For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બોરસાદમાં અઝહરે કહ્યું, 'તમે અઝહરુદ્દીન ના બનતા'

|
Google Oneindia Gujarati News

આણંદ,૧૧ જાન્યુઆરીઃ આણંદ જિલ્લાનાં બોરસદખાતે આવેલી હનીફા ઇગ્લીંશ મીડીયમ સ્કુલના વાર્ષિકોત્સવ પ્રસંગે ખાસ ઉપસ્થીત ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને સાંસદ અઝહરુદીને જણાવ્યું હતું કે, યુવાનોએ સફળતા માટે સતત પ્રયત્નશીલ રહેવું જોઇએ.કોઇ વાર યોગ્ય તક ન મળે અથવા સફળતા ન મળે તો તેનાથી નાસીપાસ થવાને બદલે વધુ મહેનત કરી ઉત્તમ દેખાવ કરી સફળતાના લક્ષ્યાંક સાથે સતત પ્રયત્નશીલ રહેવા અનુરોધ કર્યો હતો. તેમણે કહયુ હતું કે, તમે અઝહરુદીન ન બનજો .પરંતુ અઝહરુદીન કરતાં કંઇક વધારે વિશેષ બની અને કરી બતાવજો.

બોરસદની હનીફા ઇગ્લીંશ મીડીયમ સ્કુલના વાર્ષિકોત્સવ પ્રસંગે ખાસ ઉપસ્થીત રહેલા મોહંમદ અઝહરુદીને વધુમાં જણાવ્યું હતું કે, બોરસદ જેવા નાના શહેરમાં પછાત અને વંચિતોના શિક્ષણ માટે જે શિક્ષણની ધુણી ધખાવવામાં આવી છે. તે આવતી કાલે રંગ લાવશે. અને તેમણે આ માટે શાળા સંચાલક મંડળના ફૈસલ ફાજલાણીને અભિનંદન આપ્યા હતા. તેમણે શાળાના ઉચ્ચ પરીણામ બદલ પણ આનંદ વ્યકત કર્યો હતો. આ પ્રસંગે પારુલ ઇન્સ્ટીટયુટના મેનેજીંગ ડાયરેકટર દીવ્યાંશુ જયેશભાઇ પટેલે પ્રાસંગિક પ્રવચન કરતાં બાળકોને ઉચ્ચ ધ્યેય સાથે અભ્યાસરત બનવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે શાળાના ડાયરેકટર ઝુબેરભાઇ ગોપલાણીએ સ્વાગત પ્રવચન કરી શાળાની પ્રવૃત્તિનો ખ્યાલ આપ્યો હતો. જયારે શાળાના આચાર્ય હરીન્દરકૌર ધીલ્લોને શાળાની વાર્ષિક પ્રવૃત્તિઓ અને સફળતાનો અહેવાલ રજુ કર્યો હતો.

આ પ્રસંગે આનંદાલ્ય વિદ્યાલયના આચાર્ય તેમજ મધુવિતા જાના વિનુભાઇ માસ્ટર વિગેરે ઉપસ્થીત રહ્યા હતા. નવરસ થીમ પર યોજાયેલ આ વાર્ષિક ઉત્સવમાં પ્રારંભમાં શાળાના બાળકોએ પ્રાર્થનાથી પ્રારંભ કર્યો હતો. અને ત્યારબાદ ભકિતરસમાં સર્વ ધર્મ નાટક રજુ કરવામાં આવ્યુ હતું. ત્યારબાદ વાત્સલ્ય રસમાં લોહીની સગાઇ નાટક કરુણ રસમાં બેકાર યુવાનનું નાટક, એક્સીડન્ટનો સંદેશ દહેજ અને બાળ મજૂરો ઉપર સંદેશ આપતાં નાટકો રજુ કરાયા હતા. આ ઉપરાંત વિરરસ રૌદ્રરસ,શાંતરસ, હાસ્યરસ , બિભત્સરસ સહિતના નવરસ ઉપર જુદા જુદા નાટક ડાન્સ નૃત્ય જેવા કાર્યક્રમો શાળાના માસુમ ભુલકાંઓએ રજુ કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન શાળાના માસુમ ભુલકાંઓ દ્વારા સફળતા પૂર્વક કરાયુ હતું આ કાર્યક્રમને સફળ બનાવવા પાછળ શાળાની શિક્ષિકા અને શિક્ષકોએ પણ ભારે જહેમત ઉઠાવી હતી.

સ્કુલના વાર્ષિકોત્સવ પ્રસંગમાં અઝહરુદ્દિનની હાજરી

સ્કુલના વાર્ષિકોત્સવ પ્રસંગમાં અઝહરુદ્દિનની હાજરી

આણંદ જિલ્લાનાં બોરસદખાતે આવેલી હનીફા ઇગ્લીંશ મીડીયમ સ્કુલના વાર્ષિકોત્સવ પ્રસંગે ખાસ ઉપસ્થીત ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને સાંસદ અઝહરુદીને જણાવ્યું હતું કે, યુવાનોએ સફળતા માટે સતત પ્રયત્નશીલ રહેવું જોઇએ.કોઇ વાર યોગ્ય તક ન મળે અથવા સફળતા ન મળે તો તેનાથી નાસીપાસ થવાને બદલે વધુ મહેનત કરી ઉત્તમ દેખાવ કરી સફળતાના લક્ષ્યાંક સાથે સતત પ્રયત્નશીલ રહેવા અનુરોધ કર્યો હતો.

English summary
former cricketer and MP mohammad azharuddin attend function of hanifa school borsad.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X