Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

''આપ'' દ્વારા આનંદીબહેનના રાજીનામાનો જશ લેવા પોસ્ટર લાગ્યા

[ગુજરાત આસપાસ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ.

પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ. ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

''આપ'' દ્વારા આનંદીબહેનના રાજીનામાનો જશ લેવા પોસ્ટર લાગ્યા

''આપ'' દ્વારા આનંદીબહેનના રાજીનામાનો જશ લેવા પોસ્ટર લાગ્યા

આનંદીબેને સોમવારે રાજીનામુ આપતા હવે દરેક પાર્ટી અને જ્ઞાતિઓ આ માટે પોતે જવાબદાર હોવાનો જશ ખાટી રહી છે. આનંદીબહેને રાજીનામું આપ્યા બાદ રાતોરાત સુરતમાં આપના પોસ્ટર લાગી ગયા છે. આપ પાર્ટી દ્વારા સુરમતાં ''આમ આદમીના ડરે, આનંદીબહેન ઘરે'' જેવા સ્લોગન સાથેના પોસ્ટર લાગેલા જોવા મળ્યા હતા.

કુકર્મી જયેશનો વીર્યનો રિપોર્ટ આવ્યો પોઝિટીવ

કુકર્મી જયેશનો વીર્યનો રિપોર્ટ આવ્યો પોઝિટીવ

વડોદરાની પારૂલ યુનિવર્સિટીમાં નર્સિગની વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ કરનાર આરોપી જયેશ પટેલના સેમ્પલના રિપોર્ટ પોઝિટીવ આવતા જયેશ પટેલે વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ કર્યા હોવાનું સાબિત થયું છે. નોંધનીય છે કે આરોપી જયેશ પટેલના પોલીસે વાળ, નખ, લાળ, સિમેન્સ તથા કપડાના સેમ્પલ સુરત એફએસએલ ખાતે મોકલ્યા હતા, જે સેમ્પલના રિપોર્ટ પોઝિટીવ આવ્યા હોવાનું એલસીબી પીઆઈ કે. જે. ચૌધરીએ જણાવ્યું હતુ. અત્યાર સુધી દુષ્કર્મ કર્યું હોવાનો નનૈયો ભણતા જયેશની પાપ લીલાનો ભાંડો રિપોર્ટ પોઝિટીવ આવતા જ ફૂટી ગયો છે.

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ સાપુતારામાં ભેખડો ધસી

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ સાપુતારામાં ભેખડો ધસી

દક્ષિણ ગુજરાતમાં વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે ત્યારે સાપુતારામાં ભેખડો ધરાશાયી થતા નાસીક હાઈવે બંધ કરાવામાં આવ્યો છે. જોકે તંત્રએ તુરંત જ ભેખડો અને કીચડ હટાવવાની કામગીરી હાથ ધરી છે. તેમ છતાં વરસાદ અને વૃક્ષો પડી જવાને કારણે ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ છે

અંબિકા નદી બે કાંઠે, 20 ગામો સંપર્ક વિહાણો

અંબિકા નદી બે કાંઠે, 20 ગામો સંપર્ક વિહાણો

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના પગલે અંબિકા નદીના નવા વરસાદી પાણી આવતા તેની અસર ડાંગમાં જોવા મળી રહી છે. અંબિકા નદીના આસપાસના 20 ગામો સંપર્ક વિહોણા બન્યા છે. ડાંગમાં છેલ્લા ચોવીસ કલાકમાં 76 મિલીમીટર, વઘઈમાં 132 મિલીમીટર અને સાપુતારાને 267 મિલીમીટર વરસાદ વરસી પડ્યો હતો. ત્યારે ભારે વરસાદે અહીંનું સામાન્ય જનજીવન અસ્ત વ્યસ્ત કર્યું છે.

નર્મદા ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં

નર્મદા ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં

ભારે વરસાદના કારણે સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં વધારો થયો છે. ઉપરવાસમાંથી ડેમમાં 78,445 ક્યૂસેક પાણીની આવક થઇ છે. જેથી નર્મદા ડેમની સપાટી 120.21 મીટરે પહોંચી છે. જે મુજબ નર્મદા ડેમ ઓવરફ્લો થવામાં માત્ર દોઢ મીટર બાકી છે. જે આગમી બે દિવસમાં જ થઇ જશે તેવું લાગે છે.દિવસમાં ઓવરફ્લો થવાની શક્યતા છે. ત્યારે ડેમ ઓવરફ્લો થવાથી ગુજરાતના અનેક પ્રશ્નો હલ થશે તેવી આશ લોકોને છે.

નવસારી વલસાડમાં ભારે વરસાદના પગલે મુંબઈ તરફ જતી ટ્રેનો મોડી

નવસારી વલસાડમાં ભારે વરસાદના પગલે મુંબઈ તરફ જતી ટ્રેનો મોડી

દક્ષિણ ગુજરાતના વલસાડ વાપીમાં ભારે વરસાદને પગલે મુંબઈ તરફ જતો ટ્રેન વ્યવહાર ખોરવાયો છે. વરસાદનું પાણી રેલ્વે ટ્રેક પર ફરી વળ્યું છે. વાપી અને ભીલાડ ની વચ્ચે રેલ્વે ટ્રેક ધોવાઈ જતા વરસાદથી ટ્રેનને વલસાડ, વાપી , ઉમરગામ સ્ટેશનો પર અટકાવી દેવાઈ છે રેલવેતંત્ર જણાવ્યું છે કે ટ્રેક ઉપર ઇન્સ્પેકશન કર્યા બાદ જ ટ્રેનને દોડાવાશે.

ભારે વરસાદના કારણે નીચે મુજબ ટ્રેનો રદ્દ કરવામાં આવી છે.

ભારે વરસાદના કારણે નીચે મુજબ ટ્રેનો રદ્દ કરવામાં આવી છે.

1. ટ્રેન નં.19059 સુરત-જામનગર ઈન્ટરસિટી રદ્દ
2. ટ્રેન નં.59045 બાંદ્રા-વાપી એક્સપ્રેસ રદ્દ
3. ટ્રેન નં.59038 સુરત-વિરાર ટ્રેન રદ્દ
4. ટ્રેન નં.59023 મુંબઈ-વલસાડ પેસેન્જર ટ્રેન રદ્દ

ભારે વરસાદના કારણે મોડી પડેલી ટ્રેનનું લિસ્ટ

ભારે વરસાદના કારણે મોડી પડેલી ટ્રેનનું લિસ્ટ

ભારે વરસાદના કારણે નીચે મુજબ ટ્રેનો મોડી આવશે.
1. ટ્રેન નં.11104 બાંદ્રા-ઝાંસી એક્સપ્રેસ સમય કરતા (5 કલાક મોડી)
2. ટ્રેન નં.19011 ગુજરાત એક્સપ્રેસ સમય કરતા (2 કલાક મોડી)
3.ટ્રેન નં.12009 શતાબ્દી એક્સપ્રેસ સમય કરતા (2.50 કલાક મોડી)
4. ટ્રેન નં.19023મુંબઈ-ફિરોજપુર એક્સપ્રેસ સમય કરતા (2.20 કલાક મોડી)
5. ટ્રેન નં.19215 મુંબઈ-પોરબંદર સમય કરતા (3.10 કલાક મોડી)

 જામનગરમાં હાઇ પ્રોફાઇલ કૂટણખાનું ઝડપાયું

જામનગરમાં હાઇ પ્રોફાઇલ કૂટણખાનું ઝડપાયું

જામનગર શહેરમાં બેડી બંદર રોડ ઉપર શ્રીજી સન્મુખ એપાર્ટમેન્ટમાં આવેલ હેમિંગબર્ડ સ્પાઇન સલૂનમાંથી કૂટણખાનું ઝડપાતા ચકચાર મચી ગયો હતો. દુકાનમાં વિદેશ મહિલાઓ બોલાવીને પુરુષો ગ્રાહકોને બોડી મસાજના ઓથા હેઠળ કૂટણખાનું ચલાવાતુ હોવાનું બહાર આવ્યું છે. આ બાબતની જાણ જામનગર એલ.સી.બી. બ્રાન્ચને થતાં આ જગ્યાએ રેડ પાડતા થાઈલેંડ દેશની પાંચ મહિલાઓ સાથે આ વેશ્યાવૃતિ ચલાવતા બે આરોપીઓ ઉદય રાયપુરા અને એકતા પ્રજાપતિ ને ૮૪,૪૦૦ તથા ચાર મોબાઈલ ફોન સાથે ઝડપ્યા હતા.

પાલડીમાં દુષ્કર્મનો ભોગ બનેલી યુવતીએ ગર્ભપાતની મંજૂરી માંગી

પાલડીમાં દુષ્કર્મનો ભોગ બનેલી યુવતીએ ગર્ભપાતની મંજૂરી માંગી

અમદાવાદના પાલડી વિકાસગૃહમાં ક્લર્કે મુકબધીર યુવતી પર કરેલ દુષ્કર્મ કેસમાં યુવતીએ ગર્ભપાત માટે હાઇકોર્ટમાં કરી છે. અને પોતાના 22 અઠવાડિયાનો ગર્ભ પડાવવા માંગ કરી છે. જે બાદ હાઇકોર્ટે યુવતીના મેડિકલ ચેક અપ માટે વી.એસ. હોસ્પિટલમાં મોકલી આપવા તેમજ 4 ઓગષ્ટ સુધીમાં રિપોર્ટ કરવા આદેશ કર્યા છે. ગર્ભપાતની મંજૂરી આપવી કે નહિ તે અંગે 4 ઓગસ્ટના રોજ હાઇકોર્ટ નિર્ણય કરશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X