અમદાવાદમાં આતિથ્ય સરકારથી અભિભૂત થયા ઓસ્ટ્રેલિયન પીએમ, સ્વાગતને અતુલ્ય ગણાવ્યુ
ભારત પહોંચીને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બનીઝે ટ્વીટ કરીને જણાવ્યુ કે, અમદાવાદ, ભારતમાં અવિશ્વસનીય સ્વાગત. ઓસ્ટ્રેલિયા-ભારત સંબંધો માટે મહત્વપૂર્ણ પ્રવાસની શરૂઆત.
અમદાવાદ : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદ ખાતે રમાવા જઈ રહેલી ચોથી ટેસ્ટ મેચ માટે ઓસ્ટ્રેલિયન પીએમ અમદાવાદ પહોંચી ગયા છે. અહીં 9 માર્ચે તે પીએમ મોદી સાથે મેચ જોવા પહોંચશે. 8થી 11 માર્ચ દરમિયાન ભારતની સત્તાવાર મુલાકાતે આવેલા ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનનું ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વાગત કર્યું હતું. આ દરમિયાન ગુજરાતના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ પણ હાજર હતા. ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન સાથે વેપાર અને પર્યટન મંત્રી સેનેટર ડોન ફેરેલ, સંસાધન મંત્રી મેડેલીન કિંગ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય વેપારી પ્રતિનિધિમંડળ પહોંચ્યુ છે.

ભારત પહોંચીને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બનીઝે ટ્વીટ કરીને જણાવ્યુ કે, અમદાવાદ, ભારતમાં અવિશ્વસનીય સ્વાગત. ઓસ્ટ્રેલિયા-ભારત સંબંધો માટે મહત્વપૂર્ણ પ્રવાસની શરૂઆત.
બીજી તરફ તેમના પહોંચ્યા પહેલા પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, ભારત ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનના આગમનની આતુરતાથી રાહ જોઈ રહ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે તેઓ ભારત-ઓસ્ટ્રેલિયા દ્વિપક્ષીય સંબંધોને આગળ લઈ જવા માટે ચર્ચાની રાહ જોઈ રહ્યા છે.
ભારત રવાના થતા પહેલા ઓસ્ટ્રેલિયન પીએમ અલ્બનિઝે ટ્વિટર પર કહ્યું હતું કે, આ મુલાકાત બંને દેશો વચ્ચે સંબંધોને ગાઢ બનાવવા અને સ્થિરતા અને વિકાસ માટે એક બળ બનવાની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.
તેમણે ટ્વિટ કર્યું કે, આજે હું મંત્રીઓ અને બિઝનેસ લીડર્સનું એક પ્રતિનિધિમંડળ ભારત લાવી રહ્યો છું. ઓસ્ટ્રેલિયા અને ભારતની સમૃદ્ધ મિત્રતા છે, જે આપણા સહિયારા હિતો, આપણા સહિયારા લોકતાંત્રિક મૂલ્યો, આપણા લોકો વચ્ચેના બંધન અને ઉષ્માભરેલી મજબૂત મિત્રતા પર આધારિત છે.












Click it and Unblock the Notifications
