દાંતામાં માદા રીંછે આધેડ વ્યક્તિ પર કર્યો હુમલો

Subscribe to Oneindia News

દાંતા તાલુકાના વિજલાસણના જોરાપુરાના આધેડ વહેલી સરવારે કુદરતી હાજતે ગયા હતા ત્યારે પોતાના બે બચ્ચા સાથે આવી ચડેલી માદા રીંછે હુમલો કરી માંથાના ભાગે ગંભીર ઇજા પહોંચાડી હતી. ત્રણ મહિના પહેલા વન વિભાગ દ્વારા એક રીંછને મોતને ઘાટ ઉતારવામાં આવ્યું હતું. તે રીંછે પણ ત્રણ મનુષ્યનો શિકાર કર્યો હતો. જેથી તેને મારી નાખવામાં આવ્યું હતું. હાલ ગંભીર રીતે ઇજા પામેલા આધેડને દાંતામાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ પાલનપુર લઇ જવામાં આવ્યા હતા.

banaskantha

મળતી માહિતી અનુસાર દાંતા તાલુકાના વિજલાસણના જોરાપુરાના હઠીસિંહ રણછોડસિંહ ચૌહાણ (ઉં.વ.60) સોમવારે સવારે છ વાગે જંગલ વિસ્તારમાં કુદરતી હાજતે ગયા હતા. ત્યારે ત્યાં અચાનક બે બચ્ચાં સાથે આવી ચડેલા માદા રીંછે તેમના ઉપર હુમલો કર્યો હતો. અને હઠીસિંહનું માથું ફાડી ખાદ્યું હતું અને શરીરના બીજા ભોગોમાં પણ ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. તેમની હાલત જોતા તાત્કાલિક દાંતા રેફરલમાં સારવાર માટે લઈ જવાયા હતા. જ્યા હાલતમાં સુધાર ન આવતા, વધુ સારવાર માટે પાલનપુર સિવિલમાં લાવવામાં આવ્યા હતા. આમ આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી હતી.

English summary
Bear Attack : Bear attacked old man in Danta, banaskantha
Please Wait while comments are loading...