Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Lok sabha Election 2024 : આ વખતેની ચૂંટણીમાં ગુજરાતની કઈ બેઠક પર કેવી છે સ્થિતિ?

Lok sabha Election 2024 : આગમી વર્ષ 2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. જેની તૈયારીઓમાં હાલ તમામ પાર્ટીઓ જોડાઇ ગઇ છે. જેમાં NDA અને INDIA વચ્ચે જંગ જોવા મળશે. આવામાં ગુજરાતની ચૂંટણી ઘણી ખાસ રહેવાની છે. જેનું કારણ ગત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અત્યાર સુધી સૌથી વધુ બેઠક સાથે ચૂંટણી જીતી છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022માં યોજાઇ હતી. જેમાં કુલ 182 બેઠકમાંથી 156 બેઠક ભાજપે જીતી છે. આ સાથે કોંગ્રેસને 17, આમ આદમી પાર્ટીને 5 બેઠક મળી હતી, તો અન્ય પાર્ટી અને વિપક્ષને 4 બેઠક મળી હતી.

Lok sabha Election 2024

કોંગ્રેસ દ્વારા એવો આરોપ લગાવવામાં આવ્યો હતો કે, આમ આદમી પાર્ટીને કારણે વિધાનસભાની ચૂંટણીમાં કારમી હાર મળી છે. આમ આદમી પાર્ટીના કારણે કોંગ્રેસના મત તૂટ્યા હતા અને તેનો સીધો લાભ ભાજપને મળ્યો છે. આવામાં હવે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે.

આ અહેવાલમાં આજે આપણે જાણીશું કે, લોકસભાની તમામ 26 બેઠકનું વિશ્લેષણ કરીશું, જેમાં કયા પક્ષને કેટલી સીટ મળી શકે છે. આ સાથે કઇ બેઠક પર કાંટાની ટક્કર જોવા મળી શકે છે. આ સાથે વિધાનસભા 2022ની ચૂંટણી અને 2019ની લોકસભાની ચૂંટણીના આંકડા પર નજર કરીશું.

કચ્છ લોકસભાની બેઠક :

2019ની લોકસભાની ચૂંટણીમાં કચ્છ બેઠક પર ભારતીય જનતા પાર્ટીના વિનોદ ચાવડાની 58.71 ટકા મત સાથે જીત થઇ હતી. જેમાં તેમને 637,034 મત મળ્યા હતા. આ બેઠક તેમને 305,513ના માર્જીનથી જીતી હતી.

કચ્છ લોકસભા બેઠકમાં અબડાસા, માંડવી, ભૂજ, અંજાર, ગાંધીધામ, રાપર અને મોરબી વિધાનસભાની બેઠકોનો સમાવેશ થાય છે. આ તમામ બેઠકો પર ભાજપે જીત મેળવી હતી.

કચ્છ લોકસભામાં આવતી વિધાનસભાની બેઠકોની વાત કરીએ તો,

  • અબડાસા બેઠક પર 9431 મતના માર્જીનથી ભાજપને જીત મળી છે. આ બેઠક પર ભાજપને 80195 અને કોંગ્રેસને 70764 મત મળ્યા છે.
  • માંડવી બેઠક પર 48297 મતના માર્જીનથી ભાજપને જીત મળી છે. આ બેઠક પર ભાજપને 90303 અને કોંગ્રેસને 42006 મત મળ્યા છે.
  • ભૂજ બેઠક પર 59814 મતના માર્જીનથી ભાજપને જીત મળી છે. આ બેઠક પર ભાજપને 96582 અને કોંગ્રેસને 36768 મત મળ્યા છે.
  • અંજાર બેઠક પર 37709 મતના માર્જીનથી ભાજપને જીત મળી છે. આ બેઠક પર ભાજપને 99076 અને કોંગ્રેસને 61367 મત મળ્યા છે.
  • ગાંધીધામ બેઠક પર 37831 મતના માર્જીનથી ભાજપને જીત મળી છે. આ બેઠક પર ભાજપને 83760 અને કોંગ્રેસને 45929 મત મળ્યા છે.
  • રાપર બેઠક પર માત્ર 577 મતના માર્જીનથી ભાજપને જીત મળી છે. આ બેઠક પર ભાજપને 66961 અને કોંગ્રેસને 66384 મત મળ્યા છે.
  • મોરબી બેઠક પર 114538 લાખ મત અને 62079 માર્જીન સાથે ભાજપે જીત મેળવી હતી. આ બેઠક જીતવા માટે કોંગ્રેસ-આપને ભારે મહેનત કરવી પડશે.

બનાસકાંઠા લોકસભાની બેઠક :

2019ની લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના પરબત પટેલની 65.03 ટકા મત સાથે જીત થઇ હતી. જેમાં તેમને 679,108 મત મળ્યા હતા. આ બેઠક તેમને 368,296ના માર્જીનથી જીતી હતી.

બનાસકાંઠા લોકસભા બેઠકમાં વાવ, થરાદ, ધાનેરા, દાંતા, પાલનપુર, ડીસા અને દિયોદર વિધાનસભાની બેઠકોનો સમાવેશ થાય છે. જેમાંથી 4 બેઠક પર ભાજપે અને 3 બેઠક પર કોંગ્રસે જીત મેળવી હતી.

બનાસકાંઠા લોકસભામાં આવતી વિધાનસભાની બેઠકોની વાત કરીએ તો,

  • વાવ બેઠક પર 15601 મતના માર્જીનથી કોંગ્રેસને જીત મળી છે. આ બેઠક પર કોંગ્રેસને 102513 અને ભાજપને 86912 મત મળ્યા છે.
  • થરાદ બેઠક પર 26506 મતના માર્જીનથી ભાજપને જીત મળી છે. આ બેઠક પર ભાજપને 117891 અને કોંગ્રેસને 91385 મત મળ્યા છે.
  • ધાનેરા બેઠક પર 35696 મતના માર્જીનથી કોંગ્રેસને જીત મળી છે. આ બેઠક પર કોંગ્રેસને 96053 અને ભાજપને 60357 મત મળ્યા છે.
  • દાંતા બેઠક પર 37709 મતના માર્જીનથી કોંગ્રેસને જીત મળી છે. આ બેઠક પર કોંગ્રેસને 99076 અને ભાજપને 61367 મત મળ્યા છે.
  • પાલનપુર બેઠક પર 26980 મતના માર્જીનથી ભાજપને જીત મળી છે. આ બેઠક પર ભાજપને 95588 અને કોંગ્રેસને 68608 મત મળ્યા છે.
  • ડીસા બેઠક પર માત્ર 42647 મતના માર્જીનથી ભાજપને જીત મળી છે. આ બેઠક પર ભાજપને 98006 અને કોંગ્રેસને 55359 મત મળ્યા છે.
  • દિયોદર બેઠક પર 38414 મત માર્જીન સાથે ભાજપે જીત મેળવી હતી. જેમાં ભાજપને 109123 મત અને કોંગ્રેસને 70709 આ બેઠક જીતવા માટે કોંગ્રેસ-આપને ભારે મહેનત કરવી પડશે.

પાટણ લોકસભાની બેઠક :

2019ની લોકસભાની ચૂંટણીમાં પાટણ બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ભરતસિંહ ડાભી ઠાકોરની 62.45 ટકા મત સાથે જીત થઇ હતી. જેમાં તેમને 6637034 મત મળ્યા હતા. આ બેઠક તેમને 305513ના માર્જીનથી જીતી હતી.

પાટણ લોકસભા બેઠકમાં વડગામ, કાંકરેજ, રાધનપુર, ચાણસ્મા, પાટણ, સિદ્ધપુર અને ખેરાલુ વિધાનસભાની બેઠકોનો સમાવેશ થાય છે. આમાંથી 4 બેઠક કોંગ્રેસને મળી છે, તો 3 બેઠક ભાજપને મળી હતી.

પાટણ લોકસભામાં આવતી વિધાનસભાની બેઠકોની વાત કરીએ તો,

  • વડગામ બેઠક પર 4928 મતના માર્જીનથી કોંગ્રેસને જીત મળી છે. આ બેઠક પર કોંગ્રેસને 94765 અને ભાજપને 89837 મત મળ્યા છે.
  • કાંકરેજ બેઠક પર 5295 મતના માર્જીનથી કોંગ્રેસને જીત મળી છે. આ બેઠક પર કોંગ્રેસને 96625 અને ભાજપને 91326 મત મળ્યા છે.
  • રાધનપુર બેઠક પર 22467 મતના માર્જીનથી ભાજપને જીત મળી છે. આ બેઠક પર ભાજપને 104512 અને કોંગ્રેસને 82045 મત મળ્યા છે.
  • ચાણસ્મા બેઠક પર 1404 મતના માર્જીનથી કોંગ્રેસને જીત મળી છે. આ બેઠક પર કોંગ્રેસને 86406 અને ભાજપને 85002 મત મળ્યા છે.
  • પાટણ બેઠક પર 17177 મતના માર્જીનથી કોંગ્રેસને જીત મળી છે. આ બેઠક પર કોંગ્રેસને 103505 અને ભાજપને 86328 મત મળ્યા છે.
  • સિદ્ધપુર બેઠક પર માત્ર 2814 મતના માર્જીનથી ભાજપને જીત મળી છે. આ બેઠક પર ભાજપને 91187 અને કોંગ્રેસને 88373 મત મળ્યા છે.
  • ખેરાલુ બેઠક પર 3964 મત માર્જીન સાથે ભાજપે જીત મેળવી હતી. જેમાં ભાજપને 55460 મત અને કોંગ્રેસને 51496 આ બેઠક જીતવા માટે કોંગ્રેસ-આપને ભારે મહેનત કરવી પડશે.

મહેસાણા લોકસભાની બેઠક :

2019ની લોકસભાની ચૂંટણીમાં મહેસાણા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના શારદા પટેલની 65.78 ટકા મત સાથે જીત થઇ હતી. જેમાં તેમને 659525 મત મળ્યા હતા. આ બેઠક તેમને 281519ના માર્જીનથી જીતી હતી.

મહેસાણા લોકસભા બેઠકમાં ઊંઝા, વિસનગર, બહુચરાજી, કડી, મહેસાણા, વિજાપુર અને માણસા વિધાનસભાની બેઠકોનો સમાવેશ થાય છે. આમાંથી 7 બેઠકો પર ભાજપે જીત છે, તો 1 બેઠક કોંગ્રેસે મેળવી હતી.

મહેસાણા લોકસભામાં આવતી વિધાનસભાની બેઠકોની વાત કરીએ તો,

  • ઊંઝા બેઠક પર 51468 મતના માર્જીનથી ભાજપને જીત મળી છે. આ બેઠક પર ભાજપને 88561 અને કોંગ્રેસને 37093 મત મળ્યા છે.
  • વિસનગર બેઠક પર 34405 મતના માર્જીનથી ભાજપને જીત મળી છે. આ બેઠક પર ભાજપને 88356 અને કોંગ્રેસને 53951 મત મળ્યા છે.
  • બહુચરાજી બેઠક પર 11286 મતના માર્જીનથી ભાજપને જીત મળી છે. આ બેઠક પર ભાજપને 69872 અને કોંગ્રેસને 58586 મત મળ્યા છે.
  • કડી બેઠક પર 28194 મતના માર્જીનથી ભાજપને જીત મળી છે. આ બેઠક પર ભાજપને 107052 અને કોંગ્રેસને 78858 મત મળ્યા છે.
  • મહેસાણા બેઠક પર 45794 મતના માર્જીનથી ભાજપને જીત મળી છે. આ બેઠક પર ભાજપને 98816 અને કોંગ્રેસને 53022 મત મળ્યા છે.
  • વિજાપુર બેઠક પર માત્ર 7053 મતના માર્જીનથી કોંગ્રેસને જીત મળી છે. આ બેઠક પર કોંગ્રેસને 78749 અને ભાજપને 71696 મત મળ્યા છે.
  • માણસા બેઠક પર 39266 મત માર્જીન સાથે ભાજપે જીત મેળવી હતી. જેમાં ભાજપને 98144 મત અને કોંગ્રેસને 58878 મત મળ્યા છે. આ બેઠક જીતવા માટે કોંગ્રેસ-આપને ભારે મહેનત કરવી પડશે.

સાબરકાંઠા લોકસભાની બેઠક :

2019ની લોકસભાની ચૂંટણીમાં સાબરકાંઠા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના દિપસિંહ રાઠોડની 67.77 ટકા મત સાથે જીત થઇ હતી. જેમાં તેમને 701984 મત મળ્યા હતા. આ બેઠક તેમને 268987ના માર્જીનથી જીતી હતી.

સાબરકાંઠા લોકસભા બેઠકમાં હિંમતનગર, ઇડર, ખેડબ્રહ્મા, ભિલોડા, મોડાસા, બાયડ અને પ્રાંતિજ વિધાનસભાની બેઠકોનો સમાવેશ થાય છે. આમાંથી 5 બેઠકો પર ભાજપને જીત મળી છે, તો કોંગ્રેસ અને INDને 1-1 બેઠક મેળવી હતી.

સાબરકાંઠા લોકસભામાં આવતી વિધાનસભાની બેઠકોની વાત કરીએ તો,

  • હિંમતનગર બેઠક પર 8860 મતના માર્જીનથી ભાજપને જીત મળી છે. આ બેઠક પર ભાજપને 98792 અને કોંગ્રેસને 89932 મત મળ્યા છે.
  • ઇડર બેઠક પર 39440 મતના માર્જીનથી ભાજપને જીત મળી છે. આ બેઠક પર ભાજપને 113921 અને કોંગ્રેસને 74481 મત મળ્યા છે.
  • ખેડબ્રહ્મા બેઠક પર 1664 મતના માર્જીનથી કોંગ્રેસને જીત મળી છે. આ બેઠક પર કોંગ્રેસને 67349 અને કોંગ્રેસને 65685 મત મળ્યા છે.
  • ભિલોડા બેઠક પર 28768 મતના માર્જીનથી ભાજપને જીત મળી છે. આ બેઠક પર ભાજપને 90396 અને આમ આદમી પાર્ટીને 61628 મત મળ્યા છે.
  • મોડાસા બેઠક પર 34788 મતના માર્જીનથી ભાજપને જીત મળી છે. આ બેઠક પર ભાજપને 98475 અને કોંગ્રેસને 63687 મત મળ્યા છે.
  • બાયડ બેઠક પર 5818 મતના માર્જીનથી INDને જીત મળી છે. આ બેઠક પર INDને 67078 અને ભાજપને 61260 મત મળ્યા છે.
  • પ્રાંતિજ બેઠક પર 64622 મત માર્જીન સાથે ભાજપે જીત મેળવી હતી. જેમાં ભાજપને 105324 મત અને કોંગ્રેસને 40702 મત મળ્યા છે. આ બેઠક જીતવા માટે કોંગ્રેસ-આપને ભારે મહેનત કરવી પડશે.

ગાંધીનગર લોકસભાની બેઠક :

2019ની લોકસભાની ચૂંટણીમાં ગાંધીનગર બેઠક પર ભારતીય જનતા પાર્ટીના અમિત શાહની 66.08 ટકા મત સાથે જીત થઇ હતી. જેમાં તેમને 894624 મત મળ્યા હતા. આ બેઠક તેમને 557014 મતના માર્જીનથી જીતી હતી.

ગાંધીનગર લોકસભા બેઠકમાં ગાંધીનગર ઉત્તર, કલોલ, સાણંદ, ઘાટલોડિયા, વેજલપુર, નારણપુરા અને સાબરમતી વિધાનસભાની બેઠકોનો સમાવેશ થાય છે. આમાંથી તમામ બેઠકો પર ભાજપે જીતી છે.

ગાંધીનગર લોકસભામાં આવતી વિધાનસભાની બેઠકોની વાત કરીએ તો,

  • ગાંધીનગર ઉત્તર બેઠક પર 43064 મતના માર્જીનથી ભાજપને જીત મળી છે. આ બેઠક પર ભાજપને 134051 અને કોંગ્રેસને 90987 મત મળ્યા છે.
  • કલોલ બેઠક પર 5733 મતના માર્જીનથી ભાજપને જીત મળી છે. આ બેઠક પર ભાજપને 86102 અને કોંગ્રેસને 80369 મત મળ્યા છે.
  • સાણંદ બેઠક પર 35369 મતના માર્જીનથી ભાજપને જીત મળી છે. આ બેઠક પર ભાજપને 100083 અને કોંગ્રેસને 64714 મત મળ્યા છે.
  • ઘાટલોડિયા બેઠક પર 192263 મતના માર્જીનથી ભાજપને જીત મળી છે. આ બેઠક પર ભાજપને 213530 અને કોંગ્રેસને 21267 મત મળ્યા છે.
  • વેજલપુર બેઠક પર 59651 મતના માર્જીનથી ભાજપને જીત મળી છે. આ બેઠક પર ભાજપને 128049 અને કોંગ્રેસને 68398 મત મળ્યા છે.
  • નારણપુરા બેઠક પર માત્ર 92800 મતના માર્જીનથી ભાજપને જીત મળી છે. આ બેઠક પર ભાજપને 108160 અને ભાજપને 15360 મત મળ્યા છે.
  • સાબરમતી બેઠક પર 98684 મત માર્જીન સાથે ભાજપે જીત મેળવી હતી. જેમાં ભાજપને 120202 મત અને કોંગ્રેસને 21518 મત મળ્યા છે. આ બેઠક જીતવા માટે કોંગ્રેસ-આપને ભારે મહેનત કરવી પડશે.

અમદાવાદ પૂર્વ લોકસભાની બેઠક :

2019ની લોકસભાની ચૂંટણીમાં અમદાવાદ પૂર્વ બેઠક પર ભારતીય જનતા પાર્ટીના હસમુખ પટેલની 61.76 ટકા મત સાથે જીત થઇ હતી. જેમાં તેમને 749834 મત મળ્યા હતા. આ બેઠક તેમને 434330 મતના માર્જીનથી જીતી હતી.

અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકમાં ગાંધીનગર સાઉથ, દહેગામ, વટવા, નિકોલ, નરોડા, ઠક્કરબાપા નગર અને બાપુનગર વિધાનસભાની બેઠકોનો સમાવેશ થાય છે. આમાંથી તમામ બેઠકો પર ભાજપે જીતી છે.

અમદાવાદ પૂર્વ લોકસભામાં આવતી વિધાનસભાની બેઠકોની વાત કરીએ તો,

  • ગાંધીનગર સાઉથ બેઠક પર 26111 મતના માર્જીનથી ભાજપને જીત મળી છે. આ બેઠક પર ભાજપને 80623 અને કોંગ્રેસને 54512 મત મળ્યા છે.
  • દહેગામ બેઠક પર 16173 મતના માર્જીનથી ભાજપને જીત મળી છે. આ બેઠક પર ભાજપને 75133 અને કોંગ્રેસને 58960 મત મળ્યા છે.
  • વટવા બેઠક પર 100046 મતના માર્જીનથી ભાજપને જીત મળી છે. આ બેઠક પર ભાજપને 151710 અને કોંગ્રેસને 51664 મત મળ્યા છે.
  • નિકોલ બેઠક પર 55198 મતના માર્જીનથી ભાજપને જીત મળી છે. આ બેઠક પર ભાજપને 93714 અને કોંગ્રેસને 38516 મત મળ્યા છે.
  • નરોડા બેઠક પર 83513 મતના માર્જીનથી ભાજપને જીત મળી છે. આ બેઠક પર ભાજપને 112767 અને આમ આદમી પાર્ટીને 29254 મત મળ્યા છે.
  • ઠક્કરબાપા નગર બેઠક પર 63799 મતના માર્જીનથી ભાજપને જીત મળી છે. આ બેઠક પર ભાજપને 89409 અને ભાજપને 25610 મત મળ્યા છે.
  • બાપુનગર બેઠક પર 12070 મત માર્જીન સાથે ભાજપે જીત મેળવી હતી. જેમાં ભાજપને 59465 મત અને કોંગ્રેસને 47395 મત મળ્યા છે. આ બેઠક જીતવા માટે કોંગ્રેસ-આપને ભારે મહેનત કરવી પડશે.

અમદાવાદ પશ્ચિમ લોકસભાની બેઠક :

2019ની લોકસભાની ચૂંટણીમાં અમદાવાદ પશ્ચિમ બેઠક પર ભારતીય જનતા પાર્ટીના કિરિટ સોલંકીની 60.81 ટકા મત સાથે જીત થઇ હતી. જેમાં તેમને 641622 મત મળ્યા હતા. આ બેઠક તેમને 321546 મતના માર્જીનથી જીતી હતી.

અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠકમાં એલિસ બ્રિજ, અમરાઇવાડી, દરિયાપુર, જમાલપુર-ખાડિયા, મણિનગર, દાણીલીમડા અને અસારવા વિધાનસભાની બેઠકોનો સમાવેશ થાય છે. આમાંથી 5 બેઠકો પર ભાજપે જીતી છે, તો બે બેઠકો પર કોંગ્રેસની જીત થઇ છે.

અમદાવાદ પશ્ચિમ લોકસભામાં આવતી વિધાનસભાની બેઠકોની વાત કરીએ તો,

  • એલિસ બ્રિજ બેઠક પર 104796 મતના માર્જીનથી ભાજપને જીત મળી છે. આ બેઠક પર ભાજપને 119323 અને કોંગ્રેસને 14527 મત મળ્યા છે.
  • અમરાઇવાડી બેઠક પર 43272 મતના માર્જીનથી ભાજપને જીત મળી છે. આ બેઠક પર ભાજપને 93994 અને કોંગ્રેસને 50722 મત મળ્યા છે.
  • દરિયાપુર બેઠક પર 5485 મતના માર્જીનથી ભાજપને જીત મળી છે. આ બેઠક પર ભાજપને 61490 અને કોંગ્રેસને 56005 મત મળ્યા છે.
  • જમાલપુર-ખાડિયા બેઠક પર 13658 મતના માર્જીનથી કોંગ્રેસને જીત મળી છે. આ બેઠક પર કોંગ્રેસને 58487 અને ભાજપને 44829 મત મળ્યા છે.
  • મણિનગર બેઠક પર 90728 મતના માર્જીનથી ભાજપને જીત મળી છે. આ બેઠક પર ભાજપને 113083 અને કોંગ્રેસને 22355 મત મળ્યા છે.
  • દાણીલીમડા નગર બેઠક પર 13487 મતના માર્જીનથી કોંગ્રેસને જીત મળી છે. આ બેઠક પર કોંગ્રેસને 69130 અને ભાજપને 55643 મત મળ્યા છે.
  • અસારવા બેઠક પર 54173 મત માર્જીન સાથે ભાજપે જીત મેળવી હતી. જેમાં ભાજપને 80155 મત અને કોંગ્રેસને 25982 મત મળ્યા છે. આ બેઠક જીતવા માટે કોંગ્રેસ-આપને ભારે મહેનત કરવી પડશે.

સુરેન્દ્રનગર લોકસભાની બેઠક :

2019ની લોકસભાની ચૂંટણીમાં સુરેન્દ્રનગર બેઠક પર ભારતીય જનતા પાર્ટીના મહેન્દ્ર મુંજપરાની 58.41 ટકા મત સાથે જીત થઇ હતી. જેમાં તેમને 631844 મત મળ્યા હતા. આ બેઠક તેમને 277437 મતના માર્જીનથી જીતી હતી.

સુરેન્દ્રનગર લોકસભા બેઠકમાં વિરમગામ, ધંધુકા, દસાડા, લીમડી, વઢવાણ, ચોટીલા, અને ધ્રાંગધ્રા વિધાનસભાની બેઠકોનો સમાવેશ થાય છે. આમાંથી તમામ બેઠકો પર ભાજપને જીત મળી છે.

સુરેન્દ્રનગર લોકસભામાં આવતી વિધાનસભાની બેઠકોની વાત કરીએ તો,

  • વિરમગામ બેઠક પર 51707 મતના માર્જીનથી ભાજપને જીત મળી છે. આ બેઠક પર ભાજપને 99155 અને કોંગ્રેસને 47448 મત મળ્યા છે.
  • ધંધુકા બેઠક પર 34326 મતના માર્જીનથી ભાજપને જીત મળી છે. આ બેઠક પર ભાજપને 91528 અને કોંગ્રેસને 57202 મત મળ્યા છે.
  • દસાડા બેઠક પર 2179 મતના માર્જીનથી ભાજપને જીત મળી છે. આ બેઠક પર ભાજપને 76344 અને કોંગ્રેસને 74165 મત મળ્યા છે.
  • લીમડી બેઠક પર 23146 મતના માર્જીનથી ભાજપને જીત મળી છે. આ બેઠક પર ભાજપને 81765 અને કોંગ્રેસને 58619 મત મળ્યા છે.
  • વઢવાણ બેઠક પર 65489 મતના માર્જીનથી ભાજપને જીત મળી છે. આ બેઠક પર ભાજપને 105903 અને આમ આદમી પાર્ટીને 40414 મત મળ્યા છે.
  • ચોટીલા બેઠક પર 25642 મતના માર્જીનથી ભાજપને જીત મળી છે. આ બેઠક પર ભાજપને 71039 અને કોંગ્રેસને 45397 મત મળ્યા છે.
  • ધ્રાંગધ્રા બેઠક પર 32973 મત માર્જીન સાથે ભાજપે જીત મેળવી હતી. જેમાં ભાજપને 102844 મત અને કોંગ્રેસને 69871 મત મળ્યા છે. આ બેઠક જીતવા માટે કોંગ્રેસ-આપને ભારે મહેનત કરવી પડશે.

રાજકોટ લોકસભાની બેઠક :

2019ની લોકસભાની ચૂંટણીમાં રાજકોટ બેઠક પર ભારતીય જનતા પાર્ટીના મોહન કંડોરીયાની 63.49 ટકા મત સાથે જીત થઇ હતી. જેમાં તેમને 758645 મત મળ્યા હતા. આ બેઠક તેમને 368407 મતના માર્જીનથી જીતી હતી.

રાજકોટ લોકસભા બેઠકમાં ટંકારા, વાંકાનેર, રાજકોટ ઇસ્ટ, રાજકોટ વેસ્ટ, રાજકોટ સાઉથ, રાજકોટ ગ્રામ્ય અને જસદણ વિધાનસભાની બેઠકોનો સમાવેશ થાય છે. આમાંથી તમામ બેઠકો પર ભાજપને જીત મળી છે.

રાજકોટ લોકસભામાં આવતી વિધાનસભાની બેઠકોની વાત કરીએ તો,

  • ટંકારા બેઠક પર 10256 મતના માર્જીનથી ભાજપને જીત મળી છે. આ બેઠક પર ભાજપને 83274 અને કોંગ્રેસને 73018 મત મળ્યા છે.
  • વાંકાનેર બેઠક પર 19955 મતના માર્જીનથી ભાજપને જીત મળી છે. આ બેઠક પર ભાજપને 80677 અને કોંગ્રેસને 60722 મત મળ્યા છે.
  • રાજકોટ ઇસ્ટ બેઠક પર 28635 મતના માર્જીનથી ભાજપને જીત મળી છે. આ બેઠક પર ભાજપને 86194 અને કોંગ્રેસને 57559 મત મળ્યા છે.
  • રાજકોટ વેસ્ટ બેઠક પર 105975 મતના માર્જીનથી ભાજપને જીત મળી છે. આ બેઠક પર ભાજપને 138687 અને ભાજપને 32712 મત મળ્યા છે.
  • રાજકોટ સાઉથ બેઠક પર 78864 મતના માર્જીનથી ભાજપને જીત મળી છે. આ બેઠક પર ભાજપને 101734 અને આમ આદમી પાર્ટીને 22870 મત મળ્યા છે.
  • રાજકોટ ગ્રામ્ય બેઠક પર 48492 મતના માર્જીનથી ભાજપને જીત મળી છે. આ બેઠક પર ભાજપને 119695 અને આમ આદમી પાર્ટીને 71201 મત મળ્યા છે.
  • જસદણ બેઠક પર 16172 મત માર્જીન સાથે ભાજપે જીત મેળવી હતી. જેમાં ભાજપને 63808 મત અને આમ આદમી પાર્ટીને 47636 મત મળ્યા છે. આ બેઠક જીતવા માટે કોંગ્રેસ-આપને ભારે મહેનત કરવી પડશે.

પોરબંદર લોકસભાની બેઠક :

2019ની લોકસભાની ચૂંટણીમાં પોરબંદર બેઠક પર ભારતીય જનતા પાર્ટીના રમેશ ધડૂકની 57.21 ટકા મત સાથે જીત થઇ હતી. જેમાં તેમને 563881 મત મળ્યા હતા. આ બેઠક તેમને 229823 મતના માર્જીનથી જીતી હતી.

પોરબંદર લોકસભા બેઠકમાં ગોંડલ, જેતપુર, ધોરાજી, પોરબંદર, કુતિયાણા, માણાવદર અને કેશોદ વિધાનસભાની બેઠકોનો સમાવેશ થાય છે. આમાંથી તમામ બેઠકો પર ભાજપને જીત મળી છે.

પોરબંદર લોકસભામાં આવતી વિધાનસભાની બેઠકોની વાત કરીએ તો,

  • ગોંડલ બેઠક પર 43313 મતના માર્જીનથી ભાજપને જીત મળી છે. આ બેઠક પર ભાજપને 86062 અને કોંગ્રેસને 42749 મત મળ્યા છે.
  • જેતપુર બેઠક પર 76926 મતના માર્જીનથી ભાજપને જીત મળી છે. આ બેઠક પર ભાજપને 106471 અને આમ આદમી પાર્ટીને 29545 મત મળ્યા છે.
  • ધોરાજી બેઠક પર 12248 મતના માર્જીનથી ભાજપને જીત મળી છે. આ બેઠક પર ભાજપને 66430 અને કોંગ્રેસને 54182 મત મળ્યા છે.
  • પોરબંદર બેઠક પર 8181 મતના માર્જીનથી કોંગ્રેસને જીત મળી છે. આ બેઠક પર કોંગ્રેસને 82056 અને ભાજપને 73875 મત મળ્યા છે.
  • કુતિયાણા બેઠક પર 26712 મતના માર્જીનથી સમાજવાદી પાર્ટીને જીત મળી છે. આ બેઠક પર સમાજવાદી પાર્ટીને 60744 અને ભાજપને 73875 મત મળ્યા છે.
  • માણાવદર બેઠક પર 3453 મતના માર્જીનથી કોંગ્રેસને જીત મળી છે. આ બેઠક પર કોંગ્રેસને 64690 અને ભાજપને 61237 મત મળ્યા છે.
  • કેશોદ બેઠક પર 4208 મત માર્જીન સાથે ભાજપે જીત મેળવી હતી. જેમાં ભાજપને 55802 મત અને કોંગ્રેસને 51594 મત મળ્યા છે. આ બેઠક જીતવા માટે કોંગ્રેસ-આપને ભારે મહેનત કરવી પડશે.

જામનગર લોકસભાની બેઠક :

2019ની લોકસભાની ચૂંટણીમાં જામનગર બેઠક પર ભારતીય જનતા પાર્ટીના પૂનમ માડમની 61.03 ટકા મત સાથે જીત થઇ હતી. જેમાં તેમને 563881 મત મળ્યા હતા. આ બેઠક તેમને 229823 મતના માર્જીનથી જીતી હતી.

જામનગર લોકસભા બેઠકમાં કાલાવડ, જામનગર ગ્રામ્ય, જામનગર ઉત્તર, જામનગર દક્ષિણ, જામજોધપુર, ખંભાળિયા અને દ્વારકા વિધાનસભાની બેઠકોનો સમાવેશ થાય છે. આમાંથી તમામ બેઠકો પર ભાજપને જીત મળી છે.

જામનગર લોકસભામાં આવતી વિધાનસભાની બેઠકોની વાત કરીએ તો,

  • કાલાવડ બેઠક પર 15850 મતના માર્જીનથી ભાજપને જીત મળી છે. આ બેઠક પર ભાજપને 59292 અને આમ આદમી પાર્ટીને 43442 મત મળ્યા છે.
  • જામનગર ગ્રામ્ય બેઠક પર 47500 મતના માર્જીનથી ભાજપને જીત મળી છે. આ બેઠક પર ભાજપને 79439 અને આમ આદમી પાર્ટીને 31393 મત મળ્યા છે.
  • જામનગર ઉત્તર બેઠક પર 53570 મતના માર્જીનથી ભાજપને જીત મળી છે. આ બેઠક પર ભાજપને 88835 અને આમ આદમી પાર્ટીને 35256 મત મળ્યા છે.
  • જામનગર દક્ષિણ પર 62697 મતના માર્જીનથી ભાજપને જીત મળી છે. આ બેઠક પર ભાજપને 86492 અને કોંગ્રેસને 23795 મત મળ્યા છે.
  • જામજોધપુર બેઠક પર 10403 મતના માર્જીનથી આમ આદમી પાર્ટીને જીત મળી છે. આ બેઠક પર આમ આદમી પાર્ટીને 71397 અને ભાજપને 60994 મત મળ્યા છે.
  • ખંભાળિયા બેઠક પર 18745 મતના માર્જીનથી ભાજપને જીત મળી છે. આ બેઠક પર ભાજપને 77834 અને આમ આદમી પાર્ટીને 59089 મત મળ્યા છે.
  • દ્વારકા બેઠક પર 5327 મત માર્જીન સાથે ભાજપે જીત મેળવી હતી. જેમાં ભાજપને 74018 મત અને કોંગ્રેસને 69691 મત મળ્યા છે. આ બેઠક જીતવા માટે કોંગ્રેસ-આપને ભારે મહેનત કરવી પડશે.

જૂનાગઢ લોકસભાની બેઠક :

2019ની લોકસભાની ચૂંટણીમાં જૂનાગઢ બેઠક પર ભારતીય જનતા પાર્ટીના રાજેશ ચુડાસમાની 61.31 ટકા મત સાથે જીત થઇ હતી. જેમાં તેમને 547952 મત મળ્યા હતા. આ બેઠક તેમને 150185 મતના માર્જીનથી જીતી હતી.

જૂનાગઢ લોકસભા બેઠકમાં જૂનાગઢ, વિસાવદર, માંગરોળ, સોમનાથ, તાલાલા, કોડિનાર અને ઉના વિધાનસભાની બેઠકોનો સમાવેશ થાય છે. આમાંથી 5 બેઠકો પર ભાજપને જીત મળી છે, તો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસને 1-1 બેઠક મળી છે.

જૂનાગઢ લોકસભામાં આવતી વિધાનસભાની બેઠકોની વાત કરીએ તો,

  • વિસાવદર બેઠક પર 7063 મતના માર્જીનથી આમ આદમી પાર્ટીને જીત મળી છે. આ બેઠક પર આમ આદમી પાર્ટીને 66210 અને ભાજપને 59147 મત મળ્યા છે.
  • માંગરોળ બેઠક પર 22501 મતના માર્જીનથી ભાજપને જીત મળી છે. આ બેઠક પર ભાજપને 60896 અને કોંગ્રેસને 38395 મત મળ્યા છે.
  • સોમનાથ બેઠક પર માત્ર 922 મતના માર્જીનથી કોંગ્રેસને જીત મળી છે. આ બેઠક પર કોંગ્રેસને 73819 અને ભાજપને 72897 મત મળ્યા છે.
  • તાલાલા બેઠક પર 20055 મતના માર્જીનથી ભાજપને જીત મળી છે. આ બેઠક પર ભાજપને 64788 અને કોંગ્રેસને 44733 મત મળ્યા છે.
  • કોડિનાર બેઠક પર 19386 મતના માર્જીનથી ભાજપને જીત મળી છે. આ બેઠક પર ભાજપને 77794 અને કોંગ્રેસને 58408 મત મળ્યા છે.
  • ઉના બેઠક પર 43526 મતના માર્જીનથી ભાજપને જીત મળી છે. આ બેઠક પર ભાજપને 95860 અને કોંગ્રેસને 52334 મત મળ્યા છે.
  • જૂનાગઢ બેઠક પર 40256 મત માર્જીન સાથે ભાજપે જીત મેળવી હતી. જેમાં ભાજપને 84616 મત અને કોંગ્રેસને 44360 મત મળ્યા છે. આ બેઠક જીતવા માટે કોંગ્રેસ-આપને ભારે મહેનત કરવી પડશે.

અમરેલી લોકસભાની બેઠક :

2019ની લોકસભાની ચૂંટણીમાં અમરેલી બેઠક પર ભારતીય જનતા પાર્ટીના નારણ કાછડિયાની 55.97 ટકા મત સાથે જીત થઇ હતી. જેમાં તેમને 529035 મત મળ્યા હતા. આ બેઠક તેમને 201431 મતના માર્જીનથી જીતી હતી.

અમરેલી લોકસભા બેઠકમાં ધારી, અમરેલી, લાઠી, સાવરકુંડલા, રાજુલા, મહુવા અને ગરિયાધાર વિધાનસભાની બેઠકોનો સમાવેશ થાય છે. આમાંથી 6 બેઠકો પર ભાજપને જીત મળી છે, તો એક બેઠક આમ આદમી પાર્ટીને મળી છે.

અમરેલી લોકસભામાં આવતી વિધાનસભાની બેઠકોની વાત કરીએ તો,

  • ધારી બેઠક પર 8717 મતના માર્જીનથી ભાજપને જીત મળી છે. આ બેઠક પર ભાજપને 46466 અને આમ આદમી પાર્ટીને 37749 મત મળ્યા છે.
  • અમરેલી બેઠક પર 46657 મતના માર્જીનથી ભાજપને જીત મળી છે. આ બેઠક પર ભાજપને 89034 અને કોંગ્રેસને 42377 મત મળ્યા છે.
  • લાઠી બેઠક પર 29274 મતના માર્જીનથી ભાજપને જીત મળી છે. આ બેઠક પર ભાજપને 64866 અને કોંગ્રેસને 35592 મત મળ્યા છે.
  • સાવરકુંડલા બેઠક પર 3492 મતના માર્જીનથી ભાજપને જીત મળી છે. આ બેઠક પર ભાજપને 63757 અને કોંગ્રેસને 60265 મત મળ્યા છે.
  • રાજુલા બેઠક પર 10463 મતના માર્જીનથી ભાજપને જીત મળી છે. આ બેઠક પર ભાજપને 78482 અને કોંગ્રેસને 68019 મત મળ્યા છે.
  • મહુવા બેઠક પર 30472 મતના માર્જીનથી ભાજપને જીત મળી છે. આ બેઠક પર ભાજપને 86463 અને કોંગ્રેસને 55991 મત મળ્યા છે.
  • ગરિયાધાર બેઠક પર 4819 મત માર્જીન સાથે આમ આદમી પાર્ટીને જીત મેળવી હતી. જેમાં આપને 60944 મત અને ભાજપને 56125 મત મળ્યા છે. અમરેલી બેઠક જીતવા કોંગ્રેસ-આપ થોડી મહેનત કરશે તો પણ જીતી જાય તેવી શક્યતા છે.

ભાવનગર લોકસભાની બેઠક :

2019ની લોકસભાની ચૂંટણીમાં ભાવનગર બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ભારતીબેન શિયાળની 59.05 ટકા મત સાથે જીત થઇ હતી. જેમાં તેમને 661273 મત મળ્યા હતા. આ બેઠક તેમને 329519 મતના માર્જીનથી જીતી હતી.

ભાવનગર લોકસભા બેઠકમાં તળાજા, પાલિતાણા, ભાવનગર ગ્રામ્ય, ભાવનગર પૂર્વ, ભાવનગર પશ્ચિમ, ગઢડા અને બોટાદ વિધાનસભાની બેઠકોનો સમાવેશ થાય છે. આમાંથી 6 બેઠકો પર ભાજપને જીત મળી છે, તો બોટાદ બેઠક પર આમ આદમી પાર્ટીની જીત થઇ હતી.

ભાવનગર લોકસભામાં આવતી વિધાનસભાની બેઠકોની વાત કરીએ તો,

  • તળાજા બેઠક પર 43306 મતના માર્જીનથી ભાજપને જીત મળી છે. આ બેઠક પર ભાજપને 90,255 અને કોંગ્રેસને 46,949 મત મળ્યા છે.
  • પાલિતાણા બેઠક પર 27,577 મતના માર્જીનથી ભાજપને જીત મળી છે. આ બેઠક પર ભાજપને 81,568 અને કોંગ્રેસને 53,991 મત મળ્યા છે.
  • ભાવનગર ગ્રામ્ય બેઠક પર 73,484 મતના માર્જીનથી ભાજપને જીત મળી છે. આ બેઠક પર ભાજપને 1,16,034 અને કોંગ્રેસને 42,550 મત મળ્યા છે.
  • ભાવનગર પૂર્વ બેઠક પર 62,554 મતના માર્જીનથી ભાજપને જીત મળી છે. આ બેઠક પર ભાજપને 98,707 અને કોંગ્રેસને 36,153 મત મળ્યા છે.
  • ભાવનગર પશ્ચિમ બેઠક પર 41,922 મતના માર્જીનથી ભાજપને જીત મળી છે. આ બેઠક પર ભાજપને 85,188 અને આમ આદમી પાર્ટીને 43,266 મત મળ્યા છે.
  • ગઢડા બેઠક પર 26,694 મતના માર્જીનથી ભાજપને જીત મળી છે. આ બેઠક પર ભાજપને 64,386 અને આમ આદમી પાર્ટીને 37,692 મત મળ્યા છે.
  • બોટાદ બેઠક પર 2,779 મત માર્જીન સાથે આમ આદમી પાર્ટીએ જીત મેળવી હતી. જેમાં આપને 80,581 મત અને ભાજપને 77,802 મત મળ્યા છે.

આણંદ લોકસભાની બેઠક :

2019ની લોકસભાની ચૂંટણીમાં આણંદ બેઠક પર ભારતીય જનતા પાર્ટીના મિતેષ પટેલની 67.04 ટકા મત સાથે જીત થઇ હતી. જેમાં તેમને 633,097 મત મળ્યા હતા. આ બેઠક તેમને 197,718 મતના માર્જીનથી જીતી હતી.

આણંદ લોકસભા બેઠકમાં ખંભાત, બોરસદ, અંકલાવ, ઉમરેઠ, આણંદ, પેટલાદ અને સોજીત્રા વિધાનસભાની બેઠકોનો સમાવેશ થાય છે. આમાંથી 5 બેઠકો પર ભાજપને જીત મળી છે, તો કોંગ્રેસના ખાતામાં 2 બેઠકો આવી છે.

આણંદ લોકસભામાં આવતી વિધાનસભાની બેઠકોની વાત કરીએ તો,

  • ખંભાત બેઠક પર 3,711 મતના માર્જીનથી કોંગ્રેસને જીત મળી છે. આ બેઠક પર કોંગ્રેસને 69,069 અને ભાજપને 65,358 મત મળ્યા છે.
  • અંકલાવ બેઠક પર 2,729 મતના માર્જીનથી કોંગ્રેસને જીત મળી છે. આ બેઠક પર કોંગ્રેસને 81,512 અને ભાજપને 78,783 મત મળ્યા છે.
  • બોરસદ બેઠક પર 11,165 મતના માર્જીનથી ભાજપને જીત મળી છે. આ બેઠક પર ભાજપને 91,772 અને કોંગ્રેસને 80,607 મત મળ્યા છે.
  • ઉમરેઠ બેઠક પર 26,717 મતના માર્જીનથી ભાજપને જીત મળી છે. આ બેઠક પર ભાજપને 95,639 અને અપક્ષ ઉમેદવારને 68,922 મત મળ્યા છે.
  • આણંદ બેઠક પર 41,623 મતના માર્જીનથી ભાજપને જીત મળી છે. આ બેઠક પર ભાજપને 1,11,859 અને કોંગ્રસને 70,236 મત મળ્યા છે.
  • પેટલાદ બેઠક પર 17,954 મતના માર્જીનથી ભાજપને જીત મળી છે. આ બેઠક પર ભાજપને 89,166 અને કોંગ્રેસને 71,212 મત મળ્યા છે.
  • સોજીત્રા બેઠક પર 29,519 મત માર્જીન સાથે ભાજપે જીત મેળવી હતી. જેમાં ભાજપને 87,300 મત અને કોંગ્રેસને 57,781 મત મળ્યા છે. આ બેઠક જીતવા માટે કોંગ્રેસ-આપને ભારે મહેનત કરવી પડશે.

ખેડા લોકસભાની બેઠક :

2019ની લોકસભાની ચૂંટણીમાં ખેડા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના દેવુસિંહ ચૌહાણની 61.04 ટકા મત સાથે જીત થઇ હતી. જેમાં તેમને 714,572 મત મળ્યા હતા. આ બેઠક તેમને 367,145 મતના માર્જીનથી જીતી હતી.

ખેડા લોકસભા બેઠકમાં દસક્રોઇ, ધોળકા, માતર, નડિયાદ, મેમદાવાદ, મહુધા અને કપડવંજ વિધાનસભાની બેઠકોનો સમાવેશ થાય છે. આમાંથી તમામ બેઠકો પર ભાજપને જીત મળી છે.

ખેડા લોકસભામાં આવતી વિધાનસભાની બેઠકોની વાત કરીએ તો,

  • દસક્રોઇ બેઠક પર 91,637 મતના માર્જીનથી ભાજપને જીત મળી છે. આ બેઠક પર ભાજપને 1,59,107 અને કોંગ્રેસને 67,470 મત મળ્યા છે.
  • ધોળકા બેઠક પર 13,405 મતના માર્જીનથી ભાજપને જીત મળી છે. આ બેઠક પર ભાજપને 84,773 અને કોંગ્રેસને 71,368 મત મળ્યા છે.
  • માતર બેઠક પર 15,851 મતના માર્જીનથી ભાજપને જીત મળી છે. આ બેઠક પર ભાજપને 84,295 અને કોંગ્રેસને 68,444 મત મળ્યા છે.
  • નડિયાદ બેઠક પર 53,871 મતના માર્જીનથી ભાજપને જીત મળી છે. આ બેઠક પર ભાજપને 1,04,369 અને કોંગ્રેસને 50,498 મત મળ્યા છે.
  • મેમદાવાદ બેઠક પર 45,604 મતના માર્જીનથી ભાજપને જીત મળી છે. આ બેઠક પર ભાજપને 1,08,541 અને કોંગ્રેસને 62,937 મત મળ્યા છે.
  • મહુધા બેઠક પર 25,689 મતના માર્જીનથી ભાજપને જીત મળી છે. આ બેઠક પર ભાજપને 91,900 અને કોંગ્રેસને 66,211 મત મળ્યા છે.
  • કપડવંજ બેઠક પર 31,878 મત માર્જીન સાથે ભાજપે જીત મેળવી હતી. જેમાં ભાજપને 1,12,036 મત અને કોંગ્રેસને 80,158 મત મળ્યા છે. આ બેઠક જીતવા માટે કોંગ્રેસ-આપને ભારે મહેનત કરવી પડશે.

પંચમહાલ લોકસભાની બેઠક :

2019ની લોકસભાની ચૂંટણીમાં પંચમહાલ બેઠક પર ભારતીય જનતા પાર્ટીના રતનસિંહ રાઠોડની 62.23 ટકા મત સાથે જીત થઇ હતી. જેમાં તેમને 714,572 મત મળ્યા હતા. આ બેઠક તેમને 367,145 મતના માર્જીનથી જીતી હતી.

પંચમહાલ લોકસભા બેઠકમાં ઠસરા, બાલાસિનોર, લુણાવાડા, શેહરા, મોરવા હડફ, ગોધરા અને કાલોલ વિધાનસભાની બેઠકોનો સમાવેશ થાય છે. આમાંથી 6 બેઠકો પર ભાજપને જીત મળી છે, તો 1 બેઠકો જીતવામાં કોંગ્રેસ સફળ રહી છે.

પંચમહાલ લોકસભામાં આવતી વિધાનસભાની બેઠકોની વાત કરીએ તો,

  • ઠસરા બેઠક પર 61,919 મતના માર્જીનથી ભાજપને જીત મળી છે. આ બેઠક પર ભાજપને 1,21,348 અને કોંગ્રેસને 59,429 મત મળ્યા છે.
  • બાલાસિનોર બેઠક પર 51,422 મતના માર્જીનથી ભાજપને જીત મળી છે. આ બેઠક પર ભાજપને 92,501 અને કોંગ્રેસને 41,079 મત મળ્યા છે.
  • લુણાવાડા બેઠક પર 26,620 મતના માર્જીનથી કોંગ્રેસને જીત મળી છે. આ બેઠક પર કોંગ્રેસને 72,087 અને ભાજપને 45,467 મત મળ્યા છે.
  • શેહરા બેઠક પર 47,281 મતના માર્જીનથી ભાજપને જીત મળી છે. આ બેઠક પર ભાજપને 1,07,775 અને કોંગ્રેસને 60,494 મત મળ્યા છે.
  • મોરવા હડફ બેઠક પર 48,877 મતના માર્જીનથી ભાજપને જીત મળી છે. આ બેઠક પર ભાજપને 81,897 અને આમ આદમી પાર્ટીને 33,020 મત મળ્યા છે.
  • ગોધરા બેઠક પર 35,198 મતના માર્જીનથી ભાજપને જીત મળી છે. આ બેઠક પર ભાજપને 96,223 અને કોંગ્રેસને 61,025 મત મળ્યા છે.
  • કાલોલ બેઠક પર 1,15,679 મત માર્જીન સાથે ભાજપે જીત મેળવી હતી. જેમાં ભાજપને 1,41,686 મત અને કોંગ્રેસને 26,007 મત મળ્યા છે. આ બેઠક જીતવા માટે કોંગ્રેસ-આપને ભારે મહેનત કરવી પડશે.

દાહોદ લોકસભાની બેઠક :

2019ની લોકસભાની ચૂંટણીમાં દાહોદ બેઠક પર ભારતીય જનતા પાર્ટીના જસવંતસિંહ ભાભોરની 66.57 ટકા મત સાથે જીત થઇ હતી. જેમાં તેમને 561,760 મત મળ્યા હતા. આ બેઠક તેમને 127,596 મતના માર્જીનથી જીતી હતી.

દાહોદ લોકસભા બેઠકમાં સંતરામપુર, ફતેપુર, ઝાલોદ, લીમખેડા, દાહોદ, ગરબાડા અને દેવગઢબારિયા વિધાનસભાની બેઠકોનો સમાવેશ થાય છે. આમાંથી તમામ બેઠકો પર ભાજપને જીત મળી છે.

દાહોદ લોકસભામાં આવતી વિધાનસભાની બેઠકોની વાત કરીએ તો,

  • ફતેપુર બેઠક પર 15,577 મતના માર્જીનથી ભાજપને જીત મળી છે. આ બેઠક પર ભાજપને 49,964 અને કોંગ્રેસને 34,387 મત મળ્યા છે.
  • ફતેપુર બેઠક પર 19,531 મતના માર્જીનથી ભાજપને જીત મળી છે. આ બેઠક પર ભાજપને 59,581 અને આપને 40,050 મત મળ્યા છે.
  • ઝાલોદ બેઠક પર 35,222 મતના માર્જીનથી ભાજપને જીત મળી છે. આ બેઠક પર ભાજપને 82,745 અને આપને 47,523 મત મળ્યા છે.
  • લીમખેડા બેઠક પર 3,663 મતના માર્જીનથી ભાજપને જીત મળી છે. આ બેઠક પર ભાજપને 69,417 અને આપને 65,754 મત મળ્યા છે.
  • દાહોદ બેઠક પર 29,350 મતના માર્જીનથી ભાજપને જીત મળી છે. આ બેઠક પર ભાજપને 72,660 અને કોંગ્રેસને 43,310 મત મળ્યા છે.
  • ગરબાડા બેઠક પર 27,825 મતના માર્જીનથી ભાજપને જીત મળી છે. આ બેઠક પર ભાજપને 62,427 અને કોંગ્રસને 34,602 મત મળ્યા છે.
  • દેવગઢબારિયા બેઠક પર 44,201 મત માર્જીન સાથે ભાજપે જીત મેળવી હતી. જેમાં ભાજપને 1,13,527 મત અને આપને 69,326 મત મળ્યા છે.

વડોદરા લોકસભાની બેઠક : 2019ની લોકસભાની ચૂંટણીમાં વડોદરા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના રંજન ભટ્ટની 68.18 ટકા મત સાથે જીત થઇ હતી. જેમાં તેમને 883,719 મત મળ્યા હતા. આ બેઠક તેમને 589,177 મતના માર્જીનથી જીતી હતી.

વડોદરા લોકસભા બેઠકમાં સાવલી, વાઘોડિયા, વડોદરા શહેર, સંયાજીગંજ, અકોટા, રાવપુરા અને મંજલપુર વિધાનસભાની બેઠકોનો સમાવેશ થાય છે. આમાંથી 6 બેઠકો પર ભાજપને જીત મળી છે અને એક બેઠક પર સ્વતંત્ર ઉમેદવારને જીત મળી છે.

વડોદરા લોકસભામાં આવતી વિધાનસભાની બેઠકોની વાત કરીએ તો,

  • સાવલી બેઠક પર 36,926 મતના માર્જીનથી ભાજપને જીત મળી છે. આ બેઠક પર ભાજપને 1,02,004 અને કોંગ્રેસને 65,078 મત મળ્યા છે.
  • વાઘોડિયા બેઠક પર 14,006 મતના માર્જીનથી અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાને જીત મળી છે. આ બેઠક પર ધર્મેન્દ્રસિંહ વાઘેલાને 77,905 અને ભાજપને 63,899 મત મળ્યા છે.
  • વડોદરા શહેર બેઠક પર 98,597 મતના માર્જીનથી ભાજપને જીત મળી છે. આ બેઠક પર ભાજપને 1,30,705 અને કોંગ્રેસને 32,108 મત મળ્યા છે.
  • સંયાજીગંજ બેઠક પર 84,013 મતના માર્જીનથી ભાજપને જીત મળી છે. આ બેઠક પર ભાજપને 1,22,066 અને કોંગ્રેસને 38,053 મત મળ્યા છે.
  • અકોટા બેઠક પર 77,753 મતના માર્જીનથી ભાજપને જીત મળી છે. આ બેઠક પર ભાજપને 1,13,312 અને કોંગ્રેસને 35,559 મત મળ્યા છે.
  • રાવપુરા બેઠક પર 81,035 મતના માર્જીનથી ભાજપને જીત મળી છે. આ બેઠક પર ભાજપને 1,19,301 અને કોંગ્રેસને 38,266 મત મળ્યા છે.
  • મંજલપુર બેઠક પર 1,00,754 મત માર્જીન સાથે ભાજપે જીત મેળવી હતી. જેમાં ભાજપને 1,20,133 મત અને કોંગ્રેસને 19,379 મત મળ્યા છે. આ બેઠક જીતવા માટે કોંગ્રેસ-આપને ભારે મહેનત કરવી પડશે.

છોટા ઉદેપુર લોકસભાની બેઠક :

2019ની લોકસભાની ચૂંટણીમાં છોટા ઉદેપુર બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ગીતાબેન રાઠવાની 73.90 ટકા મત સાથે જીત થઇ હતી. જેમાં તેમને 764,445 મત મળ્યા હતા. આ બેઠક તેમને 377,943 મતના માર્જીનથી જીતી હતી.

છોટા ઉદેપુર લોકસભા બેઠકમાં છોટા ઉદેપુર, હાલોલ, જેતપુર, સંખેડા, ડભોઇ, પાદરા અને નંદોદ વિધાનસભાની બેઠકોનો સમાવેશ થાય છે. આમાંથી તમામ બેઠકો પર ભાજપને જીત મળી છે.

છોટા ઉદેપુર લોકસભામાં આવતી વિધાનસભાની બેઠકોની વાત કરીએ તો,

  • છોટા ઉદેપુર બેઠક પર 29,450 મતના માર્જીનથી ભાજપને જીત મળી છે. આ બેઠક પર ભાજપને 75,129 અને કોંગ્રેસને 45,679 મત મળ્યા છે.
  • હાલોલ બેઠક પર 42,705 મતના માર્જીનથી ભાજપને જીત મળી છે. આ બેઠક પર ભાજપને 1,00,753 અને અપક્ષ ઉમેદવારને 58,048 મત મળ્યા છે.
  • જેતપુર બેઠક પર 37,779 મતના માર્જીનથી ભાજપને જીત મળી છે. આ બેઠક પર ભાજપને 86,041 અને આમ આદમી પાર્ટીને 48,262 મત મળ્યા છે.
  • સંખેડા બેઠક પર 30,674 મતના માર્જીનથી ભાજપને જીત મળી છે. આ બેઠક પર ભાજપને 99,387 અને કોંગ્રેસને 68,713 મત મળ્યા છે.
  • ડભોઇ બેઠક પર 20,476 મતના માર્જીનથી ભાજપને જીત મળી છે. આ બેઠક પર ભાજપને 88,846 અને કોંગ્રેસને 68,370 મત મળ્યા છે.
  • પાદરા બેઠક પર 6,178 મતના માર્જીનથી ભાજપને જીત મળી છે. આ બેઠક પર ભાજપને 66,226 અને કોંગ્રેસને 60,048 મત મળ્યા છે.
  • નંદોદ બેઠક પર 28,202 મત માર્જીન સાથે ભાજપે જીત મેળવી હતી. જેમાં ભાજપને 70,543 મત અને કોંગ્રેસને 42,341 મત મળ્યા છે. આ બેઠક જીતવા માટે કોંગ્રેસ-આપને ભારે મહેનત કરવી પડશે.

ભરૂચ લોકસભાની બેઠક :

2019ની લોકસભાની ચૂંટણીમાં ભરૂચ બેઠક પર ભારતીય જનતા પાર્ટીના મનસુખ વસાવાની 73.55 ટકા મત સાથે જીત થઇ હતી. જેમાં તેમને 637,795 મત મળ્યા હતા. આ બેઠક તેમને 334,214 મતના માર્જીનથી જીતી હતી.

ભરૂચ લોકસભા બેઠકમાં કરજણ, ડેડિયાપાડા, જંબુસર, વાગરા, ઝઘડિયા, ભરૂચ અને અંકલેશ્વર વિધાનસભાની બેઠકોનો સમાવેશ થાય છે. આમાંથી 6 બેઠકો પર ભાજપને જીત મળી છે, જ્યારે એક બેઠક આમ આદમી પાર્ટીને મળી છે.

ભરૂચ લોકસભામાં આવતી વિધાનસભાની બેઠકોની વાત કરીએ તો,

  • કરજણ બેઠક પર 26,306 મતના માર્જીનથી ભાજપને જીત મળી છે. આ બેઠક પર ભાજપને 83,748 અને કોંગ્રેસને 57,442 મત મળ્યા છે.
  • ડેડિયાપાડા બેઠક પર 40,282 મતના માર્જીનથી આમ આદમી પાર્ટીને જીત મળી છે. આ બેઠક પર આપને 1,03,433 અને ભાજપને 63,151 મત મળ્યા છે.
  • જંબુસર બેઠક પર 27,380 મત માર્જીન સાથે ભાજપે જીત મેળવી હતી. જેમાં ભાજપને 91,533 મત અને કોંગ્રેસને 64,153 મત મળ્યા છે.
  • વાગરા બેઠક પર 13,452 મતના માર્જીનથી ભાજપને જીત મળી છે. આ બેઠક પર ભાજપને 83,036 અને કોંગ્રેસને 69,584 મત મળ્યા છે.
  • ઝઘડિયા બેઠક પર 23,500 મતના માર્જીનથી ભાજપને જીત મળી છે. આ બેઠક પર ભાજપને 89,933 અને અપક્ષ ઉમેદવારને 66,433 મત મળ્યા છે.
  • ભરૂચ બેઠક પર 64,473 મતના માર્જીનથી ભાજપને જીત મળી છે. આ બેઠક પર ભાજપને 1,08,655 અને કોંગ્રેસને 44,182 મત મળ્યા છે.
  • અંકલેશ્વર બેઠક પર 40,441 મતના માર્જીનથી ભાજપને જીત મળી છે. આ બેઠક પર ભાજપને 96,405 અને કોંગ્રેસને 55,964 મત મળ્યા છે.

બારડોલી લોકસભાની બેઠક :

2019ની લોકસભાની ચૂંટણીમાં બારડોલી બેઠક પર ભારતીય જનતા પાર્ટીના પ્રભુભાઇ વસાવાની 73.89 ટકા મત સાથે જીત થઇ હતી. જેમાં તેમને 742,273 મત મળ્યા હતા. આ બેઠક તેમને 215,447 મતના માર્જીનથી જીતી હતી.

બારડોલી લોકસભા બેઠકમાં માંગરોળ, માંડવી, કામરેજ, બારડોલી, મહુવા, વ્યારા અને નિઝર વિધાનસભાની બેઠકોનો સમાવેશ થાય છે. આમાંથી તમામ બેઠકો પર ભાજપને જીત મળી છે.

બારડોલી લોકસભામાં આવતી વિધાનસભાની બેઠકોની વાત કરીએ તો,

  • માંગરોળ બેઠક પર 51,423 મતના માર્જીનથી ભાજપને જીત મળી છે. આ બેઠક પર ભાજપને 93,669 અને આપને 42,246 મત મળ્યા છે.
  • માંડવી બેઠક પર 18,109 મતના માર્જીનથી ભાજપને જીત મળી છે. આ બેઠક પર ભાજપને 74,502 અને કોંગ્રેસને 56,393 મત મળ્યા છે.
  • કામરેજ બેઠક પર 74,697 મતના માર્જીનથી ભાજપને જીત મળી છે. આ બેઠક પર ભાજપને 1,85,585 અને આપને 1,10,888 મત મળ્યા છે.
  • બારડોલી બેઠક પર 89,948 મતના માર્જીનથી ભાજપને જીત મળી છે. આ બેઠક પર ભાજપને 1,18,527 અને કોંગ્રેસને 28,579 મત મળ્યા છે.
  • મહુવા બેઠક પર 31,508 મતના માર્જીનથી ભાજપને જીત મળી છે. આ બેઠક પર ભાજપને 81,383 અને કોંગ્રેસને 49,875 મત મળ્યા છે.
  • વ્યારા બેઠક પર 22,120 મતના માર્જીનથી ભાજપને જીત મળી છે. આ બેઠક પર ભાજપને 69,633 અને આપને 47,513 મત મળ્યા છે.
  • નિઝર બેઠક પર 23,160 મત માર્જીન સાથે ભાજપે જીત મેળવી હતી. જેમાં ભાજપને 97,461 મત અને કોંગ્રેસને 74,301મત મળ્યા છે.

સુરત લોકસભાની બેઠક :

2019ની લોકસભાની ચૂંટણીમાં સુરત બેઠક પર ભારતીય જનતા પાર્ટીના દર્શના જરદોશની 64.58 ટકા મત સાથે જીત થઇ હતી. જેમાં તેમને 795,651 મત મળ્યા હતા. આ બેઠક તેમને 548,230 મતના માર્જીનથી જીતી હતી.

સુરત લોકસભા બેઠકમાં ઓલપાડ, સુરત પૂર્વ, સુરત ઉત્તર, વરછા રોડ, કારંજ, કતાર ગામ અને સુરત પશ્ચિમ વિધાનસભાની બેઠકોનો સમાવેશ થાય છે. આમાંથી તમામ બેઠકો પર ભાજપને જીત મળી છે.

સુરત લોકસભામાં આવતી વિધાનસભાની બેઠકોની વાત કરીએ તો,

  • ઓલપાડ બેઠક પર 1,15,136 મતના માર્જીનથી ભાજપને જીત મળી છે. આ બેઠક પર ભાજપને 1,72,424 અને કોંગ્રેસને 57,288 મત મળ્યા છે.
  • સુરત પૂર્વ બેઠક પર 14,017 મતના માર્જીનથી ભાજપને જીત મળી છે. આ બેઠક પર ભાજપને 73,142 અને કોંગ્રેસને 59,125 મત મળ્યા છે.
  • સુરત ઉત્તર બેઠક પર 34,293 મતના માર્જીનથી ભાજપને જીત મળી છે. આ બેઠક પર ભાજપને 57,117 અને આપને 22,824 મત મળ્યા છે.
  • વરછા રોડ બેઠક પર 16,834 મતના માર્જીનથી ભાજપને જીત મળી છે. આ બેઠક પર ભાજપને 67,206 અને આપને 50,372 મત મળ્યા છે.
  • કારંજ બેઠક પર 35,974 મતના માર્જીનથી ભાજપને જીત મળી છે. આ બેઠક પર ભાજપને 60,493 અને આમ આદમી પાર્ટીને 24,519 મત મળ્યા છે.
  • કતાર ગામ બેઠક પર 64,627 મતના માર્જીનથી ભાજપને જીત મળી છે. આ બેઠક પર ભાજપને 1,20,505 અને આપને 55,878 મત મળ્યા છે.
  • સુરત પશ્ચિમ બેઠક પર 1,04,312 મત માર્જીન સાથે ભાજપે જીત મેળવી હતી. જેમાં ભાજપને 1,22,981 મત અને કોંગ્રેસને 18,669 મત મળ્યા છે.

નવસારી લોકસભાની બેઠક :

2019ની લોકસભાની ચૂંટણીમાં નવસારી બેઠક પર ભારતીય જનતા પાર્ટીના સી આર પાટીલની 66.40 ટકા મત સાથે જીત થઇ હતી. જેમાં તેમને 972,739 મત મળ્યા હતા. આ બેઠક તેમને 689,668 મતના માર્જીનથી જીતી હતી.

નવસારી લોકસભા બેઠકમાં લિંબાયત, ઉધના, મજુરા, ચોર્યાસી, જલાલપોર, નવસારી અને ગણદેવી વિધાનસભાની બેઠકોનો સમાવેશ થાય છે. આમાંથી તમામ બેઠકો પર ભાજપને જીત મળી છે.

નવસારી લોકસભામાં આવતી વિધાનસભાની બેઠકોની વાત કરીએ તો,

  • લિંબાયત બેઠક પર 58,009 મતના માર્જીનથી ભાજપને જીત મળી છે. આ બેઠક પર ભાજપને 95,696 અને આપને 37,687 મત મળ્યા છે.
  • ઉધના બેઠક પર 69,896 મતના માર્જીનથી ભાજપને જીત મળી છે. આ બેઠક પર ભાજપને 93,999 અને કોંગ્રેસને 24,103 મત મળ્યા છે.
  • મજુરા બેઠક પર 1,16,675 મતના માર્જીનથી ભાજપને જીત મળી છે. આ બેઠક પર ભાજપને 1,33,335 અને આપને 16,660 મત મળ્યા છે.
  • ચોર્યાસી બેઠક પર 1,86,418 મતના માર્જીનથી ભાજપને જીત મળી છે. આ બેઠક પર ભાજપને 2,36,033 અને આપને 49,615 મત મળ્યા છે.
  • જલાલપોર બેઠક પર 68,699 મતના માર્જીનથી ભાજપને જીત મળી છે. આ બેઠક પર ભાજપને 1,06,244 અને કોંગ્રેસને 37,545 મત મળ્યા છે.
  • નવસારી બેઠક પર 72,313 મતના માર્જીનથી ભાજપને જીત મળી છે. આ બેઠક પર ભાજપને 1,06,875 અને કોંગ્રેસને 34,562 મત મળ્યા છે.
  • ગણદેવી બેઠક પર 93,166 મત માર્જીન સાથે ભાજપે જીત મેળવી હતી. જેમાં ભાજપને 1,31,116 મત અને કોંગ્રેસને 37,950 મત મળ્યા છે. આ બેઠક જીતવા માટે કોંગ્રેસ-આપને ભારે મહેનત કરવી પડશે.

વલસાડ લોકસભાની બેઠક :

2019ની લોકસભાની ચૂંટણીમાં વલસાડ બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ડૉ કે સી પટેલ ની 75.48 ટકા મત સાથે જીત થઇ હતી. જેમાં તેમને 771,980 મત મળ્યા હતા. આ બેઠક તેમને 353,797 મતના માર્જીનથી જીતી હતી.

વલસાડ લોકસભા બેઠકમાં ડાંગ, વાંસદા, ધરમપુર, વલસાડ, પારડી, કપરાડા અને ઉંબેરગામ વિધાનસભાની બેઠકોનો સમાવેશ થાય છે. આમાંથી 6 બેઠકો પર ભાજપને જીત મળી છે, તો એક બેઠક કોંગ્રેસના ફાળે રહી હતી.

વલસાડ લોકસભામાં આવતી વિધાનસભાની બેઠકોની વાત કરીએ તો,

  • ડાંગ બેઠક પર 19,674 મતના માર્જીનથી ભાજપને જીત મળી છે. આ બેઠક પર ભાજપને 62,533 અને કોંગ્રેસને 42,859 મત મળ્યા છે.
  • વાંસદા બેઠક પર 35,033 મતના માર્જીનથી કોંગ્રેસને જીત મળી છે. આ બેઠક પર કોગ્રેસને 1,24,477 અને ભાજપને 89,444 મત મળ્યા છે.
  • ધરમપુર બેઠક પર 33,327 મતના માર્જીનથી ભાજપને જીત મળી છે. આ બેઠક પર ભાજપને 83,544 અને આપને 50,217 મત મળ્યા છે.
  • પારડી બેઠક પર 97,164 મતના માર્જીનથી ભાજપને જીત મળી છે. આ બેઠક પર ભાજપને 1,21,968 અને કોંગ્રેસને 24,804 મત મળ્યા છે.
  • વલસાડ બેઠક પર 1,03,776 મતના માર્જીનથી ભાજપને જીત મળી છે. આ બેઠક પર ભાજપને 1,26,323 અને આમ આદમી પાર્ટીને 22,547 મત મળ્યા છે.
  • કપરાડા બેઠક પર 32,968 મતના માર્જીનથી ભાજપને જીત મળી છે. આ બેઠક પર ભાજપને 90,999 અને કોંગ્રેસને 58,031 મત મળ્યા છે.
  • ઉંબેરગામ બેઠક પર 64,786 મત માર્જીન સાથે ભાજપે જીત મેળવી હતી. જેમાં ભાજપને 1,10,088 મત અને કોંગ્રેસને 45,302 મત મળ્યા છે.
More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X