ભારત-ઓસ્ટ્રેલિયા મેચ પહેલા CM ભુપેન્દ્ર પટેલે સુરક્ષાની સમિક્ષા કરી, બન્ને દેશના પીએમ ઉપસ્થિત રહેશે
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાવા જઈ રહેલી ચૌથી ટેસ્ટમાં બન્ને દેશના વડાપ્રધાન હાજર રહેશે. અબીં મુખ્યમંત્રીએ આયોજન અને સુરક્ષાની સમિક્ષા કરી હતી.

નવી દિલ્હી : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાવા જઈ રહેલી ક્રિકેટ મેચને લઈને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સુરક્ષાની સમિક્ષા કરી છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ક્રિકેટ-મૈત્રીના 75 વર્ષ નિમિત્તે બન્ને દેશના વડાપ્રધાન 9 માર્ચે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે હાજર રહેશે.
ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચેના ક્રિકેટ સંબંધોની ઉજવણીના આ પ્રસંગની પૂર્વ તૈયારીની સમીક્ષા કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની મુલાકાત લીધી હતી.
મુખ્યમંત્રીએ આ કાર્યક્રમ સંદર્ભે સુરક્ષા, વ્યવસ્થા અને સમારંભની રૂપરેખા વગેરેની ઝીણામાં ઝીણી બાબતોની પૂછપરછ કરવા ઉપરાંત મહત્ત્વપૂર્ણ સૂચનો પણ કર્યાં હતાં. મુખ્યમંત્રીએ ભારપૂર્વક સૂચવ્યું હતું આ સમગ્ર ઇવેન્ટમાં શહેરીજનોને કોઈ તકલીફ ન પડે તેની કાળજી લેવામાં આવે.
આ સમીક્ષા મુલાકાતમાં મુખ્યમંત્રી સાથે રાજ્યના મુખ્ય સચિવ રાજ કુમાર, સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ એ.કે. રાકેશ, રમતગમત વિભાગના અગ્ર સચિવ અશ્વિની કુમાર, રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય, અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ, એએમસીના કમિશનર એમ. થેન્નારસન, વિદેશ મંત્રાલયના ઉચ્ચ અધિકારી, બીસીસીઆઈ અને જીસીએના પદાધિકારીઓ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત હતા.












Click it and Unblock the Notifications
