For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Photos:આબુના પાણીએ પૂરમાં ફસાયેલા બનાસકાંઠાની મુશ્કેલી વધારી

રાજસ્થાનના પાણીને લીધે બનાસકાંઠાની નદીઓ બની ગાંડીતૂર. સેનાએ શરૂ કર્યો બનાસકાંઠામાં બચાવ કાર્ય. જાણો બનાસકાંઠા અને પૂર અંગે તમામ જાણકારી વિગતવાર અહીં.

|
Google Oneindia Gujarati News

2 વર્ષ પછી ફરી એક વાર બનાસકાંઠા જલપ્રલય જેવી પરિસ્થિતિનું સાક્ષી બન્યું છે. આબુ અને રાજસ્થાનમાં ભારે વરસાદના કારણે નદીઓમાં જે પાણી છોડવામાં આવ્યું છે તેણે બનાસ નદીને ગાંડીતૂર બનાવી છે. બનાસકાંઠામાં લીમડી નદીના પાણી વધતા ડીસા અને તેની આસપાસના અનેક ગામોની હાલત મુશ્કેલ બની છે. સાંબેલાધાર વરસાદ પછી સોમવાર બનાસકાંઠામાં તંત્ર દ્વારા 500થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. વધુ આજે પણ સવારથી જ ડીસાની આસપાસ હેલિકોપ્ટરો લટાર મારી રહ્યા છે. સાથે જ જરૂરિયાતમંદ લોકોને ફૂડ પેકેડ અને પાણી સ્પલાય કરી રહ્યા છે.

આબુના પાણી

આબુના પાણી

ઉલ્લેખનીય છે કે રાજસ્થાનમાં ભારે વરસાદ પડતા મોન્ટ આબુનું નક્કી લેક તળાવ ઓવરફ્લો થઇ ગયું છે. મોન્ટ આબુ જવાના રસ્તામાં પણ ઠેર ઠેર ભેખડ પડી હોવાના કારણે મોન્ટ આબુમાં કોઇને ઉપર ચઢવા નથી દેવામાં આવી રહ્યા. વધુમાં સૂંઢાજી અને આબુમાં ભારે વરસાદ પડતા ત્યાંનું પાણી ઉત્તર ગુજરાતની મુશ્કેલી વધારી રહ્યું છે. ત્યાંથી ભૌગાલિક રીતે જે પાણી આવે છે તેના કારણે બનાસ અને લિમડી જેવી બનાસકાંઠાની નદીઓ ગાંડીતૂર બની છે.

બનાસ નદી

બનાસ નદી

બનાસ નદી બે કાંઠે ભયજનક સપાટી પર છે. વળી દાંતીવાડા ડેમ પણ ઓવરફ્લો તથા તેના તમામ દરવાજા ખોલવામાં આવ્યા હતા. ભારે વરસાદ અને આટલા પાણીના લીધે ગૂંગળ, બેચડા, ધાનેરા જેવા અનેક ગામો બેટમાં ફેરવાઇ ગયા છે. અને લોકો અફવાઓ અને ભયના ઓથાર નીચે સમય પસર કરી રહ્યા છે.

લોકોનો બચાવ

લોકોનો બચાવ

હાલ તો સૌરાષ્ટ્ર પછી ઉત્તર ગુજરાતની જે પરિસ્થિતિ થઇ છે તે માટે સેના અને એરફોર્સ સમેત એનડીઆરએફની ટુકડીઓ બોલવી બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. સોમવારે 500 લોકોનો બચાવ કરવામાં આવ્યો હતો અને મોટી સંખ્યામાં લોકોને સ્થળાંતર કરવામાં આવ્યું હતું અને સાથે જ લોકોને હેલિકોપ્ટર દ્વારા ફૂડ પેકેટ આપવામાં આવ્યા હતા.

નુક્શાન

નુક્શાન

ઉલ્લેખનીય છે કે પૂરના કારણે મોટા પ્રમાણમાં રસ્તાઓનું ધોવાણ થયું છે તો સાથે જ રેલ્વે ટ્રેક પણ ધોવાઇ ગયા છે. ભીલડીથી સમદડી સુધી રેલ્વે ટ્રેક ધોવાયા છે. તો સાંતલપુરના 5 ગામો પણ સંપર્ક વિહાણો બન્યા છે. સીએમ વિજય રૂપાણીએ પણ હેલિકોપ્ટર દ્વારા આ સમગ્ર વિસ્તારનું હવાઇ નિરીક્ષણ કરીને બચાવ કાર્યક્રમ અંગે જાણકારી મેળવી હતી.

English summary
Due to heavy rain and flood like situation in Banaskantha,Indian Army help to rescue people. Read here more news on Banaskantha flood situation and Rescue operation photos.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X