ગુજરાત આસપાસ: અમદાવાદમાં 20 જગ્યાએ આઈટીના દરોડા

[ગુજરાત આસપાસ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે.

આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.

ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

 હજી ચાર ગામો સંપર્ક વિહોણા

હજી ચાર ગામો સંપર્ક વિહોણા

બનાસકાંઠામાં પૂરની સ્થિતિ પછી ધીરે ધીરે સંપર્ક વિહોણા ગામો ફરી સંપર્કમાં આવી રહ્યા છે. જોકે વાવના ચાર ગામ હજુ પણ સંપર્ક વિહોણાં છે. આ ગામોમાં મૂરિખા, માડકા, ભાચલી અને ભાટવર ગામોનો સમાવેશ થાય છે જે હજી પણ સંપર્ક વિહોણા છે.

આઇટીના દરોડા

આઇટીના દરોડા

અમદાવાદમાં 20 જગ્યાએ આઈટી ડિપાર્ટમેન્ટ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. ફાર્માસ્યુટિકલ કંપનીના 20 સ્થળોએ આઈટી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા.

પાટીદારોની અનામત રેલી

પાટીદારોની અનામત રેલી

ગુજરાતના પાટીદારો અનામત મામલે રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. રોજ ક્યાંકને ક્યાંગ પાટીદારોની અનામત રેલીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આજે અમદાવાદના વટવા પાસે પાટીદાર સમાજની રેલી નીકળી હતી. રેલીના ભાગ રૂપે પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

અકસ્માત સર્જાતા 5નાં મોત

અકસ્માત સર્જાતા 5નાં મોત

ઉચ્છલ તાલુકાના ગાંધીનગરની સીમમાં ગંભીર અકસ્માત સર્જાયો. કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા 5નાં મોત થયા છે.

કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન

કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું.

હથિયાર લાઇસન્સ માટે યૂનીક આઇડી

હથિયાર લાઇસન્સ માટે યૂનીક આઇડી

હથિયાર રાખનાર પ્રજાને યૂનીક આઇડી ફાળવવામાં આવશે
શહેર પોલીસ દ્વારા હથિયારના લાઇસન્સની વિગતો ઓનલાઇ થશે.

વડોદરા

વડોદરા

રોજગારી ન મળતા કલેક્ટર ઓફિસે તાળાબંધી કરવા જતા યુથ કોંગ્રેસના 10થી વધુ કાર્યકરોની અટકાયત

નારાયણ સાંઇને કોર્ટમાં રજૂ કરાયો

નારાયણ સાંઇને કોર્ટમાં રજૂ કરાયો

બળાત્કાર અને લાંચ પ્રકરણમાં નારાયણ સાંઇને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. નારાયણ સાંઇ સામે ચાર્જ ફ્રેમ 18મી ઓગસ્ટે થશે. બંને કેસોમાં મુદ્દત પડતા સાંઇને પાછો લાજપોર જેલ લઇ જવામાં આવ્યો.

પાટીદારોની રેલીના પગલે સીએમનો કાર્યક્રમ રદ્દ

પાટીદારોની રેલીના પગલે સીએમનો કાર્યક્રમ રદ્દ

હાલમાં સમગ્ર ગુજરાતમાં પાટીદારો દ્વારા અનામત માટે રેલીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના પગલે રાજકોટમાં આવતીકાલે યોજાનાર સીએમનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે. હેમુગઢવી હોલમાં સીએમના હસ્તે 1000 યુવાનોને રોજગાર પત્રો આપવાનો કાર્યક્રમ યોજાવાનો હતો.

અરવલ્લી

અરવલ્લી

મોડાસામાં બસસ્ટેશન વિસ્તારમાં પરપ્રાંતિય મહિલા પર એસિડથી હુમલો કરવામાં આવ્યો. પોલીસ ચોકીથી માત્ર 100 મીટરના અંતરે બનેલી આ ઘટનાથી ચકચાર. મહિલાને સારવાર માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X