કેજરીવાલ સાથે જમવાવાળો ઓટો ડ્રાઇવર નીકળ્યો PM મોદીનો આશિક, કુમાર વિશ્વાસે કહી આ વાત
ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે આક્રમક રીતે પ્રચાર કરી રહેલા આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે જે ઓટો ડ્રાઇવરના ઘરે ભોજન લીધું હતું એ હવે પોતાને વડાપ્રધાન મોદીનો સમર્થક જણાવી રહ્યો છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે આક્રમક રીતે પ્રચાર કરી રહેલા આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે જે ઓટો ડ્રાઇવરના ઘરે ભોજન લીધું હતું એ હવે પોતાને વડાપ્રધાન મોદીનો સમર્થક જણાવી રહ્યો છે. આ ઓટો ડ્રાઇવર વિક્રમ દત્તાણી અમદાવાદમાં વડાપ્રધાન મોદીની જનસભામાં ભાજપની ટોપી લગાવીને પહોંચી ગઇ હતી. દત્તાણીએ આ દરમિયાન મીડિયા સાથે વાતચીત કરતા સમયે જણાવ્યું હતું કે, તેઓ શરૂઆતથી જ વડાપ્રધાન મોદીનો પ્રસંશક રહ્યા છે અને ભાજપને મત આપતો રહ્યો છે.

હું આપનો સભ્ય નથી
કેજરીવાલને પોતાના ઘરે જમવા બોલાવવા અંગે મને યૂનિયન વાળાએ મને કહ્યું હતું કે, કેજરીવાલને આમંત્રણ આપવાનું છે, જેથી મેં તેમને જમવા બોલાવ્યા હતા.
દત્તાણીનું કહેવું છે કે, જ્યારે તેમણે આમંત્રણ સ્વીકારી લીધું તો તેમને લેવા જવું જ પડે. આ સાથે રિક્ષા ડ્રાઇવરે જણાવ્યું હતું કે, તે વડાપ્રધાન મોદીનો આશિક છે અને તેમનાથી પ્રભાવિત છે. આ સાથે તેને સ્વીકાર્યું કે તે આમ આદમી પાર્ટીનો સદસ્ય નથી.

દિલ્હીના મુખ્યમંત્રી પોલીસકર્મીઓને પોતાની સાથે રાખવા માટે તૈયાર ન હતા
ઉલ્લેખનીય છે કે, જ્યારે અરવિંદ કેજરીવાલ દત્તાણીના ઘરે ગયા હતા અને ભોજન લીધું હતું, ત્યારે હોહા મચી ગઇ હતી. ઓટો-રિક્ષા ચાલક ઘરે જાય તે પહેલા કેજરીવાલના સુરક્ષા પ્રોટોકોલને કારણે કેટલાક પોલીસ અધિકારીઓ સાથે ઉગ્ર દલીલ પણ થઈ હતી.
હકીકતમાં દિલ્હીના મુખ્યમંત્રી પોલીસકર્મીઓને પોતાની સાથે રાખવા માટે તૈયાર ન હતા. પોલીસકર્મીઓ પણ કેજરીવાલને દત્તાણીની ઓટોમાં બેસીને જવા દેવાની ના પાડી રહ્યા હતા.

કુમાર વિશ્વાસે કર્યો કટાક્ષ
કેજરીવાલ દત્તાણીના ઘરે ભોજન લેતા હોવાની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી, પણ હવે દત્તાણીના બદલાયેલા સૂરોએ આપને બેકફૂટ પર ધકેલી દીધા છે.
આ સમાચાર સામે આવ્યા બાદ AAPના પૂર્વ નેતા કુમાર વિશ્વાસે ટ્વીટ કરીને કહ્યું કે, 'પોતાની તમામ અયોગ્ય જહાલત માટે, આ વસ્તુઓ વિશે જણાવનારા તમે, છેતરપિંડીથી ઢંકાયેલા સત્યના મસીહા છો, અમે તમને તમારાથી વધું જાણીએ છીએ.
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા





Click it and Unblock the Notifications
