ચૂંટણીમાં મતદાન કરવા શ્રમયોગીઓને રજા આપવા ચૂંટણી પચંની સૂચના
રાજયની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓની પેટા ચૂંટણીઓમાં આગામી તા. ૬ ઓગસ્ટ -૨૦૨૩ રવિવારના રોજ સવારે ૭.૦૦ કલાકથી સાંજના ૬.૦૦ કલાક સુધી મતદાન યોજાનાર છે. જે વિસ્તારના ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ (રેગ્યુલેશન ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ કંડીશન્સ ઓફ સર્વિસ) એક્ટ- ૨૦૧૯ હેઠળ નોંધાયેલ સંસ્થાઓના શ્રમયોગીઓ/ કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ખાસ રજા મંજૂર કરવાની રહેશે તેમજ કર્મચારીના પગારમાંથી કોઇ કપાત કરવાની રહેશે નહીં.

આ જોગવાઇ અનુસાર રોજમદારે/ કેજ્યુઅલ કામદારો પણ મતદાનના દિવસે રજા અને વેતનના હકદાર રહેશે. જે કોઇ માલિક જોગવાઈ વિરુદ્ધનું વર્તન કરશે તો દંડ અને શિક્ષાને પાત્ર રહેશે તેમ, યાદીમાં વધુમાં જણાવાયું છે.












Click it and Unblock the Notifications
