી ચાલી રહી છે. ત્યારે, એકબીજા પક્ષોના કાર્યકરો અને નેતાઓ પોતાના ઉમેદવારોને જીતાડવા માટે હિંસા પર પણ ઉતરવા લાગી ગયા છે.
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી ચાલી રહી છે. ત્યારે, એકબીજા પક્ષોના કાર્યકરો અને નેતાઓ પોતાના ઉમેદવારોને જીતાડવા માટે હિંસા પર પણ ઉતરવા લાગી ગયા છે. ત્યારે, મોરબી વિધાનસભા વિસ્તારના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર જયંતી પટેલના કારખાના પર હૂમલો કર્યાની ઘટના સામે આવી છે.

મોરબી નજીક ભડીયાદ રોડ ઉપર આવેલા વિન્ટેજ કારખાના ઉપર કોઈ અસામાજિક તત્વો એ સાંજના સુમારે આવી બેસુમાર પથ્થર મારો અને અને ધોકા અને પાઇપથી આંતક મચાવી કાચની કેબીનના કાચ તોડી ફોડી નાખેલા અચાનક આ હુમલો થતાં કારખાના માં નાસભાગ મચી ગઈ હતી. હુમલાખોરો રીક્ષા અને બાઈકમાં આવી આંતક મચાવી ત્યાંથી ફરાર થઈ ગયા હતા. આમ ચૂંટણી ના મતદાન ને આડે બે દિવસ રહિયા છે ત્યારે ભય ફેલાવવા ના ઇરાદે આ હુમલો થયો હોય તેવું દેખાય છે.
રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાય તેવા પ્રયાસ તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે. ત્યારે, આ પ્રકારની ડર અને હિંસાની ઘટનાઓ રાજ્યમાં લોકશાહી માટે ખતરા સમાન છે.












Click it and Unblock the Notifications
