PM મોદીના બહેન ટપાલ દ્વારા મોકલાવશે રાખડી

[ગુજરાત આસપાસ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે.

આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.

ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

મોદીની બહેન ટપાલ દ્વારા મોકલશે રાખડી

મોદીની બહેન ટપાલ દ્વારા મોકલશે રાખડી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમની બહેન ટપાલ મારફતે રાખડી મોકલશે. વડાપ્રધાન પોતાના વ્યસ્ત કાર્યક્રમમાં હોવાના કારણે અને તેમના બહેનની તબિયત નાદુરસ્ત હોવાના કારણે તેઓ પીએમ મોદીને પોસ્ટ મારફતે મોકલશે રાખડી.

વિકાસના નામે હાલાકી

વિકાસના નામે હાલાકી

અમદાવાદના ભદ્ર પ્લાઝાના ગરીબ પાથરણાવાળાઓની વિકાસના નામે હાલાકી. હાઈકોર્ટે AMCને આદેશ આપ્યો. પાથરણાવાળાઓનું વેરિફીકેશનનું કામ કરો પૂર્ણ.

ટોપરોને ખબર જ નથી ચીટનીસ એટલે શું

ટોપરોને ખબર જ નથી ચીટનીસ એટલે શું

નાયબ ચીટનીસ પરીક્ષા પેપર લીક મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી. હાઈએસ્ટ માર્ક મેળવનારા પરિક્ષાર્થીઓને જ ખબર નથી કે નાયબ ચીટનીસનો હોદ્દો એટલે શું, તેના કાર્યો શું હોય છે?

કોંગ્રેસની બેઠક

કોંગ્રેસની બેઠક

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે ધારાસભ્યોની બેઠક યોજાઇ. કોંગ્રેસના ધારાસભ્યો અને પ્રદેશ મંત્રી અને મહામંત્રી તેમજ અન્ય કાર્યકરોએ હાજરી આપી હતી.

સુરતમાં આગ

સુરતમાં આગ

સુરતમાં મઘુરા ગેટચીટ પાસે ગીરીશ ગૃપ હોસ્પિટલમાં આગ લાગતા નાસભાગ મચી ગઇ હતી. ફાયર ફાયટર ઘટના સ્થળે પોહચી ગયું હતું. જોકે આ ઘટનામાં કોઇ જાનહાનિના સમાચાર મળ્યા નથી.

ભરૂચ/અમદાવાદ

ભરૂચ/અમદાવાદ

- પાટીદાર અનામત આંદોલન મામલો. જંબુસર-આમોદમાં પાટીદારોની રેલી યોજાઈ. અનામતની માગ સાથે રેલી યોજાઈ.
- પાટીદાર આંદોલન રેલી મામલો. પોલીસ ઉચ્ચ અધિકારીઓએ હાર્દિક પટેલ સાથે બેઠકની માગ કરી. રેલી સંદર્ભે પોલીસ અને હાર્દિક પટેલ વચ્ચે ચર્ચા થશે.

સીએમ ગંભીર

સીએમ ગંભીર

પાટીદાર અનામત આંદોલન મામલે સીએમ ગંભીર. મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પ્રધાનો પાસે માંગ્યા સૂચનો. કેબિનેટ બાદ કે. કૈલાસનાથન, અજય ભાદુ સાથે કરી સમીક્ષા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X