જૂનાગઢમાં બાંગ્લાદેશી સગીરા સાથે થયું દૃષ્કર્મ
ગુજરાતમાં વધુ એક દૃષ્કર્મનો કેસ આવ્યો બહાર. સગીરાએ કર્યા ચોંકાવનારા ખુલાસા. વધુ વાંચો અહીં.
જૂનાગઢમાં બાંગ્લાદેશી સગીરા સાથે દૃષ્કર્મ થયું હોવાનુ બહાર આવ્યું છે. સગીરાએ માંગરોળ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં સગીરાએ જણાવ્યું છે કે તેની સાથે 21 વખત દૃષ્કર્મ આચરવામાં આવ્યું છે. યુવતીનું કહેવુ છે કે એક મહિલા દ્વારા તેને દેહ વેપારમાં ધકેલવામાં આવી હતી. અને તે ભારે મુશ્કેલી બાદ આમાંથી બહાર આવી છે.

વધુમાં સગીરાએ જણાવુ કે તેની સાથે અન્ય 11 જેટલી યુવતીઓ પણ હતી. સગીરાએ આ અન્ય 11 યુવતીઓને પણ બચાવવાની પણ પોલીસને અપીલ કરી છે. આ મામલે પોલીસે અમદાવાદ તેમજ માંગરોળના અજાણ્યા લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. વધુમાં તપાસ એલસીવીમાં સોંપવામાં આવી છે. નોંધનીય છે કે હાલ ગુજરાતમાં મહિલાઓ પર દૃષ્કર્મના કિસ્સા વધ્યા છે.












Click it and Unblock the Notifications
