ગુજરાત આસપાસ: પાટીદારોનું આંદોલન, ઊંજા સજ્જળ બંધ રહ્યું

[ગુજરાત આસપાસ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે.

આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.

ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

અમરેલી પાટીદાર સમાજનું આંદોલન

અમરેલી પાટીદાર સમાજનું આંદોલન

પાટીદાર સમાજ દ્વારા અનામત આંદોલનનો મામલો. અમરેલીમાં વિશાળ રેલીનું થયું પ્રસ્થાન. 10 હજાર કરતા વધુ લોકો રેલીમાં જોડાયા.

પિસ્તોલ સાથે એકની ધરપકડ

પિસ્તોલ સાથે એકની ધરપકડ

રાજકોટમાં એક શખ્શે પોલીસે પિસ્તોલ સાથે ઝડપી લીધો છે. આ શખ્શની પાસે એક પિસ્તોલ, બે કારતૂસ સાથે ભક્તિનગર પોલીસે ધરપકડ કરી છે.

બાયડમાં પાટીદારો દ્વારા અનામત આંદોલન

બાયડમાં પાટીદારો દ્વારા અનામત આંદોલન

બાયડમાં પાટીદારો દ્વારા અનામત આંદોલન રેલી યોજાઈ. મોટી સંખ્યામાં પાટીદારોએ મામલતદારને આવેદન આપ્યું.

ઊંઝા સજ્જળ બંધ

ઊંઝા સજ્જળ બંધ

ઊંઝા પાટીદાર સમાજે સ્થાનિક ધારાસભ્યને આવેદન પત્ર આપ્યું. પાટીદાર સમાજને ટેકો આપવા માટે આજે ઊંઝા સજ્જળ બંધ રહ્યું હતું.

કચ્છના 7 લોકોને આત્મહત્યા માટે ઉશ્કેર્યા

કચ્છના 7 લોકોને આત્મહત્યા માટે ઉશ્કેર્યા

હાલમાં રાધેમાની બબાલ જોરશોરથી ચાલી રહી છે. જેમાં કચ્છના 7 લોકોને રાધેમા દ્વારા આત્મહત્યા માટે ઉશ્કેરવામાં આવ્યા હોય તેવી ફરિયાદ નોંધાઇ છે. આ ફરિયાદને આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

કોર્ટમાં એક વ્યક્તિએ ઝેરી દવા પીધી

કોર્ટમાં એક વ્યક્તિએ ઝેરી દવા પીધી

ગાંધીનગર ફેમિલી કોર્ટમાં સર્જાયા નાટ્યાત્મક દ્રશ્યો સર્જાયા હતા. ગાંધીનગર ફેમિલી કોર્ટમાં એક વ્યક્તિએ ઝેરી દવા પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો.

ગોંડલ પંથકમાં વરસાદી છાંટા

ગોંડલ પંથકમાં વરસાદી છાંટા

ગુજરાતમાં ફરી એક વાર વરસાદી જોવા મળી રહ્યો છે જેની વચ્ચે વાદળછાયા વાતાવરણ બાદ બપોર પછી ગોંડલ પંથકમાં વરસાદી છાંટા પડ્યા હતા.

બનાસકાંઠા ખરીદ વેચાણ સંઘની ચૂંટણી સંપન્ન

બનાસકાંઠા ખરીદ વેચાણ સંઘની ચૂંટણી સંપન્ન

બનાસકાંઠા આજે ખરીદ વેચાણ સંઘની ચૂંટણી હેમખેમ સંપન્ન થઇ હતી. ચેરમેન અને વાઈસ ચેરમેનની બિનહરીફ વરણી કરી લેવામાં આવી છે.

મોબાઇલ ચોર ઝબ્બે

મોબાઇલ ચોર ઝબ્બે

અમદાવાદમાંથી લાખો રૂપિયાની કિંમતના મોબાઈલ ફોનની ચોરી કરનારા પોલીસના હાથે ઝડપાઇ ગયા છે. રૂ.11.80 લાખના મોબાઈલ ફોન કબજે લેવાયા છે, આરોપીઓ સાથે વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.

જજોને પ્લોટ ફાળવણીનો મામલો

જજોને પ્લોટ ફાળવણીનો મામલો

જજોને પ્લોટ ફાળવણીના મામલે હાઇકોર્ટે રાજ્ય સરકારને આદેશ આપ્યો છે, કોર્ટે જણાવ્યું છે કે પ્લોટ ફાળવણી અંગે જવાબ રજૂ કરવા આદેશ આપ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X