ભરૂચથી બેંગ્લોર સુધી: અંડરવર્લ્ડ ઇચ્છે છે કોમી રમખાણ!
બુધવારે, બેંગ્લોર પોલિસે છોટા શકિલના માણસ સૈયદ રહેમાનની ધરપકડ કરી. સૈયદ રહેમાને શ્રી રામ સેનાના નેતાનું ખૂન કરવાની સોપારી લીધી4 હતી. સૈયદનું માનીએ તો તે આ દ્વારા કર્ણાટકમાં સાંપ્રદાયિક હિંસા અને કોમા તોફાનો ફેલાવવા માંગતો હતો.
ત્યારે આ ધરપકડ અને ભરૂચના એક કેસનો પર્દાફાશ કર્યો કારણ કે તેની પણ મોટર ઓપરેન્ડી આ કેસ જેવી જ હતી. ભરૂચમાં હાલમાં જ બે બીજેપી નેતાઓને ધાતકી હત્યા કરવામાં આવી હતી. તેમની હત્યા પણ દાઉદના જ માણસો દ્વારા કરવામાં આવી હતી.
ગુજરાત એટીએના કહેવા મુજબ જાવેદ ચિકના નામના દાઉદના જ એક માણસે 50 લાખ માટે કરીને આ બન્ને હિંદુ નેતાઓને ગોળી મારી હતી. જેથી ગુજરાતમાં સાપ્રદાયિક તનાવ વધી શકે.

એટલું જ નહીં ગુપ્તચર સંસ્થાઓએ પણ આ વાતનો અંદેશો આપ્યો છે કે ડી ગેંગ ભારતમાં સાંપ્રદાયિક હિંસા ફેલાવવા માંગે છે. અને આ માટે જ તે હિંદુ નેતાઓને ટાર્ગેટ કરી રહી છે.
ત્યારે ગુજરાત એટીએસનું પણ કહેવું છે કે અંડરવર્લ્ડ અને ખાસ કરીને ડી ગેંગ બાબરી અને ગોધરાના સ્લોગનને ફરી યાદ કરીને કોમી રમખાણો કરવા અને ભારતની શાંતિને ભંગ કરવા માટે પ્રયાસો કરી રહી છે.












Click it and Unblock the Notifications
