પાટીદાર અગ્રણીની આત્મવિલોપનની ચીમકી

[ગુજરાત આસપાસ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે.

આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.

ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

ફરજિયાત મતદાન પર HCનો સ્ટે

ફરજિયાત મતદાન પર HCનો સ્ટે

ગુજરાતના નાગરિકોના હિતમાં હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે જેમાં ફરજિયાત મતદાન પર સ્ટે ઓર્ડર આપી દીધા છે. કાયદાની બંધારણીયતાને હાઈકોર્ટમાં પડકારાઈ હતી. હાઈકોર્ટમાં અરજદારની રજૂઆત, મતદાન એ બંધારણે આપેલો હક છે, બંધારણે જે હક આપ્યા છે તેને રાજ્ય સરકાર ફરજમાં બદલી શકે નહીં. હાઈકોર્ટનું અવલોકન છે કે મતાધિકારને ફરજમાં બદલી શકાય નહી.

પાટીદાર અગ્રણીની આત્મવિલોપનની ચીમકી

પાટીદાર અગ્રણીની આત્મવિલોપનની ચીમકી

રાજકોટના ઉપલેટામાં પાટીદાર અનામત આંદોલન વધુને વધુ ઉગ્ર બનતુ જઇ રહ્યું છે. ઉપલેટાના પાટીદાર અગ્રણીએ આત્મવિલોપનની ચીમકી આપી છે. 25 સપ્ટેમ્બર સુધી સરકાર અનામત મુદ્દે ન જાગે તો કરશે આત્મવિલોપન એવી જાહેરાત કરતા સ્થિતિ વધુ તંગ બની છે.

રાધનપુરમાં અનામત રેલી

રાધનપુરમાં અનામત રેલી

રાધનપુરમાં પાટીદાર અનામત રેલી નીકળી. પાંચ હજારથી વધુ પાટીદારો રેલીમાં જોડાયા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું અને શાંતિપૂર્ણ તેનું સમાપન થયું.

ખુલ્લા મેદાનમાં ભળે છે બાળકો

ખુલ્લા મેદાનમાં ભળે છે બાળકો

મહેસાણા જિલ્લાના જોટાણાના સુરજ ગામની પ્રાથમિક શાળાનું મકાન જર્જરિત હાલતમાં પડ્યું છે, જેને પરિણામે છેલ્લા છ માસથી ખુલ્લા મેદાનમાં વિદ્યાર્થીઓને ભણવા માટે બેસાડાવમાં આવે છે

અમદાવાદ

અમદાવાદ

જામનગરના ધ્રોલ તાલુકામાં ઉંડ નદીમાં રેતી ખનનનો મામલો સામે આવ્યો છે. હાઇકોર્ટે જામનગર કલેક્ટર અને ભૂસ્તરશાસ્ત્રીને નોટિસ ફટકારી છે.

બળાત્કારમાં 10 વર્ષની સજા

બળાત્કારમાં 10 વર્ષની સજા

ઉમરેઠ તાલુકાના સિની ગામના ચકચારી બળાત્કારનો કિસ્સો પ્રકાશમાં આવતા ચકચાર મચી ગયો છે. સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ દ્વારા અપાયો ચુકાદો. આરોપીને 10 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી.

ઓસ્ટ્રેલિયન મીડિયામાં ભારતીય દવાઓની ચર્ચા

ઓસ્ટ્રેલિયન મીડિયામાં ભારતીય દવાઓની ચર્ચા

ભારત માટે ખૂબ જ ગર્વ લેવા જેવી બાબત છે કે ઓસ્ટ્રેલિયન મીડિયામાં ભારતીય દવાઓની ચર્ચા થઇ રહી છે. ભારતની જેનેરિક દવાના કારણે એક ઓસ્ટ્રેલિયનની જિંદગી બચાવી લેવાઇ.

જેલમાંથી મળ્યો મોબાઇલ

જેલમાંથી મળ્યો મોબાઇલ

સુરતની લાજપોર મધ્યથ જેલમાં બેરેક નંબર 3માં મોબાઈલ મળી આવ્યો છે. જુનેદ પટેલ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. સચિન પોલિસ સ્ટેશનમાં નોંધાઇ હતી ફરીયાદ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X