ગુજરાત આસપાસ: સુરતમાં છ વર્ષની બાળા સાથે દુષ્કર્મ

[ગુજરાત આસપાસ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે.

આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.

ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

છ વર્ષની બાળા સાથે દુષ્કર્મ

છ વર્ષની બાળા સાથે દુષ્કર્મ

સુરતની સચિન જીઆઈડીસીમાં છ વર્ષની બાળા સાથે દુષ્કર્મ કરતા વાતાવરણ તંગ બન્યું છે. છ વર્ષની બાળકી સાથે પાડોશીએ દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. બાળકીના પરિવારજનોએ નોંધાવી ફરિયાદ. પોલીસ તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

પૂર્વ નાણાપ્રધાન સનત મહેતાનું નિધન

પૂર્વ નાણાપ્રધાન સનત મહેતાનું નિધન

ગુજરાતના પૂર્વ નાણાપ્રધાન સનત મહેતાનું આજે નિધન થયું છે, જેને કારણે રાજકીય ક્ષેત્રે અને બૌધિકોમાં શોકની લાગણી પ્રસરી હતી. તેઓ સારા રાજકીય વિશ્લેષક પણ હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સનત મહેતાના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું અને આપી શ્રદ્ધાંજલિ.

ગરીબકલ્યાણ મેળો યોજાશે

ગરીબકલ્યાણ મેળો યોજાશે

ઈકબાલગઢમાં 22મીએ પ્રાંતકક્ષાનો ગરીબકલ્યાણ મેળો યોજાશે. આરોગ્ય પ્રધાન નીતિન પટેલના હસ્તે લાભાર્થીઓને સહાય આપવામાં આવશે.

પાટીદાર અનામત આંદોલન મામલે સરકાર ભીંસમાં

પાટીદાર અનામત આંદોલન મામલે સરકાર ભીંસમાં

પાટીદાર અનામત આંદોલન મામલે સરકાર ભીંસમાં આવતી દેખાઇ રહી છે. આંદોલનને લઈ સરકારમાં દોડધામ વધી ગઇ છે. અધિકારીઓની ચાલી રહી છે મેરોથોન બેઠકો, પરંતુ કોઇ ઉકેલ દેખાતા નથી.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ચર્ચા

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ચર્ચા

રાજ્ય ચૂંટણી પંચના અધિકારીઓ-કલેક્ટર વચ્ચે બેઠક. કલેક્ટર ઓફિસમાં યોજાઈ બેઠક. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ થશે ચર્ચા.

હવે બ્રાહ્મણ સમાજે ઝંપલાવ્યૂ

હવે બ્રાહ્મણ સમાજે ઝંપલાવ્યૂ

હવે બ્રાહ્મણ સમાજે અનામતની માગ સાથે રેલી યોજી છે. બ્રાહ્મણ સમાજે મહેસાણામાં રેલીનું આયોજન કરી મામલતદાર કચેરીએ પહોંચી આવેદન પત્ર પાઠવ્યું હતું.

મામલતદાર અને અરજદારો વચ્ચે ઝપાઝપી

મામલતદાર અને અરજદારો વચ્ચે ઝપાઝપી

વેરાવળમાં પુરવઠા મામલતદાર અને અરજદારો વચ્ચે ઝપાઝપી થતા વાતાવરણ ગરમાયું છે. મામલતદાર ઓફિસમાં થઈ ઝપાઝપી. ઝપાઝપીમાં પુરવઠા મામલતદારને સામાન્ય ઈજા પહોંચી છે.

તબીબને બ્લેકમેલ રૂ.50 હજાર સેરવ્યા

તબીબને બ્લેકમેલ રૂ.50 હજાર સેરવ્યા

પાદરાના તબીબને બ્લેકમેલ કરનાર માતા-પુત્રી, જમાઈની ધરપકડ કરવામાં આવી છે. તબીબ પર ખોટો આરોપ મુકી બ્લેકમેલ કરી રૂ.50 હજાર પડાવ્યા હતા.

સ્વ.રાજીવ ગાંધીની આજે જન્મજયંતિ

સ્વ.રાજીવ ગાંધીની આજે જન્મજયંતિ

સ્વ.રાજીવ ગાંધીની આજે જન્મજયંતિ છે, જેના ઉપક્રમે કોંગ્રેસ દ્વારા નહેરુ બ્રિજ પર તિરંગા બલૂન છોડવાનો કાર્યક્રમ યોજ્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X